કોલકત્તા કાંડ પર સુપ્રીમ કોર્ટે શું કહ્યું? વિગતે સમજો અત્યારસુધીનો તમામ ઘટનાક્રમ
કોલકત્તાની ખૌફનાક ડોક્ટર રેપ અને મર્ડરની હત્યાએ પુરા દેશને હચમચાવી દીધો છે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટે આકરા શબ્દોમાં ટિપ્પણી કરી છે.
આ કેસની તપાસ કરી રહેલી CBI એ 22 ઑગસ્ટે સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીનો તપાસ રિપોર્ટ રજુ કર્યો છે. સીબીઆઈએ સુપ્રીમ કોર્ટને ઘણી બાબતો જણાવી છે.

સીબીઆઈ તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યુ કે, સીબીઆઈએ પાંચમા દિવસે તપાસ શરૂ કરી અને ત્યાં સુધીમાં બધું બદલાઈ ગયું હતું.
મંગળવારે સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ CBIએ કોર્ટમાં તપાસનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો હતો. આ સાથે સીબીઆઈએ કોલકાતા પોલીસ દ્વારા નોંધવામાં આવેલી તારીખ અને સમયની સાથે ઘણા મુદ્દાઓ પર પણ કોર્ટને માહિતી આપી.
- CBIનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ચીફ જસ્ટિસ DY ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની સુપ્રીમ કોર્ટની બેંચને કહ્યું કે, એક પાસું એ છે કે કોલકાતા પોલીસ દ્વારા દૈનિક ડાયરી દાખલ કરવામાં આવી હતી. સવારે 10:10 વાગ્યે કરવામાં આવ્યું પરંતુ ક્રાઇમ સીન સવારે 11:30 વાગ્યે સુરક્ષિત કરવામાં આવ્યો હતો.
- આના પર કોર્ટે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલને પૂછ્યું કે પોસ્ટમોર્ટમ ક્યારે થયું. સિબ્બલે જવાબ આપ્યો કે પોસ્ટમોર્ટમ સાંજે 6:10 થી 7:10 વચ્ચે કરવામાં આવ્યું હતું.
- સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આરોપ લગાવ્યો કે સીબીઆઈએ પાંચમા દિવસે તપાસ શરૂ કરાઈ. ત્યાં સુધીમાં ઘણું બદલાઈ ગયું હતું. ગુનાની જગ્યા પણ બદલાઈ ગઈ હતી.
- જો કે, કોર્ટમાં પશ્ચિમ બંગાળ સરકાર તરફથી હાજર રહેલા વકીલ કપિલ સિબ્બલે આ દાવાને નકારી કાઢતાં કહ્યું કે બધું જ વીડિયોગ્રાફી કરવામાં આવ્યું અને તેમની પાસે દરેક ઘટનાની સમયરેખા હતી.
- સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા તેના તપાસ સ્ટેટસ રિપોર્ટમાં જણાવ્યું કે આ સમગ્ર મામલે આરજી કાર હોસ્પિટલ પ્રશાસનનું વલણ નિરાશાજનક અને ઉદાસીન રહ્યું છે. ઘટનાની માહિતી પીડિત પરિવારને મોડેથી આપવામાં આવી. પ્રથમ તપાસ કર્યા વિના કેસને આત્મહત્યા જાહેર કરવામાં આવ્યો. હત્યાને આત્મહત્યા જાહેર કરવાના પ્રયાસો શંકા ઉપજાવે છે. અમે મામલાના તળિયે જવા માટે રોકાયા છીએ.
- સીબીઆઈએ સુપ્રીમ કોર્ટને એમ પણ કહ્યું કે પોલીસ ડાયરી અને પોસ્ટ મોર્ટમના સમયમાં તફાવત છે. અમને આરોપી સંજય રોયની મેડિકલ તપાસ પર પણ શંકા છે. એટલા માટે અમે તેનો પોલીગ્રાફી ટેસ્ટ કરાવવા માંગીએ છીએ.
- એસજી તુષાર મહેતાએ કહ્યું કે રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે પીડિતા બેભાન છે. પરંતુ તે મૃત શરીર છે તે જાણવા માટે ડૉક્ટરની જરૂર નહોતી. આ આશ્ચર્યજનક છે. સીબીઆઈ વતી એસજી તુષાર મહેતાએ કહ્યું કે યુડી રિપોર્ટનો સમય એફઆઈઆર સાથે મેળ ખાતો નથી. UD વાસ્તવમાં 11:30 વાગ્યાનો હતો. જેના પર કપિલ સિબ્બલે કહ્યું, તો વીડિયો સીડી બતાવો.
- જેના જવાબમાં એસજી તુષાર મહેતાએ કહ્યું કે, સામાન્ય ડાયરીની એન્ટ્રી વાંચો. આગળના પાના પર આવો. રાત્રે 11:30 વાગ્યે પોલીસ સ્ટેશન પરત આવ્યા બાદ યુડી કેસ નોંધવામાં આવ્યો છે, અગાઉ માત્ર જીડી એન્ટ્રી હતી.
- તેના જવાબમાં કપિલ સિબ્બલે કહ્યું કે, આ બધું માત્ર પાણીને પ્રદૂષિત કરી રહ્યું છે અને તે જ તમે કરી રહ્યા છો, તેના જવાબમાં મહેતાએ કહ્યું કે, અમે માત્ર પાણીમાંથી કાદવ કાઢી રહ્યા છીએ, બસ.
- આ બળાત્કાર છે કે ગેંગરેપ? સીબીઆઈ આ અંગે પણ આજે સીએફએસએલ રિપોર્ટ આપવા જઈ રહી હતી, હાલમાં તેની માહિતી બહાર આવી નથી. જો કે ઈન્ડિયા ટુડેએ રિપોર્ટમાં દાવો કર્યો છે કે અત્યાર સુધીની તપાસમાં સીબીઆઈને મૃતકના બળાત્કાર અને હત્યામાં માત્ર સંજય રોયની સંડોવણી જણાઈ છે.
- સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયેલ સ્ટેટસ રિપોર્ટને ટાંકીને તેણે દાવો કર્યો કે અત્યાર સુધીની તપાસમાં સંજય રોયે પીડિતા પર બળાત્કાર કરીને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સીબીઆઈએ ફોરેન્સિક રિપોર્ટ અને સીસીટીવી ફૂટેજ પણ જોયા છે, જે માત્ર બળાત્કારનો સંકેત આપે છે.












Click it and Unblock the Notifications
