Manipur: મણિપુરની શર્મશાર ઘટના પાછળનું શું છે કારણ? ફેક ન્યુઝનો મહિલાઓ બની ભોગ, જાણો
મણિપુરમાં જે રીતે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરવાનો વીડિયો સામે આવ્યો, તે પછી દેશભરમાં આ ઘટનાની ચર્ચા થઈ રહી છે. દરેક લોકો આ ઘટનાની નિંદા કરી રહ્યા છે અને દોષિતોને વહેલી તકે સજા મળે તેવી વાત કરી રહ્યા છે.
આ હૃદયદ્રાવક વીડિયોમાં ટોળાએ બે મહિલાઓને નગ્ન અવસ્થામાં રસ્તા પર ચલાવી હતી. બંને મહિલાઓ કુકી જો સમુદાયની છે. રિપોર્ટ અનુસાર બંને મહિલાઓ સાથે સામૂહિક બળાત્કાર પણ કરવામાં આવ્યો હતો. આ મામલે FIR નોંધવામાં આવી છે.
આ ઘટના પાછળના કારણ વિશે વાત કરીએ તો એક ફેક ન્યૂઝના કારણે ટોળાએ બંને મહિલાઓ સાથે આ કૃત્ય કર્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં બળાત્કારના સમાચાર ફેલાયા હતા, જેમાં મણિપુરમાં આવા જ બળાત્કારના સમાચાર જણાવવામાં આવ્યા હતા.

ફેક ન્યૂઝ ફેલાવવામાં આવ્યા હતા કે મણિપુરની એક મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો જે ચોક્કસ સમુદાયની હતી. પ્લાસ્ટિકમાં લપેટી એક મહિલાની તસવીર શેર કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે તે મણિપુરની મહિલા છે. પરંતુ બાદમાં સ્પષ્ટ થયું કે આ મામલો દિલ્હીનો છે. આ વીડિયોથી ટોળું ગુસ્સે થઈ ગયું અને તેઓએ કોંગપોકપીના પાંચ લોકોને બંધક બનાવ્યા. આ ઘટના 4 મેની છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ લગભગ 800-1000 લોકો હથિયારો સાથે બી ફાનોમ ગામમાં પ્રવેશ્યા અને તોડફોડ કરી અને લૂંટ ચલાવી. ઘરો બળી ગયા, ઘણો વિનાશ થયો. રિપોર્ટ અનુસાર આ લોકો મેઇતેઈ સમુદાયના હતા.
આ હુમલા દરમિયાન ત્રણ મહિલાઓ અને બે પુરૂષો ભાગવામાં સફળ થયા અને નજીકના જંગલમાં સલામતી માટે છુપાઈ ગયા. આ લોકોને બાદમાં નોંગપોક સેકમાઈ પોલીસે બચાવી લીધા હતા, પરંતુ જ્યારે તેઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા ત્યારે ટોળા દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું.
તેમાંથી એક યુવકની આ લોકોએ હત્યા કરી હતી. ત્રણ મહિલાઓને બળજબરીથી નગ્ન કરવામાં આવી હતી. આમાંથી એક મહિલા 21 વર્ષની છે જેની સાથે સામૂહિક બળાત્કાર થયો હતો. જ્યારે તેના 19 વર્ષના ભાઈએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આ લોકોએ તેને મારી નાખ્યો.
આ કેસમાં અત્યાર સુધીમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિઓમાંથી એક તે છે જે વીડિયોમાં જોવા મળી રહ્યો છે અને તેણે ગ્રીન ટી-શર્ટ પહેરી છે. મુખ્યમંત્રીએ બંનેની ધરપકડની પુષ્ટિ કરી છે. આ મામલે 18 મેના રોજ ફરિયાદ નોંધવામાં આવી હતી, જે 21 જૂને એફઆઈઆરમાં ફેરવાઈ હતી. મુખ્યમંત્રી એન બિરેન સિંહે કહ્યું કે સરકાર આ લોકો સામે ફાંસીની સજા પર વિચાર કરી રહી છે.












Click it and Unblock the Notifications
