Weather: યુપી-બિહાર સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, દિલ્લીનો ચડશે પારો

દિલ્હી-NCRના હવામાનમાં આજે ફરીથી ફેરફાર જોવા મળશે. જાણો હવામાનની લેટેસ્ટ અપડેટ.

નવી દિલ્લીઃ દિલ્હી-NCRના હવામાનમાં આજે ફરીથી ફેરફાર જોવા મળશે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના લેટેસ્ટ અપડેટ મુજબ, ગુરુવારથી અહીં હવામાન સાફ થઈ જશે અને દિવસ દરમિયાન 20 થી 30 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને તાપમાનનો પારો ઊંચકાશે. જેના કારણે લોકો ફરી એક વખત ગરમીનો અનુભવ કરશે. છેલ્લા ત્રણ-ચાર દિવસની રાહત બાદ ગરમીનો સામનો કરવો પડશે.

હરિયાણામાં જોરદાર વરસાદના અણસાર

હરિયાણામાં જોરદાર વરસાદના અણસાર

મહારાષ્ટ્રમાં ચોમાસુ પૂરજોશમાં ચાલી રહ્યુ છે ત્યારે મુંબઈમાં આજે પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે રાજસ્થાન, એમપી, છત્તીસગઢ, યુપી, બિહાર, પંજાબ અને હરિયાણામાં આજે ભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે આજે કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જ્યારે દક્ષિણ ભારતમાં આજે ભારે વરસાદની સંભાવના છે.

હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

જ્યારે હવામાન માહિતી એજન્સી સ્કાયમેટે જણાવ્યુ છે કે આગામી 24 કલાક દરમિયાન મુંબઈ, દક્ષિણ ગુજરાત, આસામ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, કેરળ, કર્ણાટક, કોંકણ-ગોવા સહિત પૂર્વ રાજસ્થાનના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

હળવા વરસાદની સંભાવના

હળવા વરસાદની સંભાવના

વળી, તમિલનાડુ, લક્ષદ્વીપના ભાગો, છત્તીસગઢનો બાકીનો ભાગ, આંતરિક ઓરિસ્સા, મધ્યપ્રદેશનો બાકીનો ભાગ, ઉત્તર-પશ્ચિમ અને પૂર્વ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, તેલંગાના, આંતરિક કર્ણાટક, અંદમાન અને નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X