For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોર્ટનો આદેશ ગમે તે હોય, નવરાત્રી પર ડીજે વાગશેઃ પ્રજ્ઞા ઠાકુર

કોર્ટનો આદેશ ગમે તે હોય, નવરાત્રી પર ડીજે વાગશેઃ પ્રજ્ઞા ઠાકુર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશની ભોપાલ સીટથી સાંસદ પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે નવરાત્રી પર ડીજ જરૂર વગાડવામાં આવશે પછી તે કોર્ટના આદેશની વિરુદ્ધ જ કેમ ન હોય. પ્રાએ કહ્યું કે માત્ર હિન્દુઓ માટે જ નવરાત્રી પર ડીજે વગાડવાને લઈ કાયદા કાનૂન લાવવામાં આવે છે, અમે આ નહિ માનીએ. તેણે કહ્યું કે આ તો અમારી આસ્થાનો મામલો છે, આમાં કાનૂન અને પ્રશાસન ન લાવવામાં આવે.

કોર્ટના આદેશથી સહમત નહિ

કોર્ટના આદેશથી સહમત નહિ

ભોપાલમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન પ્રજ્ઞા સાથે જ્યારે મોડી રાતે ડીજે વગાડવાને લઈ કોર્ટે આપેલ આદેશ પર સવાલ કરવામાં આવ્યો તો તેમે કહ્યું કે નવરાત્રી પર અમે લાઉડસ્પીકરનો ઉપયોગ કરશું અને ડીજે પણ વગાડશું. પ્રજ્ઞાએ ત્યાં સુધી કહી દીધું કે આ મામલે તે કોર્ટનો ફેસલો નહિ માને.

દુર્ગા પંડાલ પર પ્રશાસનના ફેસલાનો પણ વિરોધ કર્યો

દુર્ગા પંડાલ પર પ્રશાસનના ફેસલાનો પણ વિરોધ કર્યો

હાલમાં જ ભોપાલમાં હોડી દુર્ઘટના બાદ દુર્ગા પંડાલો અને પ્રતિમાઓને લઈ જિલ્લા પ્રશાસન તરફથી જાહેર થયેલ ગાઈડલાઈનને પણ પ્રજ્ઞાએ હિન્દુ વિરોધી ગણાવી હતી. પ્રજ્ઞાએ કહ્યું હતું કે પ્રશાસનનો આદેશ હિન્દુ વિરોધી છે. પ્રજ્ઞાએ દુર્ગા પંડાલોમાં ડીજે સાઉન્ડ વગાડવાની સમય સીમા નક્કી કરવા પર કહ્યું કે તેમનું મન હશે ત્યાં સુધી સાઉન્ડ વાગશે.

વિવાદોમાં રહી પ્રજ્ઞા

વિવાદોમાં રહી પ્રજ્ઞા

2019ની લોકસભા ચૂંટણીમાં ભોપાલ સીટથી સાંસદ બનેલ પ્રજ્ઞા ઠાકુર માલેગાંવ બોમ્બ બ્લાસ્ટમાં આરોપી છે. તેના પર કેસ ચાલી રહ્યો છે. પ્રજ્ઞા આ મામલે જેલ પણ રહી આવી છે. ચૂંટણી સમયે પણ પ્રજ્ઞા પોતાના નિવેદનોને લઈ ચર્ચામાં આવી હતી. પ્રજ્ઞાના નથુરામ ગોડસે વાળા નિવેદનને કારણે બીજી પાર્ટીઓનો વિરોધનો સામનો પણ કરવો પડ્યો હતો. જણાવી દઈએ કે પ્રજ્ઞા ઠાકુરે નથુરામ ગેડસેને એક દેશભક્ત ગણાવ્યો હતો.

આજે મહાત્મા ગાંધી જીવિત હોત તો મોબ લિંચિંગને કેવી રીતે જોત?આજે મહાત્મા ગાંધી જીવિત હોત તો મોબ લિંચિંગને કેવી રીતે જોત?

English summary
Whatever the court order, DJ will play on Navratri: Pragya Thakur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X