જિકો વાયરસને રોકવા માટે જાણો શું શું કરી રહી છે ભારત સરકાર
ખતરનાક જિકો વાયરસ બ્રાઝિલથી નોર્થ અમેરિકા અને યુરોપના પણ કેટલાક વિસ્તારો સુધી પહોંચી ગયો છે. પાછલા દિવસોમાં યુરોપના સ્પેનમાં જિકો વાયરસના સાત કેસ નોંધવામાં આવ્યા. વળી ભારત પણ જિકો વાયરસથી અછૂતો નથી રહ્યો. 29 જાન્યુઆરી ભારત સરકારે પણ જિકો વાયરસને લઇને એલર્ટ જાહેર કરી લીધું હતું. અને સરકાર તરફથી એડવાઇઝરી પણ દાખલ કરવામાં આવી છે.
વધુમાં મચ્છરજન્ય રોગ ડેગ્યૂ અને મલેરિયા આમ પણ ભારતમાં વકરી રહ્યા છે અને તેનો સામનો કરવામાં પણ સરકાર ક્યાંકને ક્યાંક પાછી પડી જ રહી છે ત્યારે જો જિકો ભારતમાં આવ્યો તો ભારતની મુશ્કેલીઓમાં ધરખમ વધારો થશે તે વાત સરકાર અને લોકો પણ સારી રીતે જાણે છે. વધુમાં ગુજરાતમાં પણ આનંદીબેનની અધ્યક્ષતામાં હાલમાં જ આ અંગે આરોગ્ય ખાતા જોડે બેઠક થઇ હતી. ત્યારે સરકાર દ્વારા આ પર કેવા કેવા પગલાં હાલ લેવામાં આવી રહ્યા છે તે વિષે જાણકારી મેળવો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

24 કલાક એક્ટિવ કંટ્રોલ રૂમ
સરકારે 24 કલાક કાર્યરત રહેતું એક કંટ્રોલરૂમ બનાવ્યું છે. જેમાં તમે જિકો વાયરસને લગતી જાણકારી મેળવી શકો છો. આ કેન્દ્રિય સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ કાર્યરત છે. અને આ કંટ્રોલ રૂમનો ટેલિફોન નંબર છે. 011-23061469 અને 011-23063205

ગર્ભવતી મહિલાઓ
પ્રભાવિત દેશોની બિન જરૂરી યાત્રાઓને ટાળી કે રદ્દ કરી શકાય છે. જે મહિલાઓ ગર્ભવતી થવા ઇચ્છે કે પછી ગર્ભવતી છે તેમણે આ ક્ષેત્રોની યાત્રા કરવાનું ટાળવું જોઇએ.

વાયરસથી બચો
પ્રભાવી દેશો કે ક્ષેત્રોના તમામ યાત્રીઓની તપાસ જરૂરી બને છે. અને દિવસના સમયે આ વિસ્તારોની મુલાકાત લેવું ટાળવું જોઇએ.

કેવી રીતે બચશો મચ્છરથી
મચ્છરોથી બચવા માટે મચ્છર રોધક ક્રિમ, કે વિજળીથી ચાલતી રિપલેન્ટ હાથ વગી રાખો. સૌથી શ્રેષ્ઠ મચ્છરદાનીનો ઉપયોગ કરો. પર આખું શરીર ઢંકાય તેવા કપડા પહેરો.

યાત્રા પહેલા આટલું કરો
જેને મધુમેહ, હાઇપરટેન્સન અને અસ્થમા જેવા શ્વાસની બિમારીઓ છે તેમને ઇમ્યૂન સંબંધી મુશ્કેલીઓ આવી શકે છે તો જો તમે આવા કોઇ વિસ્તાર કે જે જિકો પ્રભાવિત છે તેની મુલાકાત પર જઇ રહ્યા હોવ તો પહેલા નજીકના સ્વાસ્થય કેન્દ્રમાં જઇને યોગ્ય તપાસ કરાવો. અને સલાહ લો.

તરત જ કરાવો તપાસ
પ્રભાવિત દેશોમાંથી પરત ફર્યા બાદ બે અઠવાડિયાની અંદર સ્વાસ્થય કેન્દ્ર જઇને જિકો વાયરસનો ટેસ્ટ કરાવો. અને થોડુંક પણ શરીર બિમાર લગે તો ડોક્ટરને જણાવો કે તમે પ્રભાવિત વિસ્તારમાં ગયા હતા અને યોગ્ય તપાસ અને સારવાર લો.

ગર્ભવતી છો તો આટલું કરો
જો તમે ગર્ભવતી મહિલા છો અને જિકો વાયરસગ્રસ્ત વિસ્તારોની યાત્રા કરીને આવ્યા છો તો ડોક્ટર પાસે જઇને આ અંગે યોગ્ય તપાસ અને સારવાર કરાવો.

સ્પેશ્યલ ટીમ
18 આંતરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ જિકો વાયરસ વિષે જાણકારી આપવામાં આવે છે. અને તેમની સાથે સ્પેશ્યલ ટીમ પણ હોય છે જે સંક્રમિત દેશોથી આવનારા લોકોને સ્કેનિંગ કરે છે.

જાગરૂતતા
ભારત જિકો પ્રભાવિત દેશોમાં જઇ રહેલા લોકોને જાગૃત કરે છે. જિકો સંક્રમિત લોક પર પણ નજર રાખવા માટે એકિકૃત નેટવર્ક બનાવવામાં આવ્યું છે. જે ક્વિક એક્શન ટીમો સાથે રાજ્યોમાં કામ કરશે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
