શું છે CAA? તેનાથી કોને ફાયદો, જાણો શું હતું વિવાદનું કારણ?

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે લોકોની ભાવનાઓનો તિરસ્કાર કરીને આખરે દેશમાં સીએએ લાગુ કરી દીધો છે. ભારે વિરોધ બાદ પણ મોદી સરકારે સીએએ લાગુ કર્યુ છે.

નાગરિકતા સુધારા અધિનિયમ 2019 માં પસાર કરવામાં આવ્યુ હતું. તેની વિરુદ્ધ દેશમાં વિરોધ વચ્ચે સરકારે તેને સૂચિત ન કરવાનો નિર્ણય લીધો હતો.

CAA

CAAનો મૂળ ઉદ્દેશ્ય પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક અત્યાચારને કારણે ભારત આવેલા તે દેશોના લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવાનો છે.

કોને મળશે નાગરિકતા?
CAA અંગેના વિવાદનું મુખ્ય કારણ એ છે કે આ કાયદામાં એક ચોક્કસ સમુદાયનો સમાવેશ કરવામાં આવ્યો નથી. CAA હેઠળ તે વિદેશી નાગરિકોને ભારતીય નાગરિકતા આપવામાં આવશે જેઓ વિદેશથી ધાર્મિક ઉત્પીડનને કારણે ભારત આવ્યા છે અને હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અથવા ખ્રિસ્તી ધર્મના છે. મુસ્લિમ ધર્મના શરણાર્થીઓ આમાં સામેલ નથી. સીએએ અંગેના વિવાદનું આ જ કારણ છે.

આ દેશોમાંથી શરણાર્થીઓને મળશે
11 ડિસેમ્બર, 2019 ના રોજ ભારતીય સંસદમાં CAAની તરફેણમાં 125 વોટ જ્યારે તેની વિરુદ્ધમાં 105 મતો સાથે CAA પસાર કરવામાં આવ્યો હતો. આ બિલને 12 ડિસેમ્બર 2019ના રોજ રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

કેન્દ્ર દ્વારા લાગુ કરાયેલા આ કાયદા દ્વારા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક અત્યાચારને કારણે ભારત આવેલા શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવશે.

CAA લાગુ કરવામાં આવશે.
જો સંસદમાં CAB તરીકે રજૂ કરાયેલું બિલ પસાર થાય તો તેને નાગરિકતા સુધારા કાયદા CAA તરીકે ઓળખવામાં આવે છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ આ કાયદો અમલી બન્યો છે. કેન્દ્ર હવે તેને લાગુ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X