રાહુલ ગાંધી PM બનશે ત્યારેજ લગ્ન કરશે આ છોકરો, પગપાળા જઈ રહ્યો છે દિલ્હી

રાહુલ ગાંધી PM બનશે ત્યારેજ લગ્ન કરશે આ છોકરો, લીધું વ્રત

ગ્વાલિયર: રાજનેતાઓ પ્રત્યે દીવાનગીમાં લોકો કોઇ પણ હદ સુધી ચાલ્યા જાય છે. અત્યારે મધ્ય પ્રદેશમાં પણ આવો એક વ્યકિત મળી આવ્યો છે, જે પોતાને રાહુલ ગાંધીનો સૌથી મોટો ફેન કહી રહયો છે. નામ છે સંજય રોશન બાગડે. સંજય રોશન બાગડે મહારાષ્ટ્રના નાગપુર જીલ્લાના કાપર ખેડા ગામનો રહેવાશી છે. હાથમાં તિરંગો પકડી અને રાહુલ ગાંધીના ફોટા વાળું ટી-શર્ટ પહેરી સંજય અત્યારના સમયે નાગપુરથી દિલ્લી સુધીંની પદયાત્રા પર છે. લગભગ 1100 કીલોમીટરની આ દુરી સંજય ચાલીને દિલ્લી પહોંચી રાહુલ ગાંધીને વિધાનસભા ચૂંટણી 2018માં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમા કોંગ્રેસની સરકાર બનવાની શુભેચ્છા પાઠવવા માંગે છે.

rahul gandhi

રાહુલ ગાંધીને પીએમ બનતા જોવાનું સપનું
સંજય રોશને જણાવ્યું કે તેમણે રાહુલ ગાંધીને ત્રણ રાજ્યોની જીત બદલ શુભેચ્છા પાઠવી છે, એટલું જ નહિ તેણે સંકલ્પ લીધો કે જ્યાં સુધી રાહુલ ગાંધી પીએમ નહિ બને ત્યાં સુધી તે પણ લગ્ન નહિ કરે.

એમપીથી પસાર થઈ રહ્યો છે
સંજયે 3 જાન્યુઆરી 2019ના રોજ પોતાના ગામથી દિલ્લી સુધીની પદયાત્રા શરૂ કરી હતી. અત્યારે મધ્યપ્રદેશના ગ્વાલિયર સુધી પહોંચ્યો છે. મતલબ કે અડધાથી પણ થોડી વધારે યાત્રા કરી લીધી છે. સંજયે કહ્યું કે વિધાનસભા ચૂંટણી 2018થી તેણે સંકલ્પ કર્યો હતો કે જો ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બનશે તો તે પદયાત્રા કરીને રાહુલ ગાંધીને શુભકામના આપશે.

આ પણ વાંચો- ફાઈટર જેટનો અવાજ સાંભળી ગભરાયા પાકિસ્તાનીઃ 'અમને લાગ્યુ યુદ્ધ શરૂ થઈ ગયુ'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X