For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Updates : ઘણા રાજ્યો ભારે વરસાદની આગાહી, UP-બિહારમાં હાઈ એલર્ટ

દેશના રાજ્યોમાં વરસાદ તબાહી મચાવી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે પણ દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.

|
Google Oneindia Gujarati News

Weather Updates : દેશના રાજ્યોમાં વરસાદ તબાહી મચાવી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે પણ દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, આગામી કેટલાક કલાકો દરમિયાન નોઈડા, ગાઝિયાબાદ, બિજનૌર, મુઝફ્ફરનગર, શામલી, ગુરુગ્રામ, માનેસર, રેવાડી, બાવલમાં ભારે વરસાદ પડી શકે છે.

Weather Updates

UPના 8 જીલ્લાઓમાં ભારે વરસાદ

સોમવારના રોજ યુપીના 8 જિલ્લાઓમાં ભારે વરસાદ માટે એલર્ટ આપવામાં આવ્યું છે. જે જીલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તેમાં બાંદા, લલિતપુર, ઝાંસી, આગ્રા, હમીરપુર, મહોબા, ઇટાવા અને જલાઉનનો સમાવેશ થાય છે.

Weather Updates

બિહારના 6 જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

આ સાથે પડોશી રાજ્ય બિહારમાં પણ ભારે વરસાદની શક્યતા છે, બિહારના 6 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીં કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કટિહાર, પૂર્ણિયા, સીતામઢી, સુપૌલ, અરરિયા અને ખગરીયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે 10 નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. આ સાથે જ આ જીલ્લામાં હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે.

Weather Updates

જમ્મુ -કાશ્મીરમાં ભારે વરસાદની આગાહી

આગામી થોડા કલાકોમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ભારે વરસાદ આગામી કેટલાક દિવસો સુધી ચાલુ રહેશે. આ સાથે IMDએ રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. તો જમ્મુ -કાશ્મીરમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવી છે.

Weather Updates

આ રાજ્યોમાં અપાયું એલર્ટ

સ્કાયમેટના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન તેલંગાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાનના પૂર્વ ભાગો, ગોવા, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગુજરાત અને આંદામાન-નિકોબાર ટાપુઓ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાનના કેટલાક ભાગો, કેરળ અને દક્ષિણના કેટલાક ભાગો મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

English summary
Rains are wreaking havoc in the states of the country. The Indian Meteorological Department said heavy rains were expected in many parts of the country even today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X