Weather Updates: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઘણા રાજ્યોમાં વરસાદના અણસાર, એલર્ટ જાહેર

એપ્રિલમાં જ મે-જૂનની ગરમી સહન કરી રહેલા ઉત્તર ભારતને આવનારા દિવસોમાં ગરમીથી રાહત મળી શકે છે

નવી દિલ્લીઃ સમગ્ર ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ગરમીનુ તાંડવ યથાવત છે. એપ્રિલમાં જ મે-જૂનની ગરમી સહન કરી રહેલા ઉત્તર ભારતને આવનારા દિવસોમાં ગરમીથી રાહત મળી શકે છે કારણકે વેસ્ટરન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે દેશના ઘણા રાજ્યોમાં વરસાદના અણસાર છે. જો કે આ રાહત થોડા સમય માટે જ હશે કારણકે ગરમીની માર હજુ સહન કરવી પડશે.

આઈએમડીએ આ બધા સ્થળોએ આપ્યુ છે એલર્ટ

આઈએમડીએ આ બધા સ્થળોએ આપ્યુ છે એલર્ટ

વિદર્ભ, તેલંગાના, પૂર્વ ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, મરાઠવાડા અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, ઝારખંડના અલગ-અલગ વિસ્તારો, છત્તીસગઢ અને રાજસ્થાન, હરિયાણા-દિલ્લી, પૂર્વી ઉત્તર પ્રદેશમાં ઘણા વિસ્તારોમાં પારો ચાલીને પાર ચાલી રહ્યો છે. જો કે આ સ્થળોએ આવતા 24 કલાક દરમિયાન વરસાદ થવાની સંભાવના છે. આઈએમડીએ આ બધા સ્થળોમાં એલર્ટ જાહેર કરેલુ છે.

ફૂંકાશે જોરદાર પવન

ફૂંકાશે જોરદાર પવન

વળી, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને પૂર્વોત્તર ભારત, હિમાચલ, ઉત્તરાખંડ, કેરળ, કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં હળવાથી મધ્યમ વરસાદ થવાનુ અનુમાન છે. વળી, આવતા 24 કલાક દરમિયાન ગુજરાત, છત્તીસગઢ, ઝારખંડમાં લૂની ગતિ વધી શકે છે. જ્યારે આસામ-ત્રિપુરા અમે મેઘાલયમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જ્યારે આ જગ્યાઓએ વરસાદ થશે ત્યારે તેજ પવન પણ ફૂંકાશે. એ વખતે પવનની ગતિ 40-50 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાક વચ્ચે રહી શકે છે.

ગરમીનો પ્રકોપ રહેશે ચાલુ

ગરમીનો પ્રકોપ રહેશે ચાલુ

વળી, હવામાનની જાણકારી આપતી એજન્સી સ્કાઈમેટે કહ્યુ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લદ્દાખ, કાશ્મીર, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, બિહાર, યુપી અને એમપીમાં હળવાથી મધ્યમ વરસાદના અણસાર જોવા મળી રહ્યા છે. સ્કાઈમેટે પણ કહ્યુ છે કે રાજ્યોમાં ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે પરંતુ વરસાદના કારણે તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધવામાં આવશે.

સામાન્યથી વધુ વરસાદ થવાનુ અનુમાન

સામાન્યથી વધુ વરસાદ થવાનુ અનુમાન

જો કે, તમને જણાવી દઈએ કે હવામાન વિશેષજ્ઞોનુ માનવુ છે કે આ વખતે ચોમાચુ 2022 સામાન્ય કરતા સારુ રહેવાનુ છે. આઈએમડીએ કહ્યુ છે કે ચોમાસાન વરસાદ ખેડૂતો માટે પણ અનુકૂળ રહેશે અને કુલ મળીને આ વખતે સામાન્યથી વધુ વરસાદ થવાનુ અનુમાન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X