• search
keyboard_backspace

New Education Policy 2020 in Gujarati: નવી શિક્ષણ નીતિથી એજ્યુકેશનમાં થયા આવા ફેરફાર, વિસ્તૃત જાણો

Google Oneindia Gujarati News

ભારતમાં 36 વર્ષ બાદ શિક્ષણ નીતિમાં બદલાવ કરવામાં આવ્યો. New Education Policy 2020 ની જાહેરાત કરી દેવામાં આવી છે. 12+2ની સિસ્ટમને ખતમ કરી મોદી સરકાર 5+3+3+4 સિસ્ટમ લાવવા જઈ રહી છે. નવી શિક્ષણ નીતિ આવ્યા બાદ મોટાભાગના વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં સવાલો ઉદ્ભવતા હશે, કેવા પ્રકારનું શિક્ષણ હશે, કેવા પ્રકારે ધોરણ વ્યવસ્થા હશે, પાઠ્યક્રમ કેવા પ્રકારનો હશે વગેરે જેવા સવાલોના જવાબ શોધી રહ્યા હશે. ત્યારે અમે અહીં પ્રસ્તુત કરી રહ્યા છીએ નવી શિક્ષણ નીતિનો વિસ્તૃત લેખ જેમાં તમારા લગભગ બધા જ સવાલોના જવાબોને આવરી લેવામાં આવશે.

નવી શિક્ષણ નીતિના મુખ્ય મુદ્દાઓ પર એક નજર

નવી શિક્ષણ નીતિના મુખ્ય મુદ્દાઓ પર એક નજર

 • નવી શિક્ષણ નીતિ લાગૂ થયા બાદ ભણતર પર કુલ જીડીપીના 6 ટકા ખર્ચ કરવામાં આવશે જે અત્યાર સુધી 4.43 ટકા હતો.
 • ધોરણ પાંચ સુધી માતૃભાષામાં જ ભણી શકાશે.
 • માનવ સંશાધન વિકાસ મંત્રાલયનું નામ બદલી શિક્ષણ મંત્રાલય કરી દેવામાં આવ્યું.
 • કાયદા અને તબીબી શિક્ષણ સિવાયના તમામ ઉચ્ચ શિક્ષણ માટે એક સંસ્થાના રૂપે ભારત ઉચ્ચ શિક્ષણ આયોગ (HECI)ની રચના કરવામાં આવશે. એટલે કે ઉચ્ચ શિક્ષણ માટે એક જ નિયમનકાર હશે અને ઉચ્ચ શિક્ષામાં 3.5 કરોડ નવી સીટો જોડવામાં આવશે.
 • ધોરણ 6થી વોકેશનલ કોર્સ શરૂ કરાશે. જેના માટે ઈચ્છુક વિદ્યાર્થીઓને છઠ્ઠા ધોરણથી જ ઈન્ટર્નશિપ કરાવવામાં આવશે.
 • કોર્સમાં મ્યૂજિક અને આર્ટ્સને પણ સામેલ કરી ઉત્તેજન આપવામાં આવશે.
 • ઈ-કોર્સને પ્રોત્સાહન આપવા માટે એક રાષ્ટ્રીય શૈક્ષણિક ટેક્નોલોજી ફોરમ (NEFT) બનાવવામાં આવી રહ્યું છે જેના માટે વર્ચ્યુઅલ લેબ વિકસિત કરવામાં આવી રહી છે.
 • 2030 સુધી ઉચ્ચ શિક્ષણમાં GER (Gross Enrolment Ratio) 50% સુધી પહોંચાડવાનો લક્ષ્ય છે જે 2018માં 26.3% હતો.
 • નવી શિક્ષણ નીતિથી વિદ્યાર્થીઓને મલ્ટીપલ એન્ટ્રી એક્ઝિટનો વિકલ્પ હશે.
અભ્યાસક્રમનું માળખું કેવા પ્રકારનું હશે, જાણો 5+3+3+4 ફોર્મ્યુલા

અભ્યાસક્રમનું માળખું કેવા પ્રકારનું હશે, જાણો 5+3+3+4 ફોર્મ્યુલા

પાયાનો તબક્કો

પહેલા ત્રણ વર્ષ બાળકો આંગણવાડીમાં પ્રી સ્કૂલિંગ શિક્ષા લેશે. પછીને બે વર્ષના ધોરણ એક અને બેમાં બાળકો સ્કૂલમાં ભણશે. આ પાંચ વર્ષના ભણતર માટે નવો પાઠ્યક્રમ તૈયાર થશે. મોટાભાગે એક્ટિવીટ આધારિત શિક્ષણ પર ભાર અપાશે. જેમાં ત્રણથી આઠ વર્ષ સુધીની ઉંમરના બાળકો કવર થશે. આવી રીતે ભણતરના પહેલા પાંચ વર્ષનો તબક્કો પૂરો થશે.

પ્રારંભિક તબક્કો

આ ચરણમાં ધોરણ ત્રણથી પાંચ સુધીનો અભ્યાસ થશે. આ દરમિયાન બાળકોને પ્રયોગો દ્વારા વિજ્ઞાન, ગણિત, કળા વગેરેનો અભ્યાસ કરાવવામાં આવશે. આ તબક્કામાં આઠથી 11 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કવર કરવામાં આવશે.

મધ્યમ તબક્કો

આ તબક્કામાં ધોરણ 6થી 8નો અભ્યાસ થશે જેમાં 11થી 14 વર્ષના બાળકોને કવર કરવામાં આવશે. આ ધોરણોમાં વિષય આધારિત કોર્સ ભણાવવામાં આવશે. છઠ્ઠા ધોરણથી જ કૌશલ્ય વિકાસ કોર્સ પણ શરૂ થઈ જશે.

ગૌણ તબક્કો

ધોરણ 9થી 12નો અભ્યાસ બે તબક્કામાં થશે જેમાં વિષયોનો સઘન અભ્યાસ કરાવવામાં આવશે. આ ધોરણોમાં વિષયો પસંદ કરવાની આઝાદી પણ હશે.

વ્યવસાયિક અભ્યાસ પર ફોકસ

વ્યવસાયિક અભ્યાસ પર ફોકસ

પહેલા માત્ર પુસ્તકીયું જ્ઞાન આપવામાં આવતું હતું. બાળકો માત્ર ભણ ભણ કરતા હતા પરંતુ હવે બાળકોને પાઠ્ય પુસ્તકોની સાથે જ વ્યવસાયિક જ્ઞાન પણ આપવામાં આવશે. નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત દરેક બાળક ભણતર દરમિયાન જ ઓછામાં ઓછો એક વ્યવસાય શીખે તેના પર ભાર આપવામાં આવશે. ધોરણ 6થી 8 દરમિયાન બાળકોને ભણતરની સાથે જ શિલ્પ કળા, ઈલેક્ટ્રિક વર્ક, મેટલ વર્ક, બાગ સંવર્ધન કામ, માટીના વાસણ બનાવવા વગેરે જેવા કૌશલ્ય વિકાસના કાર્યોથી પણ અવગત કરાવવામાં આવશે. વ્યવસાયિક કામો શીખી શકે તે ઉદ્દેશ્યથી ધોરણ 6-8થી 10 સુધીના અભ્યાસ દરમિયાન થોડા સમય માટે 10 દિવસના બેગલલેસ પીરિયડ પણ હશે.

દેશના દરેક બાળકો માટે સમાન અને વ્યાપક શિક્ષણ

દેશના દરેક બાળકો માટે સમાન અને વ્યાપક શિક્ષણ

નીવી શિક્ષણ નીતિનો લક્ષ્ય શિક્ષણ પ્રણાલીને આકાર આપવાનું છે જે ભારતના તમામ બાળકોને લાભ આપે જેથી કોઈ બાળક જન્મ અથવા પૃષ્ઠભૂમિની પરિસ્થિતિઓને કારણે શીખવાની અને આગળ વધવાની કોઈ તક ગુમાવે નહીં.

બોર્ડની પરીક્ષાનું શું થશે?

બોર્ડની પરીક્ષાનું શું થશે?

નવી શિક્ષણ નીતિમાં નિયમિત અને ક્રિએટિવ અસેસમેન્ટની વાત કરવામાં આવી છે. ધોરણ 3, 5 અને 8માં સ્કૂલો દ્વારા પરીક્ષાઓ લેવાશે. જેનું સંચાલન યોગ્ય સત્તા દ્વારા કરવામાં આવશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલુ રહેશે. પરંતુ તેનું સ્વરૂપ બદલાઈ જશે.

ECCE ફ્રેમવર્ક શું છે? What is ECCE Framwork?

ECCE ફ્રેમવર્ક શું છે? What is ECCE Framwork?

ECCE નો મતલબ છે અર્લી ચાઈલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. જે અંતર્ગત બાળકોને બાળપણમાં જે દેખભાળની જરૂરત હોય તેને શિક્ષણ સાથે જોડવામાં આવ્યું છે. જેના માટે NCERT નેશનલ કોર્સ અને એજ્યુકેશન સ્ટ્રક્ચર બનાવશે. બાળકોના સાર સંભાળ અને અભ્યાસ પર ફોકસ રહેશે. આંગણવાડી કાર્યકર્તા અને બેસિક ટીચર્સને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવશે.

બાળકોને ઓપન લર્નિંગ ઓપ્શન આપવામાં આવ્યો છે

બાળકોને ઓપન લર્નિંગ ઓપ્શન આપવામાં આવ્યો છે

ધોરણ 3, 5 અને 8 માટે ઓપન લર્નિંગનો વિકલ્પ રહેશે. જેથી સ્કૂલોથી બહાર રહેતા બે કરોડ વિદ્યાર્થીઓને ફરીથી ભણતર સાથે જોડી શકાય. આના માટે સામાજિક કાર્યકર્તાઓને પણ જોડવામાં આવશે. આની સાથે જ ધોરણ 10 અને 12ના સમકક્ષ માધ્યમિક શિક્ષણ કાર્યક્રમ, વોકેશનલ કોર્સ, વયસ્ક સાક્ષરતા અને લાઈવલીહુડ પ્રોગ્રામ પ્રસ્તાવિત છે. તમામને શિક્ષણ પર બરાબરનો હક મળે તે માટે સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ વંચિત સમુહો પર વિશેષ જોર રહેશે. જેના માટે એક ખાસ ફંડ રાખવામાં આવશે.

ભાર વિનાનું ભણતર

ભાર વિનાનું ભણતર

બાળકોને માત્ર પુસ્તકિયું જ્ઞાન જ આપવામાં નહિ આવે, તેમને કળા, ક્વિઝ, રમત ગમત અને વ્યવસાયિક શિપ્લ સાથે જોડાયેલા વિવિધ પ્રકારની સંવર્ધન ગતિવિધિઓ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

ઓનલાઈન અભ્યાસ પર ફોકસ

પ્રૌઝ શિક્ષા માટે ગુણવત્તા યુક્ત ટેક્નોલોજી આધારિત વિકલ્પો જેવા કે એપ, ઓનલાઈન અભ્યાસક્રમ/ મોડ્યૂલ, ઉપગ્રહ આધારિત ટીવી ચેનલ, ઓનલાઈન પુસ્તકો, અને આઈસીટીથી સુસજ્જિત પુસ્તકાલય અને વયસ્ક શિક્ષણ કેન્દ્ર વગેરે વિકસિત કરાશે.

મનપસંદ વિષય ભણી શકશો

મનપસંદ વિષય ભણી શકશો

અત્યાર સુધી ધોરણ 11મા પ્રવેશતાની સાથે જ સ્ટ્રીમ સિલેક્ટ કરવી પડતી હતી જેમાં આંકડાશાસ્ત્ર અને બિઝનેસ સ્ટડી ભણવા માંગતા હોય તો કોમર્સ પસંદ કરતા હતા, ડોક્ટરી કે એન્જીનિયરિંગ લાઈન પકડવા ઈચ્છતા વિદ્યાર્થીઓ સાયન્સ પસંદ કરતા હતા અને ટીચિંગ લાઈન માટે બાળકો આર્ટ્સ પસંદ કરતા હતા. પરંતુ હવે આ પદ્ધતિમાં ધરખમ બદલાવ થઈ ગયો, ગુજરાતી સાહિત્ય મુખ્ય વિષય રાખનાર વિદ્યાર્થી ઈચ્છશે તો તેની સાથે આંકડા શાસ્ત્ર, નામું, વાણિજ્યિક વ્યવહાર, કેમિસ્ટ્રી વગેરે જેવા વિષયો પણ ભણી શકશે.

એજ્યુકેશન પોલિસીનો ઈતિહાસ (History of Education Policy)

એજ્યુકેશન પોલિસીનો ઈતિહાસ (History of Education Policy)

1947માં દેશ આઝાદ થયો ત્યારે ભારતના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં નિરક્ષરતાની સમસ્યાના નિવારણ માટે કેન્દ્ર સરકારે એક એજ્યુકેશન સિસ્ટમ તૈયાર કરી. એજ્યુકેશન કમિશન (1948-1949), સેકન્ડરી એજ્યુકેશન કમિશન (1952-1953), યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અને કોઠારી કમિશન (1964-66) ની સ્થાપના કરવામાં આવી.

 • 1968માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ પહેલી એજ્યુકેશન પોલિસી તૈયાર કરી હતી.
 • 1986માં રાજીવ ગાંધીની આગેવાની વાળી સરકારે નવી એજ્યુકેશન પોલિસી બહાર પાડી હતી જે ખાસ કરીને મહિલાઓ, એસસી અને એસટી માટે હતી.
 • જે બાદ 1992માં પીવી નરસિમ્હા રાવની સરકારે એજ્યુકેશન પોલિસીમાં સુધારા વધારા કર્યા અને 2005માં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ આ પોલિસીને અપનાવી હતી.
 • હવે 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની વાળી ભાજપ સરકારે નવી એજ્યુકેશન પોલિસી જાહેર કરી છે જે બાળકોના કૌશલ્ય વિકાસ પર વધુ ફોકસ કરતી છે.

Rajasthan Political Crisis: હવે ભાજપે 20 ધારાસભ્યોને ગુજરાત શિફ્ટ કર્યાRajasthan Political Crisis: હવે ભાજપે 20 ધારાસભ્યોને ગુજરાત શિફ્ટ કર્યા

English summary
What is National Education Policy (NEP) 2020 in Gujarati- Check all details
Related News
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X