ગુજરાત સહિત ભારતના આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના
આજે પણ રાજસ્થાન અને ગુજરાતમાં ભારે વરસાદની એલર્ટ જારી છે.
નવી દિલ્લીઃ ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્લી, પૂર્વ રાજસ્થાન, મધ્ય પ્રદેશના બાકીના ભાગો અને આંતરિક મહારાષ્ટ્રના અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. વળી, આજે પણ રાજસ્થાન અને ગુજરાતમાં ભારે વરસાદની એલર્ટ જારી છે.

IMDએ જારી કરી એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે એક વાર ફરીથી મહેસાણા, પાટણ, સુરત, ગિર સોમનાથ, સાંબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને સુરેન્દ્રનગર જિલ્લાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે ઉત્તર, દક્ષિણ અને પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

સ્કાઈમેટે પણ આપી ચેતવણી
જ્યારે સ્કાઈમેટના જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, આંતરિક તમિલનાડુ, કોંકણ અને ગોવા સાથે સાથે આંધ્ર પ્રદેશના રાયલસીમા અને ઉત્તરી તટીય વિસ્તારો અને તેલંગાનામાં અમુક અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદના અણસાર છે.

ઉત્તર પ્રદેશમાં પણ આગલા 24 કલાકમાં વરસાદ
ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગોમાં છેલ્લા 24 કલાક દરમિયાન ક્યાંક ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ થયો. જ્યારે પશ્ચિમ ભાગમાં ઘણા વિસ્તારોમાં વરસાદ થયો. આવતા 24 કલાકમાં ઉત્તર પ્રદેશના અમુક ભાગોમાં વરસાદ થઈ શકે છે.

ઉત્તરાખંડમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગે ઉત્તરાખંડમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ત્યારબાદ શાસને જિલ્લાધિકારીઓ સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે વિભાગોને હાઈ એલર્ટ પર રાખ્યા છે.












Click it and Unblock the Notifications
