For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મમતા બેનર્જી પર હુમલા માટે ચૂંટણી પંચ પહોંચ્યુ ટીએમસી, કહ્યુ - ભાજપ MPએ પહેલા જ લખી દીધુ હતુ 'કંઈક થવાનુ છે'

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર બુધવારે સાંજે નંદીગ્રામમાં થયેલ કથિત હુમલા મામલે ફરિયાદ લઈને તૃણમૂલ કોંગ્રેસ ચૂંટણી પંચ પાસે પહોંચ્યુ.

|
Google Oneindia Gujarati News

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર બુધવારે સાંજે નંદીગ્રામમાં થયેલ કથિત હુમલા મામલે ફરિયાદ લઈને તૃણમૂલ કોંગ્રેસ ચૂંટણી પંચ પાસે પહોંચ્યુ. ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયન અને રાજ્ય સરકારમાં મંત્રી ચંદ્રિકા ભટ્ટાચાર્ય અને પાર્થ ચેટર્જીએ આજે બપોરે કોલકત્તામાં ચૂંટણી પંચના કાર્યાલય પહોંચીને અહીંના અધિકારીઓએ સાથે મુલાકાત કરી. ટીએમસી પ્રતિનિધિ મંડળે આ મામલે ચૂંટણી પંચને માંગ કરી છે કે તેમના પાર્ટી પ્રમુખ પર હુમલો કરનારા સામે કાર્યવાહી કરવામાં આવે.

tmc

ચૂંટણી પંચના કાર્યાલયમાંથી નીકળ્યા બાદ ટીએમસીના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયને કહ્યુ કે 9 માર્ચે પંચે ડીજીપીને બદલ્યા, આગલા દિવસે 10 માર્ચે એક ભાજપ સાંસદે સોશિયલ મીડિયા પર લખ્યુ કે તમે સમજી જશો કે સાંજે 5 વાગ્યા પછી શું થવાનુ છે. ત્યારબાદ બુધવારે સાંજે છ વાગે નંદીગ્રામમાં મમતા દીદી સાથે આ દૂર્ઘટના બની. આનાથી ઘણુ બધુ સમજમાં આવી રહ્યુ છે કે કઈ રીતે આ અંજામ આપવામાં આવ્યો છે. અમે ઈચ્છીએ છીએ કે આ ઘટનાની સચ્ચાઈ સામે આવે.

તેમણે ભાજપ, કોંગ્રેસ નેતાઓના નિવેદન પર કહ્યુ કે આ ઘટનાને ખોટી ગણાવવામાં આવી રહી છે અને હલકી નિવેદનબાજી કરવામાં આવી રહી છે. અમે કહેવા માંગીએ છીએ કે જઈને ડૉક્ટરોને મળો અને પૂછો કે શું થયુ છે. મમતા બેન્રજી પર હુમલા મામલે પોલિસે આઈપીસીની કલમ 341 અને 323 હેઠળ કેસ નોંધી લીધો છે. વળી, ટીએમસી બાદ ભાજપનુ પ્રતિનિધિ મંડળ પણ ચૂંટણી પંચ પહોંચ્યુ છે. ભાજપે ચૂંટણી પંચને મમતા બેનર્જી સાથે બનેલી ઘટનાનો આખો વીડિયો જાહેર કરવાની અપીલ કરી છે.

બુધવારે સાંજે ઘાયલ થયા છે મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળમાં નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જી ઘાયલ થઈ ગયા હતા. મમતાના પગમાં ઈજા થઈ ત્યારબાદ તેમના રાતે ઈલાજ માટે કોલકત્તાની એસએસકેએમ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ડૉક્ટરોએ જણાવ્યુ છે કે મમતા બેનર્જીને ઘણી જગ્યાએ ઈજાઓ થઈ છે. મમતા બેનર્જીના ડાબા પગની ઘૂંટીમાં ગંભીર ઈજા થઈ છે. આ ઉપરાંત પગમાં ઈજા અને જમણા ખભા પર પણ ઈજા છે. ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે ભાજપના લોકોએ નિશાન બનાવીને મમતા બેનર્જી પર આ હુમલો કર્યો છે.

મમતા બેનર્જી પર હુમલોઃ ભાજપ-કોંગ્રેસે કરી CBI તપાસની માંગમમતા બેનર્જી પર હુમલોઃ ભાજપ-કોંગ્રેસે કરી CBI તપાસની માંગ

English summary
West Bengal Elections: TMC meet Election Commission over alleged attack on Mamata Banerjee.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X