• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું છે 'લવ જેહાદ', જેના પર મચી છે બબાલ: તસવીરોમાં જુઓ અને જાણો

By Kumar Dushyant
|

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશનું પશ્વિમી વિસ્તાર શેરડીની મીઠાશ માટે જાણીતો છે પરંતુ હાલમાં અહીં વાત થઇ રહી છે 'લવ જેહાદ'ના બહાને બે સમુદાયો વચ્ચે ઉદભવેલી કડવાશ વિશેની. આજે ચોતરફ 'લવ જેહાદ'ની ચર્ચા થઇ રહી છે. જેટલા મોંઢા એટલી વાતો અને જેટા લોકો એટલા પ્રકારની ચર્ચાઓ. ભારતીય જનતા પાર્ટીએ જે 'લવ જેહાદ'નું યુદ્ધ છેડ્યું છે તેનો સાચો અર્થ છે ખોટા ઇરાદાથી મુસ્લિમ છોકરા હિન્દુ છોકરીઓને પ્રેમમાં ફસાવીને નિકાહ કરે છે. જી હાં સીધા શબ્દોમાં કહીએ તો જો મુસ્લિમ છોકરા ગેર મુસ્લિમ છોકરીઓ સાથે પ્રેમ કરે છે, નિકાહ કરે છે અને તેનો ધર્મ બદલાવે છે તો તેને 'લવ જેહાદ' સમજવામાં આવે છે.

'લવ જેહાદ'નું જીન આજકાલ ભારતમાં બોટલમાંથી બહાર નિકળી ગયું છે પરંતુ ઇગ્લેંડ સહિત કેટલાક યુરોપીય દેશોમાં ઘણા વર્ષોથી તેના પર વિવાદ ચાલુ છે. લવ જેહાદ ભારતના કેરલ અને કર્ણાટકમાં ચરમસીમા પર છે. કેરલના તત્કાલીન માર્ક્સવાદી મુખ્યમંત્રી વીએસ અચ્યુતાનંદને સાર્વજનિક રીતે કહ્યું હતું કે આખા કેરલમાં ઇસ્લામિકરણનું કાવતરું ચાલી રહ્યું છે. ત્યાં સુનિયોજિત રીતે હિન્દુ છોકરીઓની સાથે મુસ્લિમ છોકરાઓના લગ્ન કરવાનું ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું છે. તો આવો તસવીરોમાં જોઇએ ભારતમાં ફેલાયેલા 'લવ જેહાદ'ના ઝેર વિશે.

 ભારતની બરબાદી માટે આતંકવાદીઓની નવી ચાલ

ભારતની બરબાદી માટે આતંકવાદીઓની નવી ચાલ

લવ જેહાદ- આ બે શબ્દોની આસપાસ આતંકવાદીઓએ રચી ભારતને બરબાદ કરવાની ચાલ. આ બે શબ્દોના કદાચ 4000 સુંદર ચહેરા શિકાર બની ચૂક્યાં છે. સિમી જેવા પ્રતિબંધિત સંગઠન દેશના અલગ-અલગ ભાગોમાં લવ જેહાદને અંજામ આપવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

 યૂપીમાં 8 પહેલાં થયો હતો લવ જેહાદનો ખુલાસો

યૂપીમાં 8 પહેલાં થયો હતો લવ જેહાદનો ખુલાસો

1 મે 2006ના રોજ અલ્હાબાદ હાઇકોર્ટની લખનઉ બેંચે એક ઐતિહાસિક આદેશ આપ્યો. જસ્ટિસ રાકેશ શર્માએ પોતાના આદેશમાં કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં છોકરીઓને ભગાવીને તેમનો ધર્મ પરિવર્તન કરાવીને નિકાહ કરવાના કેસ ઝડપથી સામે આવી રહ્યાં છે. ઉત્તર પ્રદેશની માફક જ ગુજરાત, તમિલનાડુ અને ચાર-પાંચ બીજા રાજ્યોમાં પણ આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે. આઅ મુદ્દે કેન્દ્ર સરકારે પણ આદેશ આપ્યો છે કે તે ઇંટેલિજેંસ બ્યૂરો એટલે કે આઇબીને બધા કેસની તપાસ સોંપીને સારી રીતે શોધ કરે અને રિપોર્ટ કોર્ટમાં રજૂ કરે. જેથી આ કેસની સચ્ચાઇ ખુલીને સામે આવે.

 લવ જેહાદ: સમજો તો અમૃત નહીતર ઝેર

લવ જેહાદ: સમજો તો અમૃત નહીતર ઝેર

લવ જેહાદ એક વાસ્તવિકતા છે, પરંતુ સાથે જ લવ અને જિહાદ બંને વિરાધાભાસી પણ છે. લવ ક્યારેય જેહાદ ન હોઇ શકે અને જેહાદ પણ ક્યારેય લવ હોઇ ન શકે. જો કે લવ જેહાદ કોઇ એવું શબ્દ નથી જેને રાજકીય વાઘા પહેરાવવામાં આવે. આ એકદમ ગંભીર શબ્દ છે અને તેને કાયદાથી સમજવાની જરૂરિયાત છે. જેને તેનો ગૂઢ અર્થ સમજી લીધો તેના માટે આ અમૃત અને જેને ન સમજ્યો તેના માટે ઝેર.

લવ જેહાદનો મનપસંદ અડ્ડો બન્યું કેરલ

લવ જેહાદનો મનપસંદ અડ્ડો બન્યું કેરલ

લવ જેહાદનો સૌથી મનપસંદ અડ્ડો બન્યું છે દેશનું સૌથી શિક્ષિત રાજ્ય કેરલ. કારણ કે અહીં કોલેજમાં અભ્યાસ કરનાર અને નોકરી માટે નિકળનાર છોકરીઓની સંખ્યા સૌથી વધુ છે. જાણકારી અનુસાર ઘરેથી ભગાડવામાં આવેલી છોકરીઓને રાજ્યન પોન્નાની, કાલિકાત, કોટ્ટયમ, કાસરગોડ અને કરૂના ગપ્પાલીના જંગલોમાં રાખવામાં આવે છે. આ જગ્યાઓ પર પહેલાંથી જ આરોપ છે કે અહીં લોકોને ઇસ્લામ ધર્મ કબૂલાવામાં આવી રહ્યો છે. ગુપ્તચર એજંસીઓનું માનીએ તો અહી સિમીના કાર્યકર્તા પણ મોટાભાગે આવે છે.

 ફક્ત દ્રષ્ટિકોણ જ ફરક છે

ફક્ત દ્રષ્ટિકોણ જ ફરક છે

હિન્દુ છોકરી અને મુસ્લિમ છોકરાના સંબંધો પર બબાલ કેમ? આ રાજકારણ કેમ? પોલીસના ઉચ્ચ અધિકારી કહે છે કે પહેલાં એક જાતિના છોકરા અને બીજી જાતિની છોકરી પર પણ વિવાદ થતો હતો. આ ફક્ત દ્રષ્ટિકોણનો ફરક છે.

લવ જેહાદ વિરૂદ્ધ રાખડી અભિયાન

લવ જેહાદ વિરૂદ્ધ રાખડી અભિયાન

લવ જેહાદ વિરૂદ્ધ આરએસએસે હોબાળો કર્યો છે. રક્ષા બંધનથી અઠવાડિયા માટે પશ્વિમી યૂપીમાં એક ખાસ ચળવળ ચલાવવામાં આવી રહી છે. સંઘના કાર્યકર્તા ફરી ફરીને લવ જેહાદના ખતરા વિશે જણાવી રહ્યાં છે. મેરઠમાં એક છોકરી સાથે ગેંગરેપ અને તેના ધર્મ પરિવર્તનના સમાચાર બાદ જ આરએસએસના લોકો સક્રિય થઇ ગયા છે. સંઘે રક્ષા બંધન એટલે કે દસ ઓગષ્ટથી અઠવાડિયા માટે લવ જેહાદ વિરૂદ્ધ એક અભિયાનની જાહેરાત કરી છે. સંઘના કાર્યકર્તા ફરી ફરીને લોકોને રક્ષા સૂત્ર બાંધી રહ્યાં છે અને લવ જેહાદના ખતરા વિશે માહિતી આપી રહ્યાં છે.

હેમા માલિનીનું 'લવ જેહાદ' કનેક્શન

હેમા માલિનીનું 'લવ જેહાદ' કનેક્શન

લવ જેહાદના મુદ્દે અખિલેશ યાદવે ભાજપના સાંસદ હેમા માલિની પર હુમલો કર્યો હતો. યૂપીના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે શું તમે ફિલ્મ (ધર્માત્મા)નું ગીત સાંભળ્યું છે કે જેમાં ભાજપના એમપી (હેમા માલિની)એ કામ કર્યું છે? જે ફિલ્મના ગીતો આવા હશે ત્યાં પ્રેમ વધશે કે અટકશે?

ટ્વિટર પર પણ 'લવ જેહાદ'

સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પણ લવ જેહાદનું યુદ્ધ છેડાયું છે. છાને છપકે પણ આજે દરેક જગ્યાએ લવ જેહાદની ચર્ચા થઇ રહી છે. જેટલા મોંઢા એટલી વાતો જેટલા લોકો એટલા પ્રકારની ચર્ચાઓ.

English summary
‘Love Jihad’ – identified as an issue across the country by some section of people is allegedly marriage between a Muslim man and a non-Muslim woman where the latter is lured by the former for the same and then forced to convert to ensure spreading of their religion.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more