Weather Updates: ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદના અણસાર, દિલ્લીમાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ કહે છે કે દિલ્લીમાં આજથી લઈને આગલા ત્રણ દિવસ સુધી ભારે વરસાદના અણસાર છે.
નવી દિલ્લીઃ દેશની રાજધાની દિલ્લીનુ હવામાન આ વખતે સૌના માટે એક કોયડા જેવુ બની ગયુ છે. ગરમી વખતે ગરમી ના પડે અને પછી ભેજવાળી ગરમીથી લોકોને હેરાન કરે, ચોક્કસ સમયે ચોમાસુ ન પહોંચે અને પછી પહોંચ્યા પછી રેકૉર્ડ તોડ વરસાદ પડે. વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા છે આ વખતના હવામાનથી. વળી, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ કહે છે કે દિલ્લીમાં આજથી લઈને આગલા ત્રણ દિવસ સુધી ભારે વરસાદના અણસાર છે અને આ દરમિયાન ખૂબ ભારે પવન પણ ફૂંકાઈ શકે છે.

દિલ્લીમાં ઓરેન્જ એલર્ટ
ભારે વરસાદના કારણે રાજધાનીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગનુ કહેવુ છે કે દક્ષિણ-પૂર્વ દિલ્લી, આઈજીઆઈ એરપોર્ટ, પાલમ, લોધી રોડ, દ્વારકા, નોઈડા, ગ્રેટર નોઈડા, ફરીદાબાદની આસપાસ જોરદાર વરસાદના અણસાર છે અને એટલા માટે અહીં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

લો પ્રેશર એરિયા
હવામાન વિભાગના જણાવ્યા મુજબ અંબિકાપુરના પશ્ચિમમાં અક્ષાંશ 23.0° પર એક લો પ્રેશર એરિયા બનેલો છે કે જે આવતા 6 કલાકમાં એક દબાણમાં ફેરવાઈ જશે જેના કારણે આવતા 24 કલાકમાં મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભારે વરસાદ થવાના અણસાર દેખાઈ રહ્યા છે. જેની અસર આસપાસના રાજ્યોમાં પણ પડવાની છે અને આના કારણે અહીં ભારે વરસાદનુ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

ગુજરાતમાં ભારે વરસાદના જનજીવન ગંભીર રીતે પ્રભાવિત
આઈએમડીના જણાવ્યા અનુસાર ચોમાસુ પોતાના અંતિમ ચક્રમાં છે એવામાં હાલમાં તે જ્યાં પણ વરસી રહ્યુ છે ત્યાં તે પ્રગાઢ સ્થિતિમાં છે. દિલ્લી-એમપી સહિત ગુજરાતમાં પણ ભારે વરસાદના કારણે લોકોનુ જીવન ગંભીર રીતે પ્રભાવિત થઈ ગયુ છે. આઈએમડીએ અહીં પણ ચાર દિવસનુ એલર્ટ જાહેર કર્યુ છે અને લોકોને કામ વિના બહાર ન નીકળવાની સલાહ આપી છે. જ્યારે આજે કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં હળવો વરસાદ થઈ શકે છે. વળી, ઉત્તરાખંડ, લદ્દાખ, કાશ્મીર અને હિમાચલમાં ભારે વરસાદના અણસાર છે. વળી, બિહાર, ઓરિસ્સા અને બંગાળમાં પણ હળવો વરસાદ થઈ શકે છે. જ્યારે પૂર્વોત્તરમાં ભારે વરસાદના સંકેત મળી રહ્યા છે અને આના કારણે આ બધી જગ્યાએ એલર્ટ આપવામાં આવ્યુ છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
