Weather Updates: દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો IMDએ શું કહ્યુ?

વિભાગે કહ્યુ છે કે પ્રી-મોનસુન એક્ટિવિટીના કારણે તટીય વિસ્તારોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

નવી દિલ્લીઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના ઘણા રાજ્યોમાં હવામાન પલટાવાનુ સતત ચાલુ છે. મંગળવારે રાતે દિલ્લી, યુપી, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, કેરળમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ થયો છે. હવામાન વિભાગે દિલ્લી-એનસીઆર, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં આજે હળવાથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વિભાગે કહ્યુ છે કે પ્રી-મોનસુન એક્ટિવિટીના કારણે તટીય વિસ્તારોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને માછીમારોને સાવધાની રાખવા માટે કહ્યુ છે કારણકે વરસાદ દરમિયાન તોફાની પવન ફૂંકાવાનુ અનુમાન છે.

રાજધાની વરસાદની સંભાવના

રાજધાની વરસાદની સંભાવના

ભારતીય હવામાન વિભાગે કહ્યુ છે કે આગલા 24 કલાક દરમિયાન દેશના ઘણા ભાગોમાં તેજીથી હવામાનનો મિજાજ બદલાવાનો છે. વિભાગે કહ્યુ છે કે દિલ્લીમાં આ સપ્તાહ હવામાન આહ્લાદક રહેવાનુ છે. વળી, કહ્યુ કે આજથી લઈને આગલા બે દિવસ સુધી રાજધાનીમાં વરસાદની સંભાવના છે. વાવાઝોડાના કારણે દિલ્લીમાં મે મહિનામાં આંધી-વરસાદ ચાલુ રહ્યુ અને વધુ ગરમી પડી નહિ જેના કારણે દિલ્લીમાં મે મહિનામાં સરેરાશ તાપમાન 13 વર્ષમાં સૌથી ઓછુ નોંધાયુ.

કેરળમાં ભારે વરસાદની સંભાવના

કેરળમાં ભારે વરસાદની સંભાવના

વળી, આજે અને કાલે હિમાચલ પ્રદેશ, ઉત્તરાંખંડ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓરિસ્સા, કોંકણ ગોવા, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર, તટીય આંધ્ર પ્રદેશ, તેલંગાના, રાયલસીમા, કર્ણાટક, આસામ, મેઘાલય, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, લક્ષદ્વીપ, કેરળમાં ભારે વરસાદના અણસાર છે.

ચોમાસાની શરૂઆત

ચોમાસાની શરૂઆત

સાઉથ-વેસ્ટ મોનસુન 3 જૂને કેરળ પહોંચશે પરંતુ આ પહેલા કેરળ સહિત ઘણા રાજ્યોમાં પ્રી-મોનસુન પ્રક્રિયા ચાલુ થઈ ચૂકી છે. આગામી અમુક કલાકોમાં ઉત્તર પ્રદેશના બહરાઈચ, શ્રાવસ્તી, ગોંડા, બલરામપુર, બસ્તી, સિદ્ધાર્થનગર, સંતકબીરનગર, મહરાજગંજ, કુશીનગર, ગોરખપુર, દેવરિયા, બલિયા, સુલતાનપુર, આંબેડકરનગર, જૌનપુર, આજમગઢ, મઉ અને પ્રતાપગઢમાં જોરદાર વરસાદ થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X