• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધુબાલાએ છેલ્લી મુલાકાતમાં દિલીપકુમારને શું કહ્યું?

મધુબાલાએ છેલ્લી મુલાકાતમાં દિલીપકુમારને શું કહ્યું?
By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

"મારા પિતા મારી મમ્મીને ચીડવતા કે હું મધુબાલાને પ્રેમ કરું છું, પણ મારી અમ્મી નિશ્ચિંત હતી, તે જાણતી હતી કે લાખો લોકો મધુબાલાને પ્રેમ કરે છે. ફરક એ વાતથી પડે છે કે મધુબાલા કોને પ્રેમ કરે છે?"

2016માં રજૂ થયેલી ફિલ્મ 'હૅપી ભાગ જાયેગી'માં અભય દેઓલ તથા અલી ફઝલ વચ્ચેનો આ સંવાદ દિલીપકુમારના અભિનય સમ્રાટના જીવનની 'ટ્રૅજેડી' તથા 'અપૂર્ણ અધ્યાય'ની વાત કહી જાય છે.

દિલીપકુમારે તેમની છ દાયકા લાંબી ફિલ્મ કારકિર્દીમાં માત્ર 63 ફિલ્મોમાં અભિનય કર્યો, પરંતુ હિંદી સિનેમાજગતમાં તેમણે અભિનયની નવી વ્યાખ્યા આપી છે.

એક જમાનામાં દિલીપકુમાર ભારતના ફૂટબૉલ ખેલાડી બનવાનું સપનું સેવી રહ્યા હતા.

ખાલસા કૉલેજમાં તેમની સાથે અભ્યાસ કરનારા રાજ કપૂર જ્યારે પારસી યુવતીઓ સાથે ફ્લર્ટ કરતા રહેતા, ત્યારે તેઓ ઘોડાગાડીના ખૂણામાં બેસી આ બધું જોતા રહેતા.

કોને ખબર હતી કે આ વ્યક્તિ એક દિવસ ભારતના ફિલ્મરસિકોને મૌનની ભાષા શીખવાડશે, અને તેમની એક નજર તે બધું કહી જશે, જે સંખ્યાબંધ પાનાંઓ ભરીને લખાયેલા સંવાદો પણ ન કહી શકે.

દિલીપકુમારની તસવીર

દિલીપકુમાર, રાજ કપૂર અને દેવ આનંદને 'ભારતીય ફિલ્મજગતની ત્રિમૂર્તિ' તરીકે ઓળખવામાં આવે છે.

જેટલાં બહુમુખી પાસાંઓ દિલીપકુમારના અભિનયમાં હતા, તેટલાં કદાચ અન્ય બેના અભિનયમાં નહોતા.

રાજ કપૂરે ચાર્લી ચેપ્લિનને પોતાના આદર્શ ગણાવ્યા હતા તો બીજી તરફ દેવાનંદ ગ્રેગરી પેકનો અંદાજ ધરાવનારા, સુસંસ્કૃત અને અદાઓથી ભરપૂર અભિનેતાની છબીમાંથી બહાર નહોતા આવી શક્યા.

દિલીપકુમારે 'ગંગા જમના' ફિલ્મમાં એક મુફલિસના પાત્રને જેટલી આગવી રીતે ભજવ્યું, તેટલી જ આગવી રીતે તેમણે 'મુઘલ-એ-આઝમ'માં એક મુઘલ શાહજાદાનું પાત્ર ભજવ્યું હતું.

અભિનેત્રી દેવિકા રાની સાથે થયેલી તેમની સંજોગવશાત્ મુલાકાતે તેમના જીવનમાં આમૂલ પરિવર્તન આણ્યું હતું.

1940ના દાયકામાં ભારતીય ફિલ્મજગતમાં દેવિકા રાની સારી એવી નામના ધરાવતાં હતાં. પેશાવરના ફળોના વેપારીના પુત્ર યુસુફખાનને 'દિલીપકુમાર' બનાવ્યા તેમાં તેમનું મોટું યોગદાન હતું.

એક ફિલ્મનું શૂટિંગ જોવા 'બૉમ્બે ટૉકીઝ' ગયેલા હેન્ડસમ યુસુફ ખાનને દેવિકા રાનીએ પૂછ્યું કે શું તમે ઉર્દૂ જાણો છે? યુસુફ ખાને 'હા' કહેતા જ તેમણે બીજા સવાલ કર્યો હતો, 'શું તમે અભિનેતા બનશો?' પછી જે બન્યું તે ઇતિહાસ છે.


યુસુફ ખાન ઉર્ફે દિલીપકુમાર

દેવિકારાનીનો અભિપ્રાય હતો કે રોમૅન્ટિક હીરોનું 'યુસુફ ખાન' નામ હોવું વધારે આકર્ષક નહીં નીવડે.

તે સમયે 'બૉમ્બે ટૉકીઝ'માં ફરજ બજાવતા અને બાદમાં હિંદી સાહિત્યના જાણીતા કવિ તરીકે નામના પામેલા નરેન્દ્ર શર્માએ ત્રણ નામ સૂચવ્યા હતા. જહાંગીર, વાસુદેવ અને દિલીપકુમાર.

યુસુફ ખાને પોતાનું નવું નામ 'દિલીપકુમાર' અપનાવ્યું હતું. આમ કરવાનું અન્ય એક કારણ એ પણ હતું કે તેમના રૂઢિગત વિચારો ધરાવનારા પિતાને પોતાના અસલી વ્યવસાય વિશે તેઓ જાણ નહોતા થવા માગતા.

ફિલ્મજગત સાથે જોડાયેલા લોકો વિશે દિલીપકુમારના પિતાનો અભિપ્રાય બહુ સારો નહોતો અને તેઓ ફિલ્મજગતના લોકોને 'નૌટંકીવાલા' કહી મજાક ઉડાવતા હતા.

રસપ્રદ વાત એ છે કે તેમણે પોતાની સમગ્ર કારકિર્દીમાં માત્ર એકવાર જ મુસ્લિમ વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું. તે ફિલ્મ હતી કે. આસિફની 'મુઘલ-એ-આઝમ'.


સિતારની તાલીમ

છ દાયકાની ફિલ્મ કારકિર્દીમાં દિલીપકુમારે કુલ 63 ફિલ્મો કરી અને દરેક પાત્રમાં પોતાની જાતને ડૂબાડીને અભિનય કર્યો.

ફિલ્મ 'કોહિનૂર'માં એક ગીતમાં સિતારવાદકનું પાત્ર ભજવવા માટે તેમણે વર્ષો સુધી ઉસ્તાદ અબ્દુલ હલીમ ઝાફર ખાન પાસે સિતારવાદન શીખ્યું હતું.

બીબીસી સાથેની વાતચીત દરમિયાન દિલીપકુમારે કહ્યું હતું, "સિતાર કેવી રીતે પકડવું તે શીખવા માટે મેં વર્ષો સુધી સિતાર વગાડવાની તાલીમ લીધી હતી. સિતારના તારના કારણે મારી આંગળીમાં ઈજા પણ પહોંચી હતી."

'નયા દૌર' ફિલ્મના નિર્માણ સમયે તેમણે ઘોડાગાડી ચલાવવાની તાલીમ લીધી હતી. આ જ કારણ હતું કે જાણીતા ફિલ્મ દિગ્દર્શક સત્યજિત રેએ તેમને સર્વશ્રેષ્ઠ ''મૅથડ્ અભિનેતા'ની ઉપમા આપી હતી.

આમ તો દિલીપકુમારે ઘણી અભિનેત્રીઓ સાથે કામ કર્યું હતું, પરંતુ મધુબાલા સાથેની તેમની જોડી સૌથી વધુ લોકપ્રિય બની હતી. જેમની સાથે તેમને પ્રેમ પણ થયો હતો.


મધુબાલા સાથે અણબનાવ

પોતાની આત્મકથામાં દિલીપકુમાર સ્વીકારે છે કે તેઓ મધુબાલા પ્રત્યે આકર્ષિત હતા, એક અભિનેતા તરીકે પણ અને એક પુરુષ તરીકે પણ.

દિલીપકુમાર કહે છે કે મધુબાલા ખૂબ જ જાજરમાન અને સ્ફૂર્તિલા હતા. મારા જેવા શરમાળ અને સંકોચ અનુભવતા વ્યક્તિને પણ તેમની સાથે વાતચીત કરવામાં કોઈ મુશ્કેલી નહોતી પડતી.

મધુબાલાના પિતાના કારણે આ પ્રણયકથા વધુ સમય સુધી નહોતી ટકી શકી.

મધુબાલાના નાના બહેન મધુર ભૂષણ યાદ કરે છે, "મારા પિતાને એવું લાગતું હતું કે દિલીપકુમાર મધુબાલાથી ઉંમરમાં મોટા છે."

જો કે તેઓ બન્ને 'મેડ ફૉર ઇચ અધર' હતા. ખૂબ સુંદર યુગલ હતું, પરંતુ પિતા આ બાબતે મંજૂર નહોતી આપતા.

મારી બહેન તેમની વાત ન માનતી અને કહેતી કે તે દિલીપકુમારને પ્રેમ કરે છે, પરંતુ જ્યારે બી.આર. ચોપરાની 'નયા દૌર' ફિલ્મ માલે કોર્ટકેસ થયો, ત્યારે મારા પિતા અને દિલીપકુમાર વચ્ચે અણબનાવ થયો હતો."

મધુર ભૂષણ કહે છે, "કોર્ટમાં તેઓ બન્ને વચ્ચે સમાધાન પણ થયું હતું. બાદમાં દિલીપકુમારે મારી બહેનને લગ્ન કરવાનું કહ્યું હતું."

"મારી બહેને કહ્યું હતું, હું તમારી સાથે ચોક્કસપણે લગ્ન કરીશ, પરંતુ તેની પહેલાં તમે મારા પિતાને 'સોરી' કહી દો, પરંતુ દિલીપકુમારે આ વાતનો ઇન્કાર કર્યો હતો."

"પછી મારી બહેને એમ કહ્યું કે તમે ઘરે આવી તેમને ગળે મળો, પરંતુ દિલીપકુમાર માન્યા નહીં. ત્યારથી બન્ને વચ્ચે બ્રેકઅપ થયું હતું."

પોતાની જીવનીમાં દિલીપકુમારે લખ્યું છે: 'મધુબાલાના પિતા ઇચ્છતા હતા કે હું અને મધુબાલા માત્ર તેમની જ પ્રોડક્શન કંપનીની ફિલ્મોમાં જ કામ કરીએ.'

'હું મધુબાલાના પિતાના હાથનું રમકડું નહોતો બનવા માગતો. આ મુદ્દે મધુબાલાએ પણ મને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હું ન માન્યો અને'


અણબનાવ વચ્ચે થયો પ્રેમ

'મુઘલ-એ-આઝમ' બની રહી હતી ત્યારે વાત ત્યાં સુધી આવી પહોંચી હતી કે બન્ને વચ્ચે વાતચીત પણ નહોતી થતી.

'મુઘલ-એ-આઝમ'ના ક્લાસિક ગણાતા મયુરપંખના રોમેન્ટિક દૃશ્યનું આ સમયગાળા દરમિયાન ફિલ્માંકન કરવામાં આવ્યું હતું.

ત્યારે મધુબાલા અને દિલીપકુમારે જાહેરમાં એકબીજાને ઓળખવાનું પણ બંધ કરી દીધું હતું.

સાયરાબાનુ સાથે દિલીપકુમારના લગ્ન બાદ મધુબાલા ખૂબ બીમાર પડ્યાં હતાં. ત્યારે તેમણે સંદેશો મોકલાવ્યો હતો કે તેઓ દિલીપકુમારને મળવા માગે છે.

જ્યારે દિલીપકુમાર મળવા ગયા, ત્યારે મધુબાલા ખૂબ અશક્ત હાલતમાં હતા. જે જોઈને દિલીપકુમારને ખૂબ દુખ થયું હતું.

હંમેશા હસતાં રહેતાં મધુબાલાનાં હોઠો પર તે દિવસે ઘણાં પ્રયત્નો બાદ ફિક્કું સ્મિત આવ્યું હતું.

મધુબાલાએ તેમની આંખો જોઈને કહ્યું હતું, "અમારા શાહજાદાને તેમની શાહજાદી મળી ગઈ, હું ખૂબ ખુશ છું."

23 ફેબ્રુઆરી, 1969ના રોજ માત્ર 35 વર્ષની ઉંમરે મધુબાલાનું અવસાન થયું હતું.


રાજ કપૂરે કરી પ્રશંસા

'મુઘલ-એ-આઝમ' પછી દિલીપકુમારે જે ફિલ્મ દ્વારા સૌથી વધુ નામ મેળવ્યું કે ફિલ્મ હતી 'ગંગા જમના'

અમિતાભ બચ્ચન કહેતા હોય છે કે જ્યારે તેઓ અલાહાબાદમાં અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે તેમણે 'ગંગા જમના' ફિલ્મ વારંવાર જોઈ હતી.

અમિતાભ જોવા માગતા હતા કે એક પઠાણ જેને ઉત્તરપ્રદેશ સાથે દૂર-દૂર સુધી કોઈ સંબંધ નથી, તે ઉત્તરપ્રદેશની બોલી પરફેક્શન સાથે કેવી રીતે બોલી શકે છે?

બાદમાં તેમણે બન્નેએ રમેશ સિપ્પીની ફિલ્મ 'શક્તિ'માં સાથે અભિનય કર્યો હતો.

તેમના સમકાલીન હરીફ અને બાળપણના મિત્ર રાજ કપૂરે 'શક્તિ' ફિલ્મ જોયા બાદ બેંગાલુરુથી ફોન કરી દિલીપકુમારને કહ્યું હતું, "દોસ્ત, આજે ફેંસલો થઈ ગયો, તું આજ સુધીનો સૌથી મહાન કલાકાર છે."


https://www.youtube.com/watch?v=QJ2DdZccim4

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
What did Madhubala say to Dilip Kumar in her last interview?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X