સજાથી બચવા હવે રાહુલ ગાંધી શું કરશે? જાણો હવે ક્યાં વિકલ્પો ઉપલબ્ધ?

મોદી સરનેમ વિવાદ કેસમાં રાહુલ ગાંધીની અરજી પણ સૂનાવણી કરતા કોર્ટે ચુકાદો યથાવત રાખ્યો છે. રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવાની માંગણી કોર્ટે ઠુકરાવી છે. હવે રાહુલ ગાંધીએ સજાથી બચવા માટે બીજા ઉપાયો વિચારવા પડશે. હવે ોવાનું એ છે કે રાહુલ ગાંધી પાસે બીજા ક્યાં વિકલ્પો ઉપબલ્ધ છે.

સુરત સેશન્સ કોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે. આમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. 23 માર્ચે કોર્ટે રાહુલને દોષિત જાહેર કરીને સજાની જાહેરાત કરી હતી.

Rahul gandhi

આ પહેલા 3 એપ્રિલે સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીના જામીન મંજૂર કર્યા હતા. કેસમાં દોષી ઠેરવ્યા બાદ અપીલ દાખલ કરી હતી. સેશન્સ કોર્ટના નિર્ણયને રાહુલ ગાંધી માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. આજે રાહુલ ગાંધીની માંગ સ્વીકારાઈ હોત તો તેમનું રદ કરાયેલ સંસદનું સભ્યપદ બહાલ થઈ શકતું હતું.

હવે રાહુલ ગાંધી માટે જેલમાં જવાથી બચવા ટે હાઈકોર્ટનો વિકલ્પ ખુલ્લો છે. સેશન્સ કોર્ટના આ નિર્ણય સામે કોંગ્રેસ હવે હાઈકોર્ટમાં જશે. પિટિશનને ફગાવી દેતા કોંગ્રેસના કોમ્યુનિકેશનના પ્રભારી મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે અમે કાયદા હેઠળ અમારી પાસે ઉપલબ્ધ તમામ વિકલ્પોનો ઉપયોગ કરીશું.

જણાવી દઈએ કે આવો જ એક મામલો ત્યારે સામે આવ્યો જ્યારે નીચલી કોર્ટે લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલને હત્યાના પ્રયાસના કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને તેને 10 વર્ષની સજા સંભળાવી હત. સજા ત્યારબાદ ફૈઝલની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી હતી. સજા વિરુદ્ધ કેરળ હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે તેમની સજા પર સ્ટે મુકતા તેમનું સભ્યપદ પુનઃસ્થાપિત કરાયુ હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X