જાણો રાહુલ ગાંધીને સજા થઈ તે IPC ની કલમ 504, જાણો શું કહે છે કાયદો?

સુરત : સુરત કોર્ટે મોદી અટક પર વિવાદાસ્પદ ટિપ્પણી કરતા મુદ્દે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવી છે. કોર્ટે ટિપ્પણી બદલ ગુનાહિત માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા છે અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે રાહુલ ગાંધીને ઈન્ડિયન પીનલ કોર્ટ એટલે કે IPC ની કલમ 504 હેઠળ દોષિત ઠેરવ્યા છે. આ કાયદો શું કહે છે અને તેના હેઠળ મહત્તમ સજા શું છે?
આઈપીસીની કલમ 504 શાંતિનો ભંગ કરવા ઉશ્કેરવાના ઈરાદાથી ઈરાદાપૂર્વક અપમાનને વ્યાખ્યાયિત કરે છે. આ કલમ અનુસાર, જે કોઈ વ્યક્તિ જાણી જોઈને કોઈ પણ વ્યક્તિનું અપમાન કરે છે અને તેથી કોઈ વ્યક્તિને જાહેર શાંતિનો ભંગ કરવા અથવા અન્ય કોઈ ગુનો કરવા માટે કારણભૂત અથવા ઉશ્કેરવાનો ઈરાદો ધરાવે છે. આ કલમ હેઠળબે વર્ષ સજા અને દંડની જોગવાઈ છે.
ફરિયાદીના દાવા અનુસાર, 2019ની લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ આ વિવાદાસ્પદ આ ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીમાં રાહુલ ગાંધી પર મોદી સમુદાયને બદનામ કરવાનો આરોપ છે. ફરિયાદી અનુસાર, રાહુલ ગાંધીએ સમગ્ર મોદી સમુદાયને ચોર કહ્યો હતો. આ કેસમાં ફરિયાદી ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી છે.
मेरा धर्म सत्य और अहिंसा पर आधारित है। सत्य मेरा भगवान है, अहिंसा उसे पाने का साधन।
— Rahul Gandhi (@RahulGandhi) March 23, 2023
- महात्मा गांधी
સજા બાદ રાહુલ ગાંધીએ ટ્વિટર પર મહાત્મા ગાંધીના નિવેદનને ટાંકીને લખ્યું કે, મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારા ભગવાન છે, અહિંસા એ પ્રાપ્ત કરવાનું સાધન છે.
डरी हुई सत्ता की पूरी मशीनरी साम, दाम, दंड, भेद लगाकर @RahulGandhi जी की आवाज को दबाने की कोशिश कर रही है।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) March 23, 2023
मेरे भाई न कभी डरे हैं, न कभी डरेंगे। सच बोलते हुए जिये हैं, सच बोलते रहेंगे। देश के लोगों की आवाज उठाते रहेंगे।
सच्चाई की ताकत व करोड़ों देशवासियों का प्यार उनके साथ है।
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ આ મામલે ટ્વીટ કરીને લખ્યું કે, ડરી ગયેલી સત્તાની આખી મશીનરી સામ, દામ, દંડ અને ભેદથી રાહુલ ગાંધીનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. મારા ભાઈઓ ક્યારેય ડર્યા નથી અને ક્યારેય ડરશે પણ નહિ. સત્ય બોલતા જીવ્યા છે, સત્ય બોલતા રહીશું. દેશના લોકોનો અવાજ બુલંદ કરતા રહીશું. સત્યની શક્તિ અને કરોડો દેશવાસીઓનો પ્રેમ તેમની સાથે છે.












Click it and Unblock the Notifications
