ઈમરાન ખાન પર હુમલા મુદ્દે ભારતનું નિવેદન આવ્યુ, જાણો શું કહ્યું વિદેશ મંત્રાલયે?

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન પર જીવલેણ હુમલો થયો છે. આ હુમલામાં ઈમરાન ખાનને ત્રણ ગોળી વાગી હોવાના અહેવાલ છે. આ ઉપરાંત અન્ય એક વ્યક્તિનું મોત અને 5 નેતાઓ પણ ઘાયલ થયા છે. હવે આ મામલે ભારત સરકારની પ્રતિક્રિયા આવી છે.

ઈસ્લામાબાદ : પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન પર જીવલેણ હુમલો થયો છે. આ હુમલામાં ઈમરાન ખાનને ત્રણ ગોળી વાગી હોવાના અહેવાલ છે. આ ઉપરાંત અન્ય એક વ્યક્તિનું મોત અને 5 નેતાઓ પણ ઘાયલ થયા છે. હવે આ મામલે ભારત સરકારની પ્રતિક્રિયા આવી છે.

Imran Khan

ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક નિવેદનમાં કહ્યું કે, આ ઘટના હમણાં જ બની છે. અમે ઝીણવટભરી નજર રાખી રહ્યા છીએ અને ચાલી રહેલી ઘટનાઓ પર અમે નજર રાખીશું. અહીં તમને જણાવી દઈએ કે હુમલાને લઈને ઈમરાન ખાનનું નિવેદન પણ સામે આવ્યું છે. તેણે કહ્યું કે અલ્લાહે મને નવું જીવન આપ્યું છે. હું મારી તમામ શક્તિ સાથે ફરી લડીશ.

પાકિસ્તાનના મુખ્યમંત્રી શાહબાઝ શરીફે પણ હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે, ગૃહમંત્રીને ઘટના અંગે રિપોર્ટ આપવા કહ્યું છે. હું ઇમરાન ખાન અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

અહીં તમને જણાવી દઈએ કે, ઈમરાન ખાન પર રેલી દરમિયાન ફાયરીંગ કરી હુમલો કરાયો હતો. આ હુમલામાં સદનસીબે ઈમરાન ખાનનો બચાવ થયો હતો. જો તે તેમને ત્રણ ગોળીઓ વાગી છે. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X