40ને બદલે 400 મારો ત્યારે પૂરો થશે પુલવામાનો બદલોઃ અરવિંદ કેજરીવાલ
40ને બદલે 400 મારો ત્યારે પૂરો થશે પુલવામાનો બદલોઃ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક માર્ચથી દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે અનશન પર બેસવા જઈ રહ્યા છે. આ અનશન પહેલા કેજરીવાલે કેન્દ્રની મોદી સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા. સાથે જ તેમણે પુલવામા હુમલા બાદ પાકિસ્તાનને 10 ગણા વધુ નુકસાન પહોંચાડવાની વાત પણ કહી છે.

પુલવામાનો બદલો લે સરકાર
અરવિંદ કેજરીવાલે ભાજપ પર પુલવામા હુમલાને લઈ કરતા હોવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે અમે વડાપ્રધાનની સાથે છીએ અને તેમને આકરાં પગલાં લેવા જોઈએ જેથી પાકિસ્તાને 10 ગણી કિંમત ચૂકવવી પડે. તેમણે કહ્યું કે વારંવાર ભારતનું અપમાન થઈ રહ્યું છે, સીમા પર પાકિસ્તાન જે ઈચ્છે છે તે કરી રહ્યું છે. પાકિસ્તાન વિરુદ્ધ નીતિને લઈ અરવિંદ કેજરીવાલે કહ્યું કે હાલની સરકારે ખોટા મેસેજ આપવાનું કામ કર્યું છે. એક તો પીએમ બોલાવ્યા વિના જ નવાઝ શરીફના જન્મદિવસ પર પાકિસ્તાન ચાલ્યા ગયા, જેથી પાકિસ્તાને આપણને કમજોર માની લીધા. બીજું પઠાણકોટમાં આપણે ISIને તપાસ માટે બોલાવી લીધા, જ્યારે તેમના જ આતંકીઓએ એરબેસ પર હુમલો કરાવ્યો હતો. તેઓ જો આપણા 40 મારે છે તો આપણે તેમના 400 મારશું ત્યારે જ બરાબરી થશે, નહિંતર તેઓ આપણને કમજોર સમજતા રહેશે.

મોદી-શાહને હટાવવા દરેક દેશ ભક્તનો ધર્મ
કેજરીવાલે કહ્યું કે મોદી-શાહની જોડીએ દેશમાં નફરતનો માહોલ પેદા કર્યો છે અને દેશની શાંતિ ભંગ કરી દીધી છે. કેજરીવાલે કહ્યું કે જ્યાં સુધી દેશમાં શાંતિ નહિ હોય, ત્યાં સુધી દેશનો વિકાસ શક્ય નથી. તેમણે કહ્યું કે દેશમાં ડરનો માહોલ છે, નેતા જ નહિ બલકે આજે સામાન્ય જનતા પણ ડરેલી છે. તપાસ એજન્સીઓનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. કેજરીવાલે કહ્યું કે આજે દરેક દેશભક્તનો ધર્મ છે કે તેઓ મોદી-શાહની જળોને સત્તામાં આવવાથી રોકે. દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે ધર્મ, જાતિના નામ પર લોકોને લડાવવામાં આવી રહ્યા છે. મોદી-શાહે પાંચ વર્ષમાં દેશની પથારી ફેરવી નાખી છે. તેમણે દેશનો ભાઈચારો ખતમ કરી દીધો અને લોકોના મનમાં ઝેર ફેલાવી દીધું છે. આ લોકો દેશમાંથી લોકતંત્ર ખતમ કરવા માંગે છે, જો તેઓ સત્તામાં આવ્યા તો ચૂંટણી થવી જ બંધ થઈ જશે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે 70 વર્ષથી જે કામ પાકિસ્તાન નથી કરી શખ્યું તે કામ મોદી-શાહની જોડીએ પાંચ વર્ષમાં કરી નાખ્યું.

લોકતંત્ર ખતમ કરી દેશે જોડી
અમિત શાહના નિવેદનનો હવાલો આપતા કેજરીવાલે કહ્યું કે જો 2019માં જો અમે જીતી ગયા તો 2050 સુધી સત્તામાં રહીશું. જેનો મતલબ કે આ લોકો સંવિધાનને બદલીને તાનાશાહી લાવી દેશે જેથી અન્ય કોઈ સત્તામાં ન આવી શકે. કેજરીવાલે કહ્યું કે જેવી રીતે જર્મનીમાં હિટલરે કર્યું હતું ઠીક તેવી જ રીતે મોદી-શાહની જોડી ભારતમાં તાનાશાહી લાવવા માંગે છે. તેમણે કહ્યું કે દેશની મજબૂરી છે અને 2019ની ચૂંટણીમાં કંઈપણ કરીને ભાજપને હરાવવો જરૂરી છે. પૂર્વ રાજ્યના સવાલ પર તેમણે કહ્યું કે દિલ્હીની જનતાએ ભાજપ અને કોંગ્રેસ બંનેને સાત સીટ આપીને જોઈ લીધું. પરંતુ આ બંનેમાંથી એકય પક્ષો દિલ્હીને પૂર્ણ રાજ્ય ન બનાવી શક્યા, અમે ઈચ્છીએ છીએ કે જનતા આ વખતે અમને 7 સીટ આપીને જુએ તો અમે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવીને દેખાડીશું. તેમણે કહ્યું કે મદન લાલ ખુરાના, સાહિબ સિંહ વર્મા, શીલા દીક્ષિત જેવા કેટલાય નેતાઓએ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગઉઠાવી હતી, પરંતુ હવે આ પક્ષના લોકો, તેમના જ દીકરા આ માંગનો વિરોધ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
