For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું છે રાઇટ ટૂ પ્રાઇવસી એટલે કે ગોપનીયતા અધિકાર, જાણો અહીં

શું છે રાઇટ ટૂ પ્રાઇવસી? કેમ સુપ્રીમ કોર્ટે તેને મૂળભૂત અધિકાર જણાવ્યો છે. કેવી રીતે તેનાથી સામાન્ય માણસના જીવનમાં ફરક પડશે. આ તમામ સવાલના જવાબ માટે વાંચો આ લેખ.

|
Google Oneindia Gujarati News

આજે સુપ્રીમ કોર્ટે રાઇટ ટૂ પ્રાઇવસી એટલે કે ગોપનીયતા અધિકારને વ્યક્તિના મૂળભૂત અધિકારોમાંથી એક ગણાવ્યો છે. 9 જજની બનેલી પેનલમાં તમામ જજોએ આ માટે સહમતિ આપી છે. અને તેને મૂળભૂત હક તરીકે જાહેર કર્યો છે. ત્યારે શું છે ગોપનીયતા અધિકાર કેમ આઝાદીના વખતથી અત્યાર સુધી તેની પર થઇ રહી છે ચર્ચાઓ. અને આજે જે ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે તેનાથી સામાન્ય નાગરિકના જીવનમાં શું ફરક પડશે. આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે વાંચો આ લેખ...

1954ની ચાલી રહ્યો છે વિવાદ

1954ની ચાલી રહ્યો છે વિવાદ

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આઝાદી બાદ વર્ષ 1954 અને વર્ષ 1962માં પણ સુપ્રીમ કોર્ટના બે નિર્ણયો રાઇટ ટૂ પ્રાઇવસી એક્ટ પર આવી ચૂક્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રાઇટ ટૂ પ્રાઇવસી એટલે કે ગોપનીયતા અધિકાર મૂળભૂત અધિકાર નથી. આ મુદ્દે કેન્દ્રનો તે વખતે અને આજે પણ તર્ક તે જ રહ્યો છે કે જો રાઇટ ટૂ પ્રાઇવસીને મૂળભૂત અધિકાર માની લેવામાં આવે તો સરકાર અને તંત્ર માટે તમામ વ્યવસ્થાઓને સુયોગ્ય રીતે ચલાવવું મુશ્કેલ બની જાય. જો કે 16 માર્ચ 2016માં આધાર વિધેયક પર થઇ રહેલી ચર્ચા દરમિયાન રક્ષા મંત્રી અરુણ જેટલીએ ગોપનીયતાને મૂળભૂત અધિકાર ગણાવ્યો હતો અને સંવિધાનના અનુચ્છેદ 21 હેઠળ તેને સ્વતંત્રતા અધિકાર સાથે જોડવાનો વાત ઉચ્ચારી હતી.

શું છે રાઇટ ટૂ પ્રાઇવસી?

શું છે રાઇટ ટૂ પ્રાઇવસી?

સરળ શબ્દોમાં સમજાવીએ તો તમારી ખાનગી જાણકારી જેમ કે તમારો ફોન નંબર, તમારા સરનામાં જેવી વ્યક્તિગત માહિતી પર તમારો હક એટલે કે રાઇટ ટૂ પ્રાઇવસી. તમારી આ તમામ જાણકારી જો તમે અન્ય કોઇને આપવા ના માંગતા હોવ તો એ વાતનો હવેથી કોઇ વિરોધ ના ઉઠાવી શકે. ઉલ્લેખનીય છે કે આ અધિકાર ખૂબ જ જરૂરી છે. પ્રાઇવેટ સેક્ટરમાં અનેક કંપનીઓ ગૂગલ ફેસબુકને તમારા અંગે અનેક માહિતી ખબર છે. બેંક વાળા પાસે પણ તમારી અનેક માહિતી ઉપલબ્ધ છે. અને વેપારી સંગઠનો સરકાર પાસેથી આવી જ સીધી સાદી દેખાતી જાણકારીને આધારે પોતાનો વેપાર કરે છે. તેમાં કંઇક ખોટું નથી ત્યાં સુધી જ્યાં સુધી આ જાણકારી ખોટી વ્યક્તિના આધારે ના પડે.

શું છે રાઇટ ટૂ પ્રાઇવસી?

શું છે રાઇટ ટૂ પ્રાઇવસી?

હવે દર વખતે કેવી રીતે ધારી લેવી કે આ તમામ માહિતી યોગ્ય વ્યક્તિના હાથમાં જશે. આ માટે તમે કોઇ જાત ખાતરી કરો તે પહેલા જ તે અત્યાર સુધીમાં બીજા લોકો પાસે જતી રહેતી હતી. પણ હવે નવા નિયમ સાથે તેવું કરવું મુશ્કેલ બનશે. અને સુપ્રીમ કોર્ટના આ નિર્ણય ખરેખર આજની ઓનલાઇન લાઇફ માટે જરૂરી પણ હતો.

આધાર પર મોટી અસર

આધાર પર મોટી અસર

જો કે રાઇટ ટૂ પ્રાઇવસીને મૂળભૂત અધિકાર જાહેર કર્યા પછી આ ચુકાદાની સૌથી મોટી અસર આધાર કાર્ડ પર પડશે. અત્યાર સુધી આધાર કાર્ડ દ્વારા જે પ્રાઇવેટ માહિતી લેવામાં આવતી હતી તેની પર કોઇ વ્યક્તિ સરકારને ના નહતો કહી શકતો. પણ હવે તમારી આ જાણકારી તમારે સરકારી કે ગેરસરકારી કોઇ પણ વ્યક્તિ કે સંસ્થાને આપવી કે ના આપવી તે તમારી મરજી પર આધાર રાખે છે.

English summary
A Constitution Bench of the Supreme Court held that Right to Privacy is a fundamental right under Article 21 of the Indian Constitution. What is Right read here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X