For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૉટ્સએપના 500 મિલિયન યુઝર્સનો ડેટા થયો લીક, ઑનલાઈન વેચાણ માટે છે તૈયારઃ સાઈબર ન્યૂઝનો રિપોર્ટ

લગભગ 500 મિલિયન વૉટ્સએપ યુઝર્સનો ડેટા ફોન નંબર સહિત લીક થઈ ગયો છે અને તે ઑનલાઈન વેચાણ માટે ઉપલબ્ધ છે તેવો સાઈબર ન્યૂઝના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

WhatsApp Users Data Leaked: લગભગ 500 મિલિયન વૉટ્સએપ યુઝર્સનો ડેટા ફોન નંબર સહિત લીક થઈ ગયો છે અને તે ઑનલાઈન વેચાણ માટે ઉપલબ્ધ છે તેવો સાઈબર ન્યૂઝના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. સાઈબર ન્યૂઝના રિપોર્ટ મુજબ ફેમસ હેકિંગ ફોરમ પર વેચાણ માટે તૈયાર ડેટાબેઝમાં 84 દેશોના વૉટ્સએપ યુઝર્સની માહિતી સામેલ છે. વેચાણ માટે ડેટા નાખનાર વ્યક્તિનો દાવો છે કે સેટમાં યુએસના 32 મિલિયન યુઝર્સના રેકૉર્ડ છે. ડેટાબેઝમાં મિસ્રના 45 મિલિયન, ઈટલીના 35 મિલિયન, ફ્રાંસના 20 મિલિયન, સઉદી અરબના 29 મિલિયન, રશિયાના 10 મિલિયન, યુકેના 11 મિલિયન, તુર્કીના 20 મિલિયન અને ભારતના પણ લાખો નાગરિકો સામેલ છે.

શું છે ડેટાબેશની કિંમત

શું છે ડેટાબેશની કિંમત

રિપોર્ટ મુજબ યુએસ ડેટાસેટ $7,000માં ઉપલબ્ધ છે, જ્યારે UK ડેટાસેટની કિંમત $2,500 હશે. સાયબર ન્યૂઝે જણાવ્યુ હતુ કે જ્યારે તેમણે વિક્રેતાનો સંપર્ક કર્યો ત્યારે તેમને પુરાવા તરીકે યુકે સ્થિત 1,097 નંબર શેર કર્યા. જે પછી સાયબર ન્યૂઝે તે નંબરોની તપાસ કરી અને પુષ્ટિ કરી કે તે બધા વૉટ્સએપ એકાઉન્ટ નંબર છે.

કેવી રીતે લીક થયો ડેટા?

કેવી રીતે લીક થયો ડેટા?

જો કે, હેકરે સ્પષ્ટ કર્યુ નથી કે તેમણે ડેટા કેવી રીતે મેળવ્યો. તમને જણાવી દઈએ કે આ પ્રકારની માહિતીનો ઉપયોગ ઘણીવાર સાયબર ક્રાઇમ જેવા કે સ્મિશિંગ અને વિશિંગ માટે કરવામાં આવે છે. બંનેમાં વપરાશકર્તાઓને ટેક્સ્ટ સંદેશ મોકલવા અને લિંક પર ક્લિક કરવાનુ કહેવામાં આવે છે. જે પછી યુઝર્સને તેમનુ ક્રેડિટ કાર્ડ અથવા અન્ય અંગત વિગતો આપવાનુ કહેવામાં આવે છે.

આ પહેલા પણ આવી ચૂક્યા છે આના મામલા

આ પહેલા પણ આવી ચૂક્યા છે આના મામલા

આ પહેલીવાર નથી જ્યારે મેટા-માલિકીનુ પ્લેટફોર્મ ડેટા ભંગનો ભોગ બન્યુ હોય. ગયા વર્ષે ભારતમાંથી 6 મિલિયન રેકોર્ડ સહિત 500 મિલિયનથી વધુ ફેસબુક વપરાશકર્તાઓનો વ્યક્તિગત ડેટા કથિત રીતે લીક થયો હતો. લીક થયેલા ડેટામાં ફોન નંબર અને અન્ય વિગતોનો સમાવેશ થાય છે.

વૉટ્સએપ સેવાની શરતોનુ ઉલ્લંઘન

વૉટ્સએપ સેવાની શરતોનુ ઉલ્લંઘન

સાયબરન્યૂઝે વૉટ્સએપની પેરેન્ટ કંપની મેટાનો સંપર્ક કર્યો પરંતુ તાત્કાલિક પ્રતિસાદ મળ્યો નથી. વૉટ્સએપયુઝર્સની માહિતીને એકત્ર કરીને મેળવવામાં આવે છે જેને સ્ક્રેપિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે વૉટ્સએપસેવાની શરતોનુ ઉલ્લંઘન છે. આ દાવો વિશુદ્ધ રુપે સટ્ટો છે. જો કે, તે ઘણી વખત ઑનલાઈન પોસ્ટ કરાયેલા મોટા ડેટા ડમ્પને સ્ક્રેપ કરીને મેળવવામાં આવે છે.

English summary
WhatsApp data Of 500 million users leaked, available for online sale according to cybernews report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X