Weather: હવામાન પલટાશે, દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં થશે વરસાદ, જાણો IMDની અપડેટ

ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ કહી રહી છે કે અમુક રાજ્યોમાં આજે હળવા વરસાદનુ અનુમાન છે. જાણો ક્યાં...

નવી દિલ્લીઃ આખા દેશમાં ગરમીએ આતંક મચાવ્યો છે. ઘણા રાજ્યોમાં પારો ચાલીસને પાર જઈ ચૂક્યો છે. વળી, આકરા તાપમાં લોકોનુ ઘરમાંથી નીકળવુ મુશ્કેલ બની ગયુ છે. જો કે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રયિ થયા બાદ દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં હવામાનમાં પલટો આવ્યો છે. ઘણા રાજ્યોમાં રવિવાર સાંજથી આંધી-તોફાનનો દોર ચાલુ છે. જેનાથી લોકોને આંશિક રીતે ગરમીથી રાહત મળી છે. જો કે, ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ કહી રહી છે કે દિલ્લી અને તેની આસપાસના રાજ્યોમાં આજે હળવા વરસાદનુ અનુમાન છે.

દિલ્લીમાં આજે મહત્તમ તાપમાન ચાલીસ રહેશે

દિલ્લીમાં આજે મહત્તમ તાપમાન ચાલીસ રહેશે

આઈએમડીએ કહ્યુ કે દિલ્લીમાં આજે પણ મહત્તમ તાપમાન ચાલીસ સુધી રહશે પરંતુ હીટવેવ નહી થાય જેનાથી લોકોન રાહત મળશે. હવામાન વિભાગે કાલથી જ દિલ્લી, પંજાબ, હરિયાણા, બિહાર, એમપી અને યુપીમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યુ છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના અમુક વિસ્તારોમાં ધૂળ ભરેલી આંધી સાથે વરસાદ થવાના અણસાર છે. વળી, ચાર મેથી દેશમાં પ્રી-મોનસુન ગતિવિધિઓ પણ શરુ થશે.

ગરમ પવનોથી મળશે રાહત

ગરમ પવનોથી મળશે રાહત

હવામાન વિભાગે કહ્યુ કે આવતા 6-7 દિવસ સુધી લોકોને ગરમ પવનોમાંથી રાહત મળશે. જો કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખતમ થયા બાદ એક વાર ફરીથી પારો ચડશે અને લોકોને ભીષણ ગરમીનો સામનો કરવો પડશે. જો કે, હવે દેશમાં પ્રી-મોનસુનની ગતિવિધિઓ પણ ચાલુ થશે.

હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

હવામાનની માહિતી આપતી ખાનગી સંસ્થા સ્કાઈમેટે જણાવ્યુ કે જમ્મુ કાશ્મીર અને આસપાસના વિસ્તારોમાં એક લેટેસ્ટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવામાં આવ્યુ છે. વળી, ઉત્તર પશ્ચિમી રાજસ્થાનથી ઉત્તર છત્તીસગઢ અને કર્ણાટક સુધી એક ટ્રફ રેખા બનેલી છે. જેના કારણે આવતા 24 કલાક દરમિયાન પૂર્વોત્તર ભારત, સિક્કિમ, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, અંદમાન, બંગાળ, બિહારના અમુક ભાગો, ઝારખંડ, ઓરિસ્સા, દક્ષિણ છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, કેરળ, આંતરિક તમિલનાડુ, દક્ષિણ કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X