રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોંડા વચ્ચે આખરે શું ચાલી રહ્યું છે? બન્ને નવા વર્ષે સાથે શું કરી રહ્યા હતા?
છેલ્લા કેટલાક સમયથી વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદાના વચ્ચેના અફેરની ચર્ચાઓ છે ત્યારે હવે એક ફોટોએ આ ચર્ચાને હવા આપી છે.
મુંબઈ : ફિલ્મી દુનિયાના સિતારાઓ તેની ફિલ્મી લાઈફ સાથે સાથે રિયલ લાઈફને લઈને પણ ચર્ચાએ ચડતા રહે છે. આ દિવસોમાં આર્યન ખાન અને નોરા ફતેહી એકબીજાને ડેટ કરી રહ્યા હોવાના સમાચાર ગરમ છે ત્યારે હવે આવા જ બીજા એક સેલેબ્રિટી કપલને લઈને પણ સમાચારો વાયરલ થઈ રહ્યા છે. સામે આવી રહેલા સમાચારો પર વિશ્વાસ કરીએ તો રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોંડા વચ્ચે નવા વર્ષે ઈલુ ઈલુ ચાલી રહ્યુ છે.

સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે, આ ફોટોએ રશ્મિકા અને વિજય વચ્ચે ડેટીંગની ખબરોને હવા આપી છે. જો કે આ પહેલા પણ બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા હોવાના અહેવાલ આવ્યા હતા ત્યારે હવે બન્નેએ નવા વર્ષને એકબીજા સાથે સેલિબ્રેટ કર્યુ હોવાના સમાચાર વાયરલ થયા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અલગ અલગ બે ફોટોમાં રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોંડા જોવા મળી રહ્યા છે. આ બન્ને ફોટોમાં એક જ લોકેશન જોવા મળી રહ્યું છે. હવે આ ફોટો પરથી અંદાજ લગાવાઈ રહ્યો છે કે બન્ને એક સાથે નવુ વર્ષ સેલિબ્રેટ કરવા પહોંચ્યા છે.
અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલા બન્નેના લગ્નની પણ અફવા ઉડી હતી અને બન્નેનો એક ફોટ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ફોટોમાં રશ્મિકા મંદાના દુલ્હન અને વિજય દેવેરાકોંડા દુલ્હા તરીકે જોવા મળ્યા હતા. બાદમાં આ ફોટો ફેક હોવાનું સામે આવ્યુ હતુ.












Click it and Unblock the Notifications
