ક્યાંથી આવ્યુ હૈદરાબાદનું નવુ નામ ભાગ્યનગર? બીજેપીએ કર્યો છે સત્તામાં આવે તો નામ બદલવાનો વાયદો
તૃષ્ટિકરણની રાજનીતિ માટે જાણીતી બીજેપી હંમેશા લોકોના જરૂરી મુદ્દાઓથી હટીને શહેરોના નામ બદલવા જેવા મુદ્દાઓ પર રાજનીતિ કરતી આવી છે. હવે બીજેપીએ હૈદરાબાદનું નામ બદલવાનો વાયદો કર્યો છે.
બીજેપીએ તેલંગાણામાં વાયદો કર્યો છે કે જો પાર્ટી સત્તામાં આવશે તો હૈદરાબાદનું નામ ભાગ્યનગર કરી દેશે. આ સ્થિતીમાં એ સવાલ થઈ રહ્યો છે કે આ ભાગ્યનગર નામ જ કેમ?

જણાવી દઈએ કે, હૈદરાબાદનું નામ ભાગ્યનગર કરવાનો આ કોઈ પહેલો દાવો નથી કે આ કોઈ નવુ નામ નથી. ઈતિહાસના પાનામાં પણ હૈદરાબાદનું નામ ભાગ્યનગર જોવા મળ્યું છે, પરંતુ તેની સાથે હૈદરાબાદ પણ લખવામાં આવ્યું છે.
આથી જ પહેલા પણ ભાગ્યનગર આવી ચૂક્યું છે. બીબીસીના એક અહેવાલ અનુસાર, ભાગ્યનગરનું નામ ભાગ્ય લક્ષ્મી મંદિરના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે ચારમિનારની નજીક છે. પરંતુ ઘણા ઈતિહાસકારો દાવો કરે છે કે આ પ્રકારનું કોઈ મંદિર પહેલા ત્યાં અસ્તિત્વમાં નહોતું.
એક દલીલ એવી પણ છે કે, હૈદરાબાદનું નામ ભાગ્યમતી પર રાખવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે સલારજંગ મ્યુઝિયમ અને પુસ્તક ઓન ધ હિસ્ટ્રી ઓફ ભાગ્યમતીના રિસર્ચના આધારે બીબીસીએ એક અહેવાલમાં આ દલીલને લઈને ઘણી માહિતી હોવાનું કહ્યું છે, જે દાવાને સાચો સાબિત કરે છે.
અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે, આ શહેરનું નામ ભાગ્યમતીના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે સુલતાનની રખાત હોવાનું કહેવાય છે. ભાગ્યમતી અને મુહમ્મદ કુલીની લવસ્ટોરી પણ એક કાલ્પનિક હોવાનું કહેવાય છે. આ ઉપરાંત ભાગ્યનગર નામ ઘણા ઐતિહાસિક દસ્તાવેજોમાં જોવા મળે છે.
આ ઉપરાંત એક દલીલ એવી પણ છે કે, હૈદરાબાદનું નામ ફરખુંદાના નામ પરથી રાખવામાં આવ્યું હતું, જેનો ફારસી ભાષામાં અર્થ થાય છે લકી સિટી એટલે કે ભાગ્યનગર. આ કારણથી હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર કરવાની વાત ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
