મણીપુર ક્યારે જશો પીએમ? PM મોદીના યુક્રેન પ્રવાસને લઈને કોંગ્રેસ હમલાવર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુક્રેન પ્રવાસને લઈનેે કોંગ્રેસે આકરા સવાલ કર્યા છે. કોંંગ્રેસે પુછ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુર ક્યારે જશે?
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પીએમ નરેન્દ્ર મોદીની યુક્રેનની પ્રસ્તાવિત મુલાકાતને લઈને આકરા પ્રહારો કર્યા છે. જયરામ રમેશે PM મોદીને પૂછ્યું કે શું તેઓ યુરોપિયન રાષ્ટ્રની મુલાકાત પહેલા કે પછી વંશીય સંઘર્ષગ્રસ્ત મણિપુર રાજ્યની મુલાકાત લેશે?

જયરામ રમેશે લખ્યું કે, મણિપુરના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની નીતિ આયોગની બેઠકમાં ભાગ લે છે. મણિપુરના લોકો એક સરળ પ્રશ્ન પૂછે છે કે શું એન બિરેન સિંહ નરેન્દ્ર મોદીને અલગથી મળ્યા અને મણિપુરની સ્થિતિ અંગે ચર્ચા કરી?
જયરામ રમેશે વધુમાં પૂછ્યું કે શું એન બિરેન સિંહે નરેન્દ્ર મોદીને યુક્રેનની મુલાકાત પહેલા કે પછી મણિપુર આવવા આમંત્રણ આપ્યું? જણાવી દઈએ કે કોંગ્રેસ વડાપ્રધાન પર આ મુદ્દે સતત પ્રહારો કરી રહી છે કે તેમણે હજુ સુધી રાજ્યની મુલાકાત લીધી નથી.
જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુક્રેનની મુલાકાત 24મી ઓગસ્ટે પ્રસ્તાવિત છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રવાસ દરમિયાન તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીને મળશે અને ઘણા મુદ્દાઓ પર વાત કરશે.
ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર રશિયાના હુમલા બાદ પીએમ મોદીની યુક્રેનની આ પ્રથમ મુલાકાત છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી એ વિશ્વના નેતાઓમાં સામેલ હતા જેમણે વડાપ્રધાન મોદીને જૂનમાં સતત ત્રીજી જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.
વડાપ્રધાનના ત્રીજા કાર્યકાળની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત રશિયાની હતી, જેને ઝેલેન્સકીએ શાંતિના પ્રયાસો માટે વિનાશક ફટકો ગણાવી હતી. યુક્રેન યુદ્ધ છતાં રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખવા બદલ પશ્ચિમી દેશોએ ભારતની ટીકા કરી છે.












Click it and Unblock the Notifications
