Satyendar Jain Bail : સત્યેન્દ્ર જૈન જેલમાંથી બહાર આવ્યા, કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ

Satyendar Jain Bail : ઈડીના છડયંત્રનો ભોગ બનેલા આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના પુર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને જામીન મળતા જેલમાંથી બહાર આવ્યા છે.

સત્યેન્દ્ર જૈનને જામીન મળતા આજે જ તે જેલમાંથી બહાર આવ્યા છે. જેલમાંથી બહાર આવતા તેમના સ્વાગત માટે સીએમ આતિશી અને મનીષ સિસોદિયા સહિતના નેતાઓ આવકારવા પહોંચ્યા હતા.

Satyendar Jain Bail

દિલ્હીના મુખ્યમંત્રી આતિશી, મનીષ સિસોદિયા અને સંજય સિંહ સત્યેન્દ્ર જૈનને આવકારવા તિહાર જેલ પહોંચ્યા હતા. અહીં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ પહોંચ્યા હતા.

સત્યેન્દ્ર જૈન જેલમાંથી બહાર આવ્યા બાદ પાર્ટી કાર્યકર્તાઓએ મીઠાઈઓ વહેંચીને ઉજવણી કરી. તિહાર જેલમાંથી મુક્ત થયા બાદ સત્યેન્દ્ર જૈને કહ્યું કે, અરવિંદ કેજરીવાલનું કામ રોકવા માટે મારી ધરપકડ કરવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલ બહાર આવ્યા છે, મનીષ સિસોદિયા બહાર છે, સંજય સિંહ બહાર છે અને હવે હું પણ બહાર આવ્યો છું.

સત્યેન્દ્ર જૈને કહ્યું કે, હવે અમે તમામ કામ પૂર્ણ કરીને બતાવીશું. અરવિંદ કેજરીવાલે વચન આપ્યું હતું કે તેઓ યમુના નદીની સફાઈ કરશે. એ કામ રોકવા માટે જ મારી ધરપકડ કરવામાં આવી હતી. હવે અમે યમુના નદીની પણ સફાઈ કરીશું અને દિલ્હીના લોકો માટે તમામ કામો બતાવીશું.

જણાવી દઈએ કે, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સત્યેન્દ્ર જૈનને દેશ ન છોડવાની શરતે જામીન આપ્યા છે. હવે આ કેસના તમામ મોટા આરોપીઓ જેલ બહાર છે અને બીજેપી માટે મોટો પડકાર બની શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X