• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મમતાના પક્ષ TMCને હરાવવા હવે આ રીતે બંગાળી ઈમેજ બનાવશે ભાજપ

|

પશ્ચિમ બંગાળમાં ભાજપના રાષ્ટ્રવાદ અને હિન્દુત્વ સામે સીએમ મમતા બેનર્જીની ટીએમસી છેલ્લા કેટલાક સમયથી બંગાળી અસ્મિતાને ખૂબ જ મહત્વ આપી રહી છે. તેમણે ઘણી વખત ટક્કરની સ્થિતિ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ પર બહારી હોવાનો આરોપ લગાવીને બંગાળી સહાનુભૂતિ મેળવવાનો પ્રયત્ન કર્યો છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળના મિડલ ક્લાસ બુદ્ધિજીવિયો માટે બંગાળી અસ્મિતા ખૂબ જ મહત્વની છે. હવે ભાજપે તૃણમુલને તેના જ હથિયારથી માત આપવાની રણનીતિ પર કામ શરૂ કર્યું છે. હવે ભાજપ પણ બંગાળમાં પોતાની બંગાળી ઈમેજ બનાવવા ઈચ્છે છે, એટલે ટીએમસીની જેમ દુર્ગા પૂજા કમિટિમાં સામેલ થવાના પ્રયત્નો શરૂ થઈ ચૂક્યા છે, અને બદલાયેલા રાજકીય માહોલમાં આમ કરવું સરળ પણ બન્યું છે.

ભાજપા બંગાળમાં આતંકી સંગઠનની જેમ કામ કરી રહ્યું છે: ટીએમસી

ભાજપે કેમ બદલવી પડી રણનીતિ?

ભાજપે કેમ બદલવી પડી રણનીતિ?

બંગાળમાં ભાજપ અત્યાર સુધી રામનવમી અને હનુમાન જયંતી જ મનાવતી હતી, પરંતુ તૃણમુલના પ્રભાવને કારણએ દુર્ગા પૂજા સમિતિમાં ઘૂસવું મુશ્કેલ હતું. લોકસભા ચૂંટણીમાં જ્યારે ભાજપ તરફથી જય શ્રી રામના નારા લગાત હતા ત્યારે મમતા બેનર્જી તરફથી તેને બિનબંગાળી રંગ આપવાના પ્રયત્ન થતા હતા. ખુદ મમતા બેનર્જી પોતાને મુસલમાનોાન એક માત્ર હિમાયતી ગણાવે છે. અને ભાજપને બિન બંગાળી પાર્ટી તરીકે રજૂ કરવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. ખાસ કરીને કોલકાતામાં જ્યારે અમિત શાહના રોડ શો દરમિયાન ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તૂટી તો મમતાએ આ મુદ્દાને બંગાળની મર્યાદા સાથે જોડી દીધો હતો. બાદમાં તે સતત ભાજપના કાર્યકર્તાઓ પર બહારથી આવીને બંગાળમાં તોફાન કરવાનો આરોપ લગાવતા રહ્યા છે. આ કડીમાં ટીએમસી અચાનક બંગાળી મહાપુરુષોના ગુણગાન પણ ગાઈ રહી છે. સંસદમાં પણ તેમના સાંસદોએ જય બાંગ્લાનો નારો લગાવીને પોતાનો ઈરાદો સ્પષ્ટ કર્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રી પોતાના સંબોધનમાં બંગાળી પર ભાર મૂકે છે અને હિન્દી બોલતા લોકોને બાંગ્લા શીખવા કહી રહી છે. એટલે જ ભાજપ હવે પોતાની તાકાતનો ઉપયોગ કરીને દુર્ગા પૂજા સમિતિમાં ઘૂસવા ઈચ્છે છે. દુર્ગા વિસર્જન દરમિયાન મમતાએ મુસ્લિમ હિતમાં નિર્ણય કરવાનો આરોપ લગાવનારું ભાજપ હવે તે આયોજનમાં સક્રિય રીતે સામેલ થઈને બંગાળી બુદ્ધિજીવી વર્ગ અને મિડલક્લાસમાં મિક્સ થવા ઈચ્છે છે.

દુર્ગા પૂજામાં સક્રિય થશે ભાજપ

દુર્ગા પૂજામાં સક્રિય થશે ભાજપ

ચર્ચા છે કે દુર્ગા પૂજા સમિતિઓમાં તૃણમુલનો દબદબો સમાપ્ત કરવા માટે ભાજપે અત્યારથી જ દુર્ગા પૂજાના આયોજકો સાથે સંપર્ક શરૂ કરી દીધો છે. પક્ષના નેતૃત્વને લાગી રહ્યું છે કે જો ભાજપ બંગાળમાં બંગાળી ઈમેજ બનાવવા ઈચ્છતું હોય તો દુર્ગા પૂજા એક સહજ માધ્યમ છે. આ વર્ષે દુર્ગા પૂજાનું આયોજન 4 ઓક્ટોબરથી થવાનું છે, જેના માટે અત્યારથી જ આયોજકો અને કમિટીના ગઠનનું કામ શરૂ થઈ ચૂક્યુ છે. ઈન્ડિયન એક્સપ્રેસના કહેવા પ્રમાણે ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે પોતાનો ઈરાદો અત્યારથી જ સ્પષ્ટ કરી દીધો છે. તેમણે કહ્યું કે,'આખા બંગાલમાં અમારી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દુર્ગા પૂજાનો ભાગ બનશે. હું ખુદ પૂજાનું ઉદઘાટન કરીશ.'

પૂજા સમિતિમાં સામેલ થવા માટે શું કરે છે ભાજપ?

પૂજા સમિતિમાં સામેલ થવા માટે શું કરે છે ભાજપ?

દુર્ગા પૂજા બંગાળી અસ્મિતા અને બંગાળી સંસ્કૃતિ સાથે જોડાયેલો મહાપર્વ છે. બંગાળી જનમાનસ સાથે જોડાયેલા રહેવાની કોઈ મોટી તક ભાજપ છોડવા નથી માગતુ. એટલે નોર્થ કોલકાતાના ભાજપના જીલ્લા અધ્યક્ષ દિનેશ પાંડે કહે છે કે,'અમે પાર્ટીના તમામ નેતાઓ, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને પૂજા સમિતિનો ક્લબોનો સંપર્ક કરવા કહ્યું છે. આ બંગાળનો સૌથી મોટો તહેવાર છે, અને અમે આયોજન સમિતિનો ભાગ બનવા ઈચ્છીએ છીએ. જો કે ટીએમસીની જેમ અમે તેના પર નિયંત્રણ રાખવા નતી માગતા.' પક્ષ તરફથી આયોજન સમિતિને વાયદો કરાઈ રહ્યો છે કે તેઓ ઈચ્છશે તો ભાજપ સારા સ્પોન્સર પણ લાવી આપશે. દુર્ગા પૂજામાં થનારા મોટા ખર્ચને કારણે સારા સ્પોન્સર્સ લાવીને ભાજપ પણ આયોજન સમિતિ પર ટીએમસીની જેમ પ્રભાવ જમાવવા ઈચ્છે છે.

દુર્ગા પૂજામાં મોટા નેતાઓને પણ બોલાવી શકે છે ભાજપ

દુર્ગા પૂજામાં મોટા નેતાઓને પણ બોલાવી શકે છે ભાજપ

આખા બંગાળમાં મોટી મોટી હસ્તીઓ દ્વારા દુર્ગા પૂજા શરૂ કરાવવાની પરંપરા છે. મનાઈ રહ્યુ છે કે બંગાળનું ભાજપ એકમ આ માટે પણ ગોઠવણ કરી રહ્યું છે. ચર્ચા છે કે ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ જેવા નેતાઓના માદ્યમથી પૂજા આયોજનના ઉદ્ઘાટનની યોજના ઘડાઈ રહી છે. અત્યાર સુધી પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા સમિતિ પર ટીએમસીનો દબદબો છે. ભાજપ માટે સારી વાત એ છે કે લોકસભા ચૂંટણી બાદ કેટલાક વિસ્તારોમં જ્યા ખાસ કરીને ભાજપ જીત્યું છે ત્યાં તેને પૂજા ક્લબમાં સામેલ થવા આમંત્રણ મળી રહ્યા છે. જેને કારણે ભાજપના નેતાઓનો ઉત્સાહ વધ્યો છે.

English summary
West bengal politics: BJP wants to join durga puja committies
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X