Meghalaya Election Result 2023 : મેઘાલય ચૂંટણીનું પરિણામ ક્યારે આવશે, જાણો કોને કેટલી સીટ?
મેઘાલયમાં આગામી સરકાર કયા પક્ષની બનશે તેનો નિર્ણય બીજી માર્ચે આવી જશે. મેઘાલયમાં વર્તમાન સરકારનો કાર્યકાળ 15 માર્ચે સમાપ્ત થઈ રહ્યો છે. ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ નવી સરકારની રચના થશે.
નવી દિલ્હી : મેઘાલયમાં સોમવારે 27 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી માટે મતદાન પુરૂ થયું છે. અહીં મતદારોએ સોમવારે 60 સભ્યોવાળી નવી સરકાર માટે મતદાન કર્યું હતું. 2023 માં રાજ્યની ચૂંટણીઓમાં ઘણા રાજકીય પક્ષો વચ્ચે મોટી લડાઈ છે.

મેઘાલયમાં આગામી સરકાર કયા પક્ષની બનશે તેનો નિર્ણય બીજી માર્ચે આવી જશે. મેઘાલયમાં વર્તમાન સરકારનો કાર્યકાળ 15 માર્ચે સમાપ્ત થઈ રહ્યો છે. ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ નવી સરકારની રચના થશે.
ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયા એક્ઝિટ પોલ અનુસાર, મેઘાલયમાં કોઈપણ પક્ષને બહુમતી મળવાની સંભાવના નથી. અહીં NPPને 18 થી 24 સીટો મળવાની સંભાવના છે. કોંગ્રેસ પાર્ટી 6 થી 12 બેઠકો જીતી શકે છે. આ સિવાય ભાજપને 4 થી 8 અને અન્યને 4 થી 8 બેઠકો મળવાની સંભાવના છે.
અહીં તમને જણાવી દઈએ કે, મેઘાલયના પૂર્વ મંત્રી અને યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર એચડીઆર લિંગદોહના મૃત્યુને કારણે સોહિયોંગ બેઠક સ્થગિત કરવામાં આવી છે. મેઘાલય વિધાનસભા માટે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું હતું. 27 ફેબ્રુઆરી 2023ના રોજ 59 મતવિસ્તારોમાં 21 લાખથી વધુ લોકોએ મતદાન કર્યું હતું. ચૂંટણી પંચે મેઘાલયમાં મતદાન માટે 3,419 મતદાન મથકો બનાવ્યા હતા.












Click it and Unblock the Notifications
