Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

What is Samudrayaan Mission : સમુદ્રયાન મિશનથી ભારત ખોલશે સમુદ્રના રહસ્યો, જાણો વિગતવાર

What is Samudrayaan Mission : ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3 નું સફળ લેન્ડિંગ કર્યું હતું. જે સાથે જ ભારતે ઇતિહાસ રચી દીધો હતો. જેના એક અઠવાડિયા બાદ જ ભારતે સૂર્યનું અધ્યયન કરવા માટે સૂર્ય મિશન લોન્ચ કર્યું છે.

ભારતનું આ પ્રથમ સૂર્ય મિશન છે. જે બાદ હવે ભારતની નજર સમુદ્રની ઉંડાઇ માપશે. આ સાથે સમુદ્ર સાથે જોડાયેલા રહસ્યો જાણવાની કોશિશ કરશે. ભારત ટૂંક સમયમાં Samudrayaan Mission લોન્ચ કરશે. આ અહેવાલમાં ભારતના Samudrayaan Mission સાથે જોડાયેલી દરેક બાબત વિસ્તારથી જાણીશું.

Samudrayaan Mission

Samudrayaan Mission માં ત્રણ લોકોને સ્વદેશી સબમર્સિબલમાં 6 કિલોમીટરની ઊંડાઈ સુધી મોકલવામાં આવશે. જેથી ત્યાંના સ્ત્રોતો અને જૈવવિવિધતાનો અભ્યાસ કરી શકાય. આ જહાજનું નામ મત્સ્ય 6000 છે.

Samudrayaan Mission દ્વારા કોબાલ્ટ, નિકલ અને મેંગેનીઝ જેવી કિંમતી ધાતુઓ દરિયાની સપાટીથી લગભગ 6 કિલોમીટર નીચે શોધવામાં આવશે. કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરેન રિજિજુએ માહિતી આપી હતી કે, આગામી મિશન સમુદ્રયાન છે. (Samudrayaan mission)

મત્સ્ય 6000 લગભગ બે વર્ષમાં બનાવવામાં આવ્યું હતું. આવતા વર્ષે એટલે કે 2024 ની શરૂઆતમાં, તેને પરીક્ષણ માટે ચેન્નાઈ કિનારેથી બંગાળની ખાડીમાં છોડવામાં આવશે. દરિયામાં 6 કિલોમીટરની ઊંડાઈએ જવું એ પડકારોથી ભરેલું છે. (Samudrayaan mission)

ભારતીય વૈજ્ઞાનિકો પણ આ વર્ષે જૂનમાં થયેલા ટાઇટન અકસ્માતને ધ્યાનમાં રાખી રહ્યા છે. પ્રવાસીઓને સમુદ્રમાં ટાઈટેનિકના કાટમાળ સુધી લઈ જતી આ સબમર્સિબલમાં વિસ્ફોટ થયો હતો. આને ધ્યાનમાં રાખીને, ભારતીય વૈજ્ઞાનિકો મત્સ્ય 6000ની ડિઝાઇનની વારંવાર તપાસ કરી રહ્યા છે. (Samudrayaan mission)

સમુદ્રયાન મિશન શું છે? - સમુદ્રયાન મિશન સંપૂર્ણપણે સ્વદેશી પ્રોજેક્ટ છે. મત્સ્ય 6000 એક સબમર્સિબલ છે, જે ટાઇટેનિયમ એલોયનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. ટાઇટેનિયમ એલોયનો દરિયાઈ સપાટીના દબાણ કરતાં 600 ગણું વધારે દબાણ એટલે કે 600 બાર (દબાણ માપવાનું એકમ) 6000 મીટરની ઊંડાઈએ ટકી શકે છે.(Samudrayaan mission)

Samudrayaan Mission

સબમર્સિબલનો વ્યાસ 2.1 મીટર છે. તેના દ્વારા ત્રણ લોકોને 12 કલાક માટે 6000 મીટરની ઊંડાઈ પર દરિયામાં મોકલવામાં આવશે. તેની પાસે 96 કલાકની કટોકટીની સહનશક્તિ છે. આશા છે કે, આ મિશન 2026માં લોન્ચ કરવામાં આવશે. અમેરિકા, રશિયા, જાપાન, ફ્રાન્સ અને ચીન પછી માનવસહિત સબમર્સિબલ્સ બનાવનારો ભારત છઠ્ઠો દેશ છે. (Samudrayaan mission)

જાણો શું કરશે સી પ્લેન? - આ જહાજ સમુદ્રની ઊંડાઈની શોધ કરશે. આ સાથે તેનો ઉદ્દેશ્ય સમુદ્રના ઊંડાણમાં દુર્લભ ખનિજોની ખાણ માટે સબમરીન દ્વારા મનુષ્યને મોકલવાનો છે. આ પ્રોજેક્ટનો ખર્ચ લગભગ 4100 કરોડ રૂપિયા છે. (Samudrayaan mission)

સમુદ્રયાનને ઊંડા સમુદ્રમાં ગેસ હાઇડ્રેટ, પોલીમેટાલિક મેંગેનીઝ નોડ્યુલ્સ, હાઇડ્રો-થર્મલ સલ્ફાઇડ અને કોબાલ્ટ પોપડા જેવા સંસાધનોની શોધ માટે મોકલવામાં આવશે. આ વસ્તુઓ 1000 થી 5500 મીટર સુધીની ઊંડાઈમાં જોવા મળે છે. (Samudrayaan mission)

ડીપ ઓશન મિશન શું છે? - પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે જૂન 2021માં આ મિશન શરૂ કર્યું હતું. તેનો હેતુ દરિયાઈ સંસાધનો વિશે જાણવાનો છે. દરિયાઈ સંસાધનોનો ઉપયોગ કરવા માટે ઊંડા સમુદ્રમાં ટેકનોલોજી મોકલવી. તેનો ઉદ્દેશ્ય ભારત સરકારને બ્લુ ઈકોનોમીમાં મદદ કરવાનો છે. સમુદ્રયાન આનો એક ભાગ છે. (Samudrayaan mission)

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X