શું છે ભારતનું GSAT-20 સ્પેસ મિશન? જેના માટે ઈસરોએ SpaceX સાથે હાથ મિલાવ્યા
અવકાશમાં એક પછી એક મોટી ઉપલબ્ધીઓ પોતાના નામે કરી રહેલી ભારતીય અવકાશ સંસ્થા ઈસરોએ તેના નવા મિશન માટે એલોન મસ્કની સ્પેસએક્સ સાથે હાથ મિલાવ્યા છે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈસરો તેના કોમ્યુનિકેશન સેટેલાઈટ GSAT-20ને લોન્ચ કરવા તૈયાર છે. ભારતે જિયોસ્ટેશનરી ઓર્બિટમાં ભારે ઉપગ્રહ મોકલવા માટે અમેરિકન અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્કની કંપની સ્પેસએક્સ સાથે કરાર કર્યા છે.

હવે કોમ્યુનિકેશન સેટેલાઇટ GSAT-20 મસ્કની કંપની સ્પેસએક્સના ફાલ્કન-9 રોકેટથી લોન્ચ કરશે. ફાલ્કન-9 રોકેટને હેવી લિફ્ટ લોન્ચર પણ કહેવામાં આવે છે.
સ્પેસએક્સ સાથે સહયોગ કરવાનો નિર્ણય ભારતની રોકેટની વર્તમાન મર્યાદાને કારણે લેવામાં આવ્યો છે. આમાં મોટા કોમ્યુનિકેશન સેટેલાઇટને ઉપાડવાની ક્ષમતા નથી. ઈસરો અધ્યક્ષ એસ. સોમનાથે સ્વીકાર્યું કે, જરૂરી લિફ્ટ ક્ષમતા સાથે વૈકલ્પિક રોકેટની અનુપલબ્ધતાને કારણે સ્પેસએક્સની પસંદગી કરવામાં આવી છે.
GSAT-20 એક ઉપગ્રહ છે અને તેનું વજન 4700 કિલોગ્રામ છે. તે આંદામાન અને નિકોબાર, જમ્મુ અને કાશ્મીર અને લક્ષદ્વીપ ટાપુઓ સહિત સમગ્ર ભારતમાં કવરેજ સાથે 32 બીમ સાથે Ka-Ka બેન્ડ હાઇ થ્રુ પુટ (HTS) ક્ષમતા પ્રદાન કરે છે. તે આશરે 48Gpbs ની HTS ક્ષમતા પ્રદાન કરે છે. ઉપગ્રહ ખાસ કરીને દૂરના વિસ્તારોમાં વધુ સારી સંચાર સુવિધાઓ પૂરી પાડવા માટે બનાવવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
