પાકિસ્તાન ગયેલી અંજુના કથિત પ્રેમીએ મોટા ખુલાસા કર્યા, જાણો અંજુ ક્યારે ભારત પરત ફરશે?
આ દિવસોમાં ભારતમાં ફિલ્મ વીર ઝારાની સ્ટોરી યાદ અપાવતી ઘણી ઘટનાઓ બની રહી છે. એક તરફ પાકિસ્તાની મહિલા ભારતીય યુવાનના પ્રેમમાં ભારત આવી છે તો ભારતની અંજુ તેના પ્રેમી માટે સરહદ પાર કરીને પાકિસ્તાન ગઈ છે. હવે અંજુના કથિત પ્રેમીએ ઘણા ખુલાસા કર્યા છે.
બે બાળકોની માતા અંજુ થોમસ ફેસબુક ફ્રેન્ડને મળવા ભારતથી પાકિસ્તાન પહોંચી છે. અંજુ થોમસને લઈને દાવો કરાઈ રહ્યો છે કે તે તેના કથિત પાકિસ્તાની પ્રેમી નસરુલ્લાને મળવા પાકિસ્તાન ગઈ છે અને ત્યાં તેની સાથે લગ્ન કરવાની છે.

આ તમામ ઘટનાક્રમ વચ્ચે કથિત પ્રેમી નસરુલ્લાએ સામે આવીને ઘણા ખુલાસા કર્યા છે. રાજસ્થાનના અલવરની રહેવાસી પરણિત અંજુએ પહેલા ફેસબુક ફ્રેન્ડને મળવા માટે પાસપોર્ટ બનાવ્યો અને કાયદેસર રીતે ટૂરિસ્ટ વિઝા સાથે પાકિસ્તાન ગઈ છે.
અંજુ અને પાકિસ્તાની નસરુલ્લાના પ્રેમ પ્રકરણના સમાચાર મીડિયામાં આવતા વાયરલ થઈ ગયા છે. પહેલા અંજુએ તેના પાકિસ્તાની મિત્ર સાથેના પ્રેમ સંબંધને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે તેની તુલના પાકિસ્તાની સીમા હૈદર સાથે ન કરવામાં આવે.
અંજુના કથિત પ્રેમી નસરુલ્લાએ જણાવ્યું કે., અંજુના ટૂરિસ્ટ વિઝાની મુદત 20 ઓગસ્ટે સમાપ્ત થશે અને તે પહેલા તે ભારત પરત ફરશે. આ સાથે નસરુલ્લાએ અંજુ સાથે કોઈ પ્રેમસંબંધ હોવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે.
નસરુલ્લાએ કહ્યું કે, અંજુ સાથે લગ્ન કરવાનો તેનો કોઈ પ્લાન નથી. અંજુનો જન્મ ઉત્તર પ્રદેશના કૈલોર ગામમાં થયો હતો અને તે રાજસ્થાનના અલવર જિલ્લામાં રહેતી હતી. નસરુલ્લાએ એ પણ જણાવ્યું કે તેણે 2019માં ફેસબુક પર અંજુ સાથે મિત્રતા કરી હતી.
પાકિસ્તાનના પેશાવરથી લગભગ 300 કિલોમીટર દૂર કુલશો ગામના રહેવાસી નસરુલ્લાએ મીડિયાને જણાવ્યુ છે કે, અંજુ પાકિસ્તાનની મુલાકાતે આવી છે અને અમારી લગ્ન કરવાની કોઈ યોજના નથી.
નસરુલ્લાએ એ પણ જણાવ્યું કે, અંજુના વિઝાની મુદત પૂરી થયા બાદ તે 20 ઓગસ્ટે પોતાના દેશ પરત જશે. અહીં તેને મોટો ખુલાસો કર્યો કે અંજુ તેના પરિવારની અન્ય મહિલા સભ્યો સાથે તેના ઘરમાં અલગ રૂમમાં રહે છે.












Click it and Unblock the Notifications
