Video: જ્યારે અમેઠીવાળાએ પૂછ્યું, રાહુલ ભૈયા ભાભી ક્યારે લાવશો?
ક્રોંગ્રેસના ઉપાઅધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી હાલમાં તેમના સંસદીય ક્ષેત્ર અમેઠીના બે દિવસના પ્રવાસ પર હતા. જ્યાં તેમણે જનસંપર્ક વધાર્યો અને સ્થાનિક લોકોને મળ્યા. ત્યારે આ પ્રસંગે રાહુલ ગાંધીને સ્થાનિક લોકો એવી મીઠી મુંઝવણમાં નાખી દીધા કે રાહુલ ગાંધીના ગાલ લાલ થઇ ગયા.

રાહુલ ગાંધી જ્યારે મુંશીગંજ ગેસ્ટ હાઉસ છોડીને બહાર નીકળી રહ્યા હતા. ત્યારે કેટલા લોકોએ રાહુલ ગાંધીને પૂછી જ લીધું. કેટલાક સ્થાનિકાએ રાહુલને પૂછ્યું કે રાહુલ ભૈયા ક્યાં સુધી એકલા એકલા આવશો?...ભાભીને ક્યારે લઇને આવશો?
બસ આ સવાલ અને રાહુલ ગાંધીનો ચહેરો શર્મથી લાલ લાલ થઇ ગયો. અને તે તેમના મોબાઇલની તરફ જોવા લાગ્યા. જો કે અહીં ઉભેલા કેટલાક પત્રકારોએ તેમને જવાબ આપવા માટે રિકવેસ્ટ પણ કરી. પણ રાહુલ ગાંધી હસીને કંઇક પણ કહ્યા વગર અહીંથી જતા રહ્યા.












Click it and Unblock the Notifications
