જ્યારે એક વિલને ભુલથી રવિના ટંડનને લીપ કિસ કરી લીધી…જાણો પછી શું થયુ?
એક જમાનાની ફેમસ અભિનેત્રી રવિના ડંટન તેની ખૂબસૂરતી અને ફિલ્મો માટે જાણીતી છે. ઘણી હિટ ફિલ્મો આપનારી રવિના ડંટને હાલમાં જ તેના ફિલ્મી કરિયરને લઈને ઘણા ખુલાસા કર્યા છે.
રવિના ટંડનનું નામ એ અભિનેત્રીઓની યાદીમાં આવે છે જે ફિલ્મોમાં નો કિસિંગ સીન પોલિસી સાથે ફિલ્મો કરે છે. હાલમાં તેણીએ તેની સાથે બનેલી કિસિંગની એક ઘટના શેર કરી છે.

આ ઘટના મુદ્દે વાત કરતા રવિના ડંટને જણાવ્યુ કે, એકવાર તેના એક કો-એક્ટરે તેને ભૂલથી લિપ કિસ કરી લીધી હતી. આ પછી જે થયુ તે વિચારીને રવિના ટંડન હજી પણ કંપી જાય છે.
બોલિવૂડની સફળ અભિનેત્રીઓમાં સામેલ રવિના ટંડને હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં આ ખુલાસા કર્યા છે. આ ઈન્ટરવ્યુમાં તેણીએ કહ્યું કે, તેણે હંમેશા સ્ક્રીન પર કિસિંગ સીન ટાળ્યા છે. લિપ-લૉકથી લઈને ઈન્ટિમેટ સીન સુધી કોઈ પણ વસ્તુ શૂટ કરવામાં તે કમ્ફર્ટેબલ નથી.
રવિના ટંડને એક કિસ્સો સંભળાવતા કહ્યું કે, એકવાર તેના એક કો-એક્ટરે તેને ભૂલથી લિપ કિસ કરી લીધી. આ સીન સ્ક્રિપ્ટનો ભાગ નહોતો. આ લિપ કિસ પછી તે એટલી અસહજ થઈ ગઈ કે તેને ઉલ્ટી પણ થઈ. જો કે બાદમાં એક્ટરે લિપ કિસ માટે રવિના ટંડનની માફી પણ માંગી હતી.
ઇન્ટરવ્યુ દરમિયાન રવિના ટંડને કહ્યું કે, ફિલ્મોમાં કિસ ન કરવી તે તેની પોતાની પસંદગી છે. તે આવા સીન કરવામાં બિલકુલ કમ્ફર્ટેબલ નહોતી. જો દીકરી રાશા ક્યારેય ફિલ્મોમાં આવું કંઈક કરવા ઈચ્છે તો તે કરી શકે છે.
રવિના ટંડને કહ્યું કે, જો રાશા ઈન્ટીમેટ સીન અથવા લિપ કિસ કરવામાં કમ્ફર્ટેબલ હોય તો તે કરી શકે છે. પરંતુ જો તે પણ અસ્વસ્થતા અનુભવે છે તો તેને સ્પર્શ કરવાની કોઈની હિંમત નથી.
રવિના ટંડને પોતાની વાત શેર કરતા જણાવ્યુ કે, મારી એક ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. મારો રફ હેન્ડલિંગ સીન વિલન સાથે શૂટ કરવામાં આવી રહ્યો હતો. આ સ્થિતિમાં મારા કો-એક્ટરે ભૂલથી મને લિપ કિસ કરી લીધી. એક્ટરના હોઠ મારા હોઠને સ્પર્શ્યા. આ પછી હું તરત જ મારા રૂમમાં ગઈ અને ઉલ્ટી કરી દીધી. આ દ્રશ્ય પછી હું ખૂબ જ અસ્વસ્થ થઈ ગઈ.
રવિનાએ કહ્યું- મને લાગ્યું કે મારે મારા દાંત સાફ કરવા જોઈએ અને ઓછામાં ઓછા સો વખત મારો ચહેરો ધોવો જોઈએ.
જણાવી દઈએ કે, આ વિશે વાત કરતી વખતે રવિના ટંડને ફિલ્મ અને તેના સહ-અભિનેતાના નામનો ખુલાસો નથી કર્યો. જો કે તેણે ચોક્કસપણે કહ્યું કે તે એક વિલનની ભૂમિકા ભજવતો અભિનેતા હતો. આ આકસ્મિક કિસિંગ સીન પછી રવિના ટંડને આજ સુધી ક્યારેય આવા સીન નથી કર્યા. તે તેની નો કિસિંગ સીન પોલિસીને વળગી રહી છે.












Click it and Unblock the Notifications
