આપણી જમીન બરબાદ કરવા માટે ઘઉં-ડાંગરના મોડલ જવાબદાર - પંજાબના કૃષિ મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલ
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ સતત કૃષિ અને ખેડૂતોના હિત માટે કમગીરી કરવામાં આવી રહી છે.
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ સતત કૃષિ અને ખેડૂતોના હિત માટે કમગીરી કરવામાં આવી રહી છે. આ અંગે મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ હેઠળ પંજાબના કૃષિ મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલ રાજ્યના ખેડૂતોના ઉત્કર્ષ કામગીરી કરી રહ્યા છે. પંજાબને ભારતનો ઘઉંનો કોઠાર પણ કહેવામાં આવે છે.

પંજાબ રાજ્યમાં ઘઉં અને ડાંગરના પાકના પરિભ્રમણને નકારી કાઢતા પંજાબના કૃષિ પ્રધાન કુલદીપ સિંહ ધાલીવાલે જણાવ્યું હતું કે, આપણે 20 વર્ષ પહેલા ઘઉં-ડાંગરના રોટેશનને છોડી દેવું જોઈતું હતું. હરિયાળી ક્રાંતિના આ મોડેલે આપણી ફળદ્રુપ જમીનને બરબાદ કરી છે. આ સાથે સાથે તેણે આપણા ભૂગર્ભ જળને પણ ખતમ કરી નાખ્યું છે. ધાલીવાલ સોમવારના રોજ પંજાબ ખેડૂત આયોગ દ્વારા કૃષિના વૈકલ્પિક મોડલ વિષય પર આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા.
પંજાબના કૃષિ પ્રધાન ધાલીવાલે જણાવ્યું હતું કે, કૃષિની વર્તમાન પદ્ધતિમાં કુદરતની સંપૂર્ણ ઉપેક્ષા કરવામાં આવી છે, તેથી બે કૃષિ નીતિઓની જરૂર છે. એક વર્તમાન કૃષિ મોડલને આગળ વધારવું અને બીજું કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવું. પંજાબ સરકાર 31 માર્ચ, 2023 સુધીમાં રાજ્યની નવી કૃષિ નીતિ તૈયાર કરશે. જે પંજાબની ભૌગોલિક સ્થિતિ, જમીનની ફળદ્રુપતા, પાકની ઉપલબ્ધતા અને પાણીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. આ અંગે જાણીતા કૃષિ વૈજ્ઞાનિકો, તજજ્ઞો અને ખેડૂત સંગઠનો સાથે ચર્ચા ચાલી રહી છે.
કૃષિ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ખેતીમાં ખાતર, રસાયણો, નીંદણનાશક દવાઓ અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગને કારણે લોકોને આરોગ્યની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પંજાબને તેની પહેલાની સ્થિતિમાં લાવવાની અને કુદરતી ખેતી માટે તેની જમીન અને પાણી અનુસાર કામ કરવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે, 60 વર્ષીય કુલદીપ સિંહ ધાલીવાલ 2022ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં અજનલા બેઠક પરથી AAPના ઉમેદવાર છે.












Click it and Unblock the Notifications
