પશ્ચિમ બંગાળમાં RSS કાર્યકર્તા સહીત ગર્ભવતી પત્ની અને દીકરાની હત્યા
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં પતિ-પત્ની અને તેમના 6 વર્ષના પુત્રની નિર્દયતાથી હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે.
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં પતિ-પત્ની અને તેમના 6 વર્ષના પુત્રની નિર્દયતાથી હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વ્યવસાયે શાળાના શિક્ષક બંધુ પ્રકાશ પાલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. બુધવારે મુર્શિદાબાદના જિયાગંજ વિસ્તારમાં બંધુ પ્રકાશ પાલ, તેની પત્ની બ્યૂટી અને 6 વર્ષના પુત્ર આનંદપાલની હત્યા કરાઈ હતી. ત્રણેયના મૃતદેહ ઘરમાં લોહીથી લથબથ મળી આવ્યા હતા.
પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, પાલુ પ્રકાશની પાલની પત્ની ગર્ભવતી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ કરી હતી, ત્યારબાદ જિયાગંજ વિસ્તારમાં આવેલા ઘરમાંથી ત્રણ લોહીથી લથાયેલા મૃતદેહો બહાર આવ્યા હતા.
Warning:Gruesome video
— Sambit Patra (@sambitswaraj) October 10, 2019
This has shaken my conscience ...a RSS worker Sh Bandhu Prakash Pal,his eight months pregnant wife & his kid were brutally slaughtered in West Bengal’s Murshidabad
Not a word by the liberals
Not a letter by 59 liberals to Mamata
Nauseating Selectivism! pic.twitter.com/EHPPDCLRqc
આ હત્યાકાંડનો એક વીડિયો પણ સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો તેના પર પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.
આ પણ વાંચો: સમય પર એમ્બ્યુલન્સ ન પહોંચતા ગુજરાતના CM વિજય રુપાણીના પિતરાઈ ભાઈનુ મોત