ક્યાં ગાયબ છે મુખ્તાર અંસારીની વાઈફ અફશાં અન્સારી? જાણો કેમ સામે નથી આવી રહી?
ઉત્તર પ્રદેશના માફિયા મુખ્તાર અંસારીના મોત બાદ પણ તેની પત્ની અફશાં અન્સારી સામે નથી આવી. આ સ્થિતીમાં સવાલ એ છે કે તે આખરે છે ક્યાં?
મુખ્તાર અંસારીની પત્ની અફશાં અંસારી ઘણા સમયથી ફરાર છે. અફશાં અન્સારી સામે ICe કેસ નોંધાયેલા છે. ઉત્તર પ્રદેશ પોલીસે અફશાં અન્સારી સામે લુક આઉટ નોટિસ પણ જારી કરી છે. પોલીસે અફશાં અન્સારી પર મોટુ ઈનામ છે.

યુપી પોલીસ અફશાં અંસારીને લાંબા સમયથી શોધી રહી છે. અફશાં અંસારી સામે પણ ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર ગાઝીપુર, મઉ અને લખનૌ પોલીસે અફશાં અન્સારી વિરુદ્ધ એક ડઝન કેસ નોંધ્યા છે. આમાં ધાકધમકી દ્વારા જમીન પચાવી પાડવા, પ્રભાવના આધારે સરકારી જમીન પચાવી પાડવા, છેડતી અને નાણાકીય લાભ લેવા જેવા કેસનો સમાવેશ થાય છે.
2005માં મુખ્તાર અંસારી જેલમાં ગયા બાદ અફશાં અંસારી અંસારી ગેંગને કમાન્ડ કરી રહી હતી. મુખ્તાર અંસારી સાથેના લગ્ન પહેલા અફશાં અન્સારી વિરૂદ્ધ કોઈ ગુનો નહોતો. ન તો તેની સામે કોઈ ફોજદારી કેસ નોંધાયો હતો. ગાઝીપુર પોલીસે અફશાં અન્સારી પર 50 હજાર રૂપિયા અને મઉ પોલીસે 25 હજાર રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.
અહેવાલો અનુસાર, અફશાં અંસારી તેના પતિ મુખ્તાર અંસારીને છેલ્લી વાર મળવા નહીં આવે. કહેવામાં આવી રહ્યું છે કે તેણીને પોલીસથી ખતરો છે, તેથી તે આગળ નહીં આવે. અફશાં અંસારી અત્યારે ક્યાં છે? યુપીમાં છે કે નહીં? આ અંગે કોઈ નક્કર માહિતી નથી.












Click it and Unblock the Notifications
