PM મોદીએ લૉન્ચ કરેલ આયુષ્માન ભારત ડિજિટલ મિશન શું છે? કેવી રીતે બનશે યુનિક હેલ્થ આઈડી?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી ડિજિટલ આરોગ્ય અભિયાનની શરૂઆત કરી દીધી છે. જાણો, કઈ રીતે બનશે આ યુનિક હેલ્થ આઈડી.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે(27 સપ્ટેમ્બર) પ્રધાનમંત્રી ડિજિટલ આરોગ્ય અભિયાન(Ayushman Bharat Digital Misssion)ની શરૂઆત કરી દીધી છે. પ્રધાનમંત્રીએ 15 ઓગસ્ટ, 2020ના રોજ લાલ કિલ્લાથી આ યોજના વિશે માહિતી આપી હતી. હાલમાં પીએમ-ડીએમએમ છ કેન્દ્રશાસિત પ્રદેશોમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે ચલાવવામાં આવી રહ્યુ છે. જેમાં કેન્દ્રશાસિત પ્રદેશ અંદમાન-નિકોબાર, ચંદીગઢ, દાદરા અને નગરહવેલી, દીવ અને દમણ, લદ્દાખ, લક્ષદ્વીપ અને પુડુચેરીમાં આંકડા એકઠા કરવામાં આવી રહ્યા છે. આ અભિયાન હેઠળ સામાન્ય જનતાને એક યુનિક હેલ્થ આઈડી પણ મળશે જેના દ્વારા તેમના આરોગ્યનુ આખો રેકૉર્ડ રાખવામાં આવશે.

પ્રધાનમંત્રી ડિજિટલ આરોગ્ય મિશન શું છે?
પીએમ-ડીએએચએમ આરોગ્ય સંબંધી વ્યક્તિગત માહિતીની સુરક્ષા, ગોપનીયતા અને ખાનગીપણાને સુનિશ્ચિત કરીને ડેટા, સૂચના અને માહિતીનુ એક સહજ ઑનલાઈન પ્લેટફૉર્મ તૈયાર કરશે. આ અભિયાન હેઠળ નાગરિકોની સંમતિથી આરોગ્ય રેકૉર્ડ સુધી પહોંચ અને આદાન-પ્રદાનને સક્ષમ બનાવી શકાશે. પીએમ-ડીએચએમ ઉપયોગમાં સરળ એક ઑનલાઈન પ્લેટફૉર્મ તૈયાર કરશે જે ડિજિટલ આરોગ્ય ઈકો સિસ્ટમ અંતર્ગત આરોગ્ય સાથે જોડાયેલા અન્ય પોર્ટલના પરસ્પર સંચાલનને પણ સક્ષમ બનાવશે. પ્રધાનમંત્રી -ડીએચએમમાં દરેક નાગરિક માટે એક આરોગ્ય આઈડી મળશે. જે તેમના આરોગ્યખાતા તરીકે કામ કરશે. આ આઈડી દ્વારા વ્યક્તિગત આરોગ્ય રેકૉર્ડને મોબાઈલ એપ્લીકેશનની મદદ જોડવામાં આવશે અને તેને જોઈ શકાશે.

કેવી બનશે આ યુનિક હેલ્થ આઈડી?
આ યુનિક હેલ્થ આઈડી 14 આંકડાનો નંબર હશે. તેની મદદથી જે-તે વ્યક્તિનો હેલ્થ રેકૉર્ડ રાખવામાં આવશે. આ નંબર એક હેલ્થ અકાઉન્ટ તરીકે કામ કરશે. એક મોબાઈલ એપ્લીકેશનની મદદથી તેમાં માહિતી જોઈ શકાશે. હેલ્થકેર પ્રોફેશન્લ રજિસ્ટ્રી(HPR) અને હેલ્થકેર ફેલિસિટીઝ રજિસ્ટ્રી(HFR) આમાં એક કોષ(ભંડાર)ની ભૂમિકા નિભાવશે જ્યાં આ ડેટા જમા થશે જેને હેલ્થકેર પ્રોવાઈડર્સ સાથે શેર કરવામાં આવશે. આ યુનિક હેલ્થ આઈડીને માત્ર આધાર કાર્ડથી જ નહિ પરંતુ ફોન નંબરથી પણ બનાવી શકાશે. આ યુનિક કાર્ડની મદદથી દર્દીના બધા જૂના હેલ્થ રેકૉર્ડ ડિજિટલી સુરક્ષિત રહેશે. healthid.ndhm.gov.in પર આનુ ઑનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકાશે.

યુનિક હેલ્થ આઈડીથી આ લાભ થશે
આ યુનિક આઈડીની મદદથી ઈલાજ માટે પેપરવર્ક, રસીદ વગેરે સાચવવા નહિ પડે. મોબાઈલમાં બધો ડેટા હશે જેનાથી બધુ સરળ બની જશે. ડૉક્ટરની અપોઈન્ટમેન્ટ લેવી, ફી આપવી વગેરેમાંથી મુક્તિ મળશે. PH-DHMનો મુખ્ય હેતુ ભારતની આરોગ્ય સેવા પ્રણાલીને વધુ સારી કરવાનો છે. આનાથી હેલ્થકેરની જરૂરિયાતોની વન-સ્ટૉપ સૉલ્યુશન બનાવવાની તૈયારી છે. આ અભિયાન હેઠળ હેલ્થકેર પ્રોફેશનલ્સ રજિસ્ટ્રી(એચપીઆર) અને હેલ્થકેર ફેસિલિટીઝ રજિસ્ટર(એચએફઆર), આધુનિક અને પારંપરિક ચિકિત્સા પ્રણાલી બંને મામલે બધા આરોગ્ય સેવા પ્રદાતાઓ માટે એક સંગ્રહ તરીકે કાર્ય કરશે. તે ડૉક્ટરો-હોસ્પિટલો અને આરોગ્ય સેવા પ્રદાતાઓનુ કામ સરળ કરશે.












Click it and Unblock the Notifications
