Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Weather Updates: ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ભારે વરસાદની સંભાવના, IMDએ જાહેર કર્યુ એલર્ટ

ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે.

નવી દિલ્લીઃ કોરોના સંકટ વચ્ચે હવામાનના ચડાવ-ઉતાર ચાલુ છે. ક્યાંક ગરમી તો ક્યાંક વરસાદે લોકોનુ જીવવુ મુશ્કેલ બનાવી દીધુ છે. વળી, ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે. આઈએમડીએ કહ્યુ છે કે દેશમાં એક ચક્રવાતી સંચલન સક્રિય છે જેના કારણે દેશમા ઘણા ભાગોમાં વરસાદના અણસાર દેખાઈ રહ્યા છે. વિભાગે આજથી લઈને 14 મે સુધી ઘણા રાજ્યોમાં હળવાથી ભારે વરસાદનુ એલર્ટ જાહેર કર્યુ છે.

દિલ્લી-એનસીઆરમાં થશે વરસાદ

દિલ્લી-એનસીઆરમાં થશે વરસાદ

હવામાન વિભાગે કહ્યુ કે દિલ્લી-એનસીઆરમાં આજથી લઈને 13 મે સુધી દેશની રાજધાની એટલે કે દિલ્લીમાં વરસાદ થઈ શકે છે જેનાથી લોકોને ગરમીથી રાહત મળશે. માત્ર દિલ્લી જ નહિ દિલ્લી પાસેના રાજ્યોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે અહીં એલર્ટ જાહેર કર્યુ છે. યુપી, એમપી, પંજાબ, હરિયાણામાં પણ વાદળો વરસશે.

પહાડો પર બગડશે હવામાન, યલો એલર્ટ જાહેર

પહાડો પર બગડશે હવામાન, યલો એલર્ટ જાહેર

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પહાડો પર હવામાન બગડી શકે છે. ઉત્તરાખંડના 8 જિલ્લાઓમાં યલો એલર્ટ છે. વળી, હિમાચલમાં કરાવૃષ્ટિ અને હિમવર્ષાની સંભાવના છે અને કાશ્મીરમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

કર્ણાટકમાં પણ વરસાદનુ એલર્ટ

કર્ણાટકમાં પણ વરસાદનુ એલર્ટ

આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં પણ વરસાદનુ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વિભાગે કહ્યુ કે વરસાદ દરમિયાન 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 14 મે સુધી રહેશે. બેંગલુરુમાં કાલે વરસાદ થયો જેનાથી તાપમાન ઘટ્યુ. એમપી, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં વરસાદ થવાના અણસાર છે.

રાજસ્થાન અને ગુજરાતમાં હીટવેવ

રાજસ્થાન અને ગુજરાતમાં હીટવેવ

અમુક રાજ્યોમાં જ્યાં વરસાદના અણસાર દેખાઈ રહ્યા છે ત્યાં રાજસ્થાન અને ગુજરાતમાં હીટવેવ પણ આવી શકે છે. ખાનગી હવામાન એજન્સી સ્કાઈમેટના જણાવ્યા અનુસાર આજે અને કાલે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ધૂળ ભરેલી આંધી આવવાની સંભાવના છે. વળી, ગંગાનગર, સુરતગઢ, હનુમાનગઢ અને અનૂપગઢમાં હળવા વરસાદના પણ અણસાર છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X