Lok Sabha Election 2024 : ચંદ્રબાબુ, નીતિશ કુમાર અને ચિરાગ પાસવાને સમર્થનના બદલામાં શું માગ્ચુ?
Lok Sabha Election 2024 : લોકોએ નકારી કાઢેલી બીજેપી હવે સરકાર બનાવવા માટે સહયોગીઓના ભરોષે છે. બીજી તરફ સહયોગીઓ પણ આ મોકાનો પુરો ફાયદો ઉઠાવી રહ્યાં છે.
ભાજપે આ વખતે 240 બેઠકો જીતી છે અને એનડીએના ઘટક ટીડીપીએ 16, જેડીયુએ 12, શિવસેનાને 7 અને, એલજેપીએ 5 બેઠકો પર તેમજ જેડીએસ 2 બેઠકો પર જીતી છે. અન્ય સાથી પક્ષોને 1-1 સીટ મળી છે.

સરકાર બનાવવા માટે ભાજપને તમામ ગઠબંધન ભાગીદારોના સમર્થનની જરૂર છે. આવી સ્થિતિમાં કોઈ પણ પક્ષ ગઠબંધનમાંથી બહાર ન જાય તે જરૂરી છે અને તમામ પક્ષોને સાથે રાખવા માટે તમામ ઘટક પક્ષોને ખુશ રાખવા પણ જરૂરી છે.
દિલ્હીમાં NDAની મહત્વની બેઠક યોજાઈ. ટીડીપી પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુ, જેડીયુના નેતા અને બિહારના સીએમ નીતિશ કુમાર, શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના નેતા ચિરાગ પાસવાન આ બેઠકમાં સામેલ થયા.
આ બેઠકમાં આ નેતાઓ ઉપરાંત ભાજપ અને તેના અન્ય સહયોગી પક્ષોના ટોચના નેતાઓએ પણ ભાગ લીધો. બધાએ સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને પોતાના નેતા તરીકે પસંદ કર્યા છે. બેઠક પહેલા એવા અહેવાલો છે કે એનડીએના સહયોગી દળોએ સરકારની રચના પહેલા જ ભાજપ પર દબાણ બનાવવાનું શરૂ કરી દીધું છે.
સૂત્રોનું માનીએ તો જેડીયુએ કેબિનેટમાં 2 મંત્રી અને 2 રાજ્ય મંત્રીઓની માંગણી કરી છે. આ સિવાય શિવસેનાના એકનાથ શિંદે પણ 1 કેબિનેટ અને 2 રાજ્ય મંત્રી ઈચ્છે છે.
આ સિવાય ચિરાગ પાસવાન કેબિનેટમાં વધુ એક રાજ્ય મંત્રીની માંગ કરી શકે છે. આ સાથે જ જીતન રામ માંઝીને પણ મોદી સરકારમાં કેબિનેટ મંત્રી બનવાની આશા છે.
સૂત્રો અનુસાર, ટીડીપી સહિત અન્ય સહયોગીઓ તરફથી માંગણીઓ આવવા લાગી છે. આ બધામાં સૌથી મોટી માંગ લોકસભા અધ્યક્ષ પદની થવાની છે, જેના પર TDPએ દાવો કરવાનું શરૂ કરી દીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે ચંદ્રબાબુ નાયડુ 5 થી 6 અથવા તેનાથી વધુ મંત્રાલયોની માંગ કરી શકે છે.
TDP ની ક્યા મંત્રાલયો પર નજર?
લોકસભા અધ્યક્ષ પદ
માર્ગ પરિવહન
ગ્રામીણ વિકાસ
આરોગ્ય
હાઉસિંગ અને શહેરી બાબતો
કૃષિ
પાણી શક્તિ
માહિતી અને પ્રસારણ શિક્ષણ નાણા (રાજ્ય મંત્રી)
રાજ્ય માટે વિશેષ દરજ્જાની પણ માંગ કરી શકે છે.
એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ચંદ્રાબાબુ નાયડુ આંધ્રપ્રદેશ માટે અને નીતીશ કુમાર બિહાર માટે વિશેષ દરજ્જાની માંગ કરી શકે છે. બંને રાજ્યો લાંબા સમયથી વિશેષ દરજ્જાની માંગ કરી રહ્યા છે.
દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ઐતિહાસિક રીતે પછાત રાજ્યોને વિશેષ દરજ્જો આપવામાં આવે છે. આ નિર્ણય નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (NDC) દ્વારા લેવામાં આવે છે.












Click it and Unblock the Notifications
