ગુજરાતમાં નીલ અને પૂજાએ જમાવ્યું ગ્લૅમર

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચારની વાત કરવામા આવે તો અમદાવાદમાં નીલ નિતિન મુકેશ , અમીષા પટેલ અને પૂજા ગુપ્તાએ શૉર્ટકટ રોમિયો ફિલ્મનું પ્રમોશન કરવામાં આવ્યું હતું. જ્યારે લખનઉમાં યુપી ભાજપ ઇન્ચાર્જ અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આવા જ કેટલાક સમાચારો અંગેની આછેરી માહિતી અહી તસવીરોમાં જણાવવામાં આવી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે આજે દિવસભર દેશ અને વિદેશમાં કઇ-કઇ બાબતો ચર્ચામાં રહી હતી.

વિશેષ રાજ્યના દરરજાની માંગ

વિશેષ રાજ્યના દરરજાની માંગ

નવી દિલ્હીમાં ઓરિસ્સાને વિશેષ રાજ્યના દરરજાની માંગ બીજેડીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી.

કૃષિ કેબિનેટ બેઠક

કૃષિ કેબિનેટ બેઠક

પટનામાં કૃષિ કેબિનેટ બેઠકમાં હાજર રહેલા બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર અને ઉપમુખ્યમંત્રી સુશિલ કુમાર મોદી.

શ્રીસંત પહોંચ્યો ઘરે

શ્રીસંત પહોંચ્યો ઘરે

તિહાર જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ ક્રિકેટર એસ શ્રીસંત પોતાના ઘરે માતા-પિતા સાથે હતો.

ગ્રામીણો સાથે વાત

ગ્રામીણો સાથે વાત

કેન્દ્રિય કૃષિમંત્રી શરદ પવાર મહારાષ્ટ્રના સાંગલી ખાતે ગ્રામીણો સાથે વાત કરી રહ્યાં હતા.

યુપીમાં અમિત શાહ

યુપીમાં અમિત શાહ

યુપી ભાજપના ઇન્ચાર્જ અમિત શાહનું લખનઉ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને બેઠક કરવામાં આવી હતી.

કાવેરી સુપરવાઝરી કમિટીની બેઠક

કાવેરી સુપરવાઝરી કમિટીની બેઠક

નવી દિલ્હીમાં કાવેરી સુપરવાઇઝરી કમિટીની બીજી બેઠક યોજાઇ હતી, જેમાં વોટર રિસોર્સ મંત્રાલયના સેક્રેટરી એસ કે સરકારે હાજરી આપી હતી.

શ્રીનગરમાં વરસાદની મજા

શ્રીનગરમાં વરસાદની મજા

શ્રીનગરમાં વરસાદની મજા માણી રહેલી શ્રીનગરની યુવતીઓ.

ઓસ્ટ્રેલિયા વિ ન્યુઝીલેન્ડ

ઓસ્ટ્રેલિયા વિ ન્યુઝીલેન્ડ

ઇંગ્લેન્ડના બ્રમ્ગિહામમાં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઇ હતી, જેમાં શેન વોટ્સનની વિકેટ મેળવ્યા બાદ ન્યુઝીલેન્ડના ખેલાડીઓ.

આરજેડી એમપીને શુભેચ્છા

આરજેડી એમપીને શુભેચ્છા

નવી દિલ્હીમાં 12 જનપથ ખાતે એલજેપી ચીફ રામ વિલાસ પાસવાન અને તેમના પુત્ર ચિરાગ પાસવાને નવા ચૂંટાયેલા આરજેડી એમપી પ્રભુનાથ સિંહને શુભેચ્છા પાઠવી હતી.

ગુરુદ્વારામાં પૂજા અર્ચના

ગુરુદ્વારામાં પૂજા અર્ચના

શ્રીનગરમાં પાંચમા શીખગુરુ અર્જન દેવજીના શહીદ દિવસ પર પૂજા અને અર્ચના કરી રહેલા શીખ ભક્તો.

બાળ મજૂર વિરોધી દિવસમાં ક્રિષ્ના તિરાથ

બાળ મજૂર વિરોધી દિવસમાં ક્રિષ્ના તિરાથ

નવી દિલ્હીમાં બાળ મજૂર વિરોધી દિવસ દરમિયાન એક કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસના રાજ્યકક્ષાના મંત્રી ક્રિષ્ના તિરાથ હાજર રહ્યાં હતા.

બાળ મજૂર વિરોધી દિવસ

બાળ મજૂર વિરોધી દિવસ

કોલકતામાં બાળ મજૂર વિરોધી દિવસ માટે યોજાયેલી રેલીમાં બાળકો એ ભાગ લીધો હતો.

લેહમાં ફેસ્ટિવલ

લેહમાં ફેસ્ટિવલ

લેહમાં એક ફેસ્ટિવલમાં સ્થાનિક કલાકારો સાથે જમ્મૂ કાશ્મિરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલાહએ ભાગ લીધો હતો.

ગુજરાતમાં ગ્લેમર

ગુજરાતમાં ગ્લેમર

અમદાવાદ ખાતે એક્ટર નિલ નિતિન મુકેશ, અમિષા પટેલ અને પુજા ગુપ્તા પોતાની આગામી ફિલ્મ શોર્ટકટ રોમિયોના પ્રમોશન માટે આવ્યા હતા.

ચલો એસેમ્બલી પ્રોગ્રામ

ચલો એસેમ્બલી પ્રોગ્રામ

હૈદરાબાદમાં ચલો એસેમ્બલી પ્રોગ્રામના સમર્થનમાં યોજાયેલી રેલી દરમિયાન પોલીસ અને ઓસમાનિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

વીએચપીની બેઠકમાં સાધુઓ હાજર

વીએચપીની બેઠકમાં સાધુઓ હાજર

હરિદ્વાર ખાતે વીએચપીની કેન્દ્રિય માર્ગદર્શક મંડળની વીએચપીની બેઠકમાં હાજર રહેલા સાધુઓ.

દે ધનાધન

દે ધનાધન

પટિયાલા ખાતે બેરોજગાર લાઇનમેનના પરિવારના સભ્યો અને પોલિસ કર્મીઓ વચ્ચે ઘર્ષણ કર્યું હતું.

પ્રભુને પ્રાર્થના

પ્રભુને પ્રાર્થના

બીજેડીના પ્રમુખ અને ઓરિસ્સાના મુખ્યમત્રી નવીન પટનાયકે એક રેલી દરમિયાન ભગવાન જગન્નાથની પ્રાર્થના કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X