For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું આપણા પડોશી દેશોમાં સસ્તુ વેચાઈ રહ્યુ છે પેટ્રોલ-ડિઝલ?

પેટ્રોલ-ડિઝલના વધતા ભાવો આપણા પડોશી દેશોને પણ હેરાન કરી રહ્યા છે અને ત્યાં સુધી કે અમેરિકા અને બ્રિટન પણ આની હેરાનગતિ અનુભવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. લોકો ચિંતિત છે અને સરકાર પોતાને લાચાર ગણાવી રહી છે. તે ભાવો વધવા પાછળ તમામ આંતરરાષ્ટ્રીય કારણ ગણાવી રહી છે પરંતુ સામાન્ય લોકોને રાહત આપવા માટે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા પર રાજી દેખાતી નથી. ગયા ચાર વર્ષમાં સરકારે ઓછામાં ઓછુ એક ડઝન વાર તેલ પર એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો છે. સરકારની એ વાત સાચી છે કે તેલના ભાવોમાં વધારા પાછળ ઘણા આંતરરાષ્ટ્રીય કારણ છે અને એવુ નથી કે તેલના ખેલે હાલમાં માત્ર ભારતને જ હેરાન કરી મૂક્યુ છે. પેટ્રોલ-ડિઝલના વધતા ભાવો આપણા પડોશી દેશોને પણ હેરાન કરી રહ્યા છે અને ત્યાં સુધી કે અમેરિકા અને બ્રિટન પણ આની હેરાનગતિ અનુભવી રહ્યા છે.

ભાવમાં વધુ ઉછાળો આવશે

ભાવમાં વધુ ઉછાળો આવશે

કહેવામાં આવી રહ્યુ છે કે નવેમ્બર બાદથી હાલત વધુ બગડી શકે છે જ્યારે અમેરિકા, ઈરાન પર ઘણા પ્રતિબંધ લગાવશે. ત્યારબાદ ઈરાન પાસેથી જો બહારના દેશો તેલ નહિ ખરીદે તો આના ભાવમાં વધુ ઉછાળો આવશે. ભારત પણ ઈરાન પાસેથી મોટી માત્રામાં કાચુ તેલ ખરીદે છે.

શું છે પડોશીઓના હાલ?

આ પણ વાંચોઃજવાનોને સોશિયલ મીડિયાથી દૂર રાખવા સંભવ નથીઃ બિપિન રાવતઆ પણ વાંચોઃજવાનોને સોશિયલ મીડિયાથી દૂર રાખવા સંભવ નથીઃ બિપિન રાવત

પાકિસ્તાન

પાકિસ્તાન

આપણા પડોશી દેશ પાકિસ્તાનમાં પણ તેલના ભાવો વધી રહ્યા છે પરંતુ ત્યાં ગયા સપ્તાહે જ નવા પ્રધાનમંત્રી ઈમરાન ખાને પેટ્રોલ-ડિઝલ અને કેરોસીનના ભાવોમાં ઘટાડો કર્યો. પાકિસ્તાનમાં હાલમાં ભારતના રૂપિયાના હિસાબે પેટ્રોલના ભાવમાં 65 રૂપિયા 2 પૈસા છે અને ડિઝલ 61 રૂપિયા 56 પૈસા પ્રતિ લિટર મળી રહ્યુ છે.

ચીન

ચીન

ચીનમાં લેટેસ્ટ આંકડા દર્શાવે છે કે ત્યાં દેશમાં તેલના સરેરાશ ભાવ 78 રૂપિયા 95 પૈસા છે. બેઈજિંગમાં પેટ્રોલના ભાવ 70 રૂપિયા 49 પૈસા અને ડિઝલના ભાવ પણ 70 રૂપિયા 49 પૈસા પ્રતિ લિટર છે. 2017 થી ચીન દુનિયામાં સૌથી વધુ કાચા તેલની આયાત કરી રહ્યુ છે.

શ્રીલંકા

શ્રીલંકા

શ્રીલંકામાં તેલના ભાવો મહિનાની દર 10 મી તારીખે બદલાય છે. ગયા મહિને થયેલા વધારા બાદ ત્યાં પેટ્રોલના ભાવ 69 રૂપિયા 14 પૈસા અને ડિઝલના ભાવમાં 51 રૂપિયા 9 પૈસા પ્રતિ લિટર છે. શ્રીલંકાએ હાલમાં જ તેલના ભાવમાં દર મહિને ફેરફારનો ફોર્મ્યુલા અપનાવ્યો છે.

નેપાળ

નેપાળ

ભારતના રૂપિયાના હિસાબે નેપાળમાં હાલમાં પેટ્રોલના ભાવ 71 રૂપિયા 25 પૈસા અને ડિઝલના ભાવ 59 રૂપિયા 43 પૈસા પ્રતિ લિટર છે. ભારતની જેમ નેપાળના રૂપિયામાં પણ ડૉલરના મુકાબલે ઘટાડો થયો છે અને આની અસર ત્યાંના તેલના ભાવો પર દેખાઈ રહ્યો છે.

અમેરિકા

અમેરિકા

દુનિયાની સૌથી મજબૂત અર્થવ્યવસ્થા અને તેલના ખેલમાં સૌથી માહિર અમેરિકામાં પેટ્રોલ 58 રૂપિયા 38 પૈસા અને ડિઝલ 58 રૂપિયા 9 પૈસા પ્રતિ લિટર વેચાઈ રહ્યુ છે. અમેરિકા દુનિયાના સૌથી વધુ ઉત્પાદક દેશોમાંનુ એક છે. અમેરિકામાં તેલના ભાવો યુરોપના બાકીના દેશોથી ઓછા છે.

બ્રિટન

બ્રિટન

યુરોપીય દેશોની જેમ બ્રિટને પણ તેલ પર ઘણો વધુ ટેક્સ લગાવ્યો છે. ત્યાં લોકોને પેટ્રોલ માટે 119 રૂપિયા 9 પૈસા અને ડિઝલ માટે 121 રૂપિયા અને 8 પૈસા પ્રતિ ગેલન આપવુ પડી રહ્યુ છે. પરંતુ એક ગેલન 3.7854 લિટર બરાબર હોય છે. તો દુનિયાભરમાં કાચા તેલના ભાવોમાં ઉછાળાના કારણે દરેક જગ્યાએ પેટ્રોલ-ડિઝલના ભાવોમાં વધારો થયો છે. પરંતુ જો ઉપર જણાવેલ તમામ દેશોમાં તેલના ભાવોને ભારતના રૂપિયાના હિસાબે આંકવામાં આવે તો બધી જગ્યાએ ભાવ ભારતથી ઓછા છે. ભારતમાં મોટાપાયે તેલ પર કેન્દ્ર દ્વારા એક્સાઈઝ ડ્યુટી લગાવવામાં આવે છે અને પછી દરેક રાજ્ય પોતાના હિસાબે આના પર વેટ વસૂલે છે. પેટ્રોલ-ડિઝલને જીએસટીમાં લાવવાની વાત તો થઈ રહી છે પરંતુ તે ક્યારે થશે અને શું તેના દરો મહત્તમ 28 ટકા હશે એ કહેવુ મુશ્કેલ છે.

આ પણ વાંચોઃઅટલ પેન્શન યોજના સંબંધિત 15 સવાલો જે તમારા મનમાં ઉઠી શકે છેઆ પણ વાંચોઃઅટલ પેન્શન યોજના સંબંધિત 15 સવાલો જે તમારા મનમાં ઉઠી શકે છે

English summary
what are the prices of Petrol and Diesel in our neighboring countries and US-UK ?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X