West Bengal Election: ટીએમસી નેતાના ઘરેથી EVM અને વીવીપેટ મળી આવ્યાં, અધિકારી સસ્પેન્ડ
West Bengal Election: ટીએમસી નેતાના ઘરેથી EVM અને વીવીપેટ મળી આવ્યાં, અધિકારી સસ્પેન્ડ
West bengal assembly election 2021: પશ્ચિમ બંગાળ અને આસામમાં ચૂંટણી દરમ્યાન ઈવીએમને લઈ વિવાદ ચાલુ છે. ત્રીજા તબક્કામાં પશ્ચિમ બંગાળની 31 સીટ માટે સવારે 7 વાગ્યાથી વોટિંગ ચાલુ છે. મતદાન દરમ્યાન પશ્ચિમ બંગાળની ઉલુબેરિયામાં તૃણમૂલ કોંગ્રેસના નેતાના ઘરેથી ઈવીએમ અને વીવીપેટ જપ્ત થયાં છે. ચૂંટણી પંચે આ મામલે સેક્ટર અધિકારીને સસ્પેન્ડ કરી નાખ્યા છે. ચૂંટણી પંચે ઘટના પર જાણકારી આપતા કહ્યું કે, સેક્ટર અધિકારીને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ રિઝર્વ ઈવીએમ હતું જેને હવે ચૂંટણી પ્રક્રિયાથી હટાવી દેવામાં આવ્યું છે. આમાં સામેલ તમામ લોકો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરાશે. રાજ્યમાં પાંચ તબક્કાના મતદાન થવાના બાકી છે. 2 મે 2021ના રોજ મતગણતરી થશે.

ચૂંટણી પંચે કહ્યું કે મામલામાં સેક્ટર અધિકારી સાથે જોડાયેલા સેક્ટર પોલીસ અધિકારીને પણ સસ્પેન્ડ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ઉપરોક્ત ઈવીએમ અને વીવીપેટને સ્ટૉકથી બહાર કરી દેવામાં આવ્યાં છે અને ચૂંટણીમાં તેનો ઉપયોગ નહિ કરાય.
જો કે ચૂંટણી પંચે તૃણમૂલ કોંગ્રેસના જે નેતાના ઘરેથી ઈવીએમ અને વીવીપેટ મળી આવ્યાં છે તે નેતાનું નામ નથી જણાવ્યું. મીડિયા રિપોર્ટ્સ મુજબ તૃણમૂલ કોંગ્રેસના નેતા ગૌતમ ઘોષના ઘરેથી ઈવીએમ અને વીવીપેટ મળી આવ્યાં છે.
-
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત






Click it and Unblock the Notifications
