For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલે કાર્યકર્તાઓને પૂછ્યું, મુંબઈ ડૂબી રહ્યું હતું, ત્યારે તમે ક્યાં હતા?

કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપી ચૂકેલા રાહુલ ગાંધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા એક માનહાનીના કેસની સુનાવણી માટે મુંબઈમાં હતા.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપી ચૂકેલા રાહુલ ગાંધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા એક માનહાનીના કેસની સુનાવણી માટે મુંબઈમાં હતા. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તા અને સ્થાનિક લોકો રાહુલ ગાંધીના સમર્થનમાં મુંબઇમાં હાજર હતા. મુંબઈમાં ભારે વરસાદ પછી, જનજીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું હતું, તેને લઈને રાહુલ ગાંધી પાર્ટીના કાર્યકર્તાઓથી નારાજ જોવા મળ્યા અને તેમને પૂછ્યું, 'જ્યારે મુંબઈ ડૂબી રહ્યું હતું ત્યારે તમે લોકો ક્યાં હતા?

આ પણ જુઓ: રાજીનામા પછી ફિલ્મ જોતા રાહુલ ગાંધીનો વીડિયો વાયરલ

મુંબઈમાં કાર્યકર્તાઓથી નારાજ જોવા મળ્યા

મુંબઈમાં કાર્યકર્તાઓથી નારાજ જોવા મળ્યા

રાહુલે ગુરુવારે મુંબઈમાં કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓને કહ્યું હતું કે, આપણે એક પાર્ટી તરીકે લોકોની મદદ કરવી જોઈએ જયારે તેમને જરૂરત હોય, આ રીતે પાર્ટી વધશે. રાહુલે પાર્ટીના લોકોને કોંગ્રેસને મજબૂત બનાવવા માટે કહ્યું. તેઓએ પૂછ્યું કે શા માટે તમે મને નથી કહેતા કે આપણે આપણો આધાર મજબૂત બનાવવા માટે શું કરી રહ્યા છીએ.

'મુંબઈ ડૂબી રહ્યું હતું ત્યારે ક્યાં હતા'

'મુંબઈ ડૂબી રહ્યું હતું ત્યારે ક્યાં હતા'

બે દિવસ પહેલા, રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષના પદથી રાજીનામું આપી દીધું છે. આ દરમિયાન, તેમણે મલ્લિકાર્જુન ખડગેને કોંગ્રેસને મજબૂત બનાવવા માટે એક બેઠક બોલાવવા કહ્યું. ભારે વરસાદ દરમિયાન સામાન્ય લોકોની મદદ ન કરવા માટે પાર્ટીના કાર્યકર્તાઓથી રાહુલ નારાજ જોવા મળ્યા, તેમણે પાર્ટીના કાર્યકર્તાઓ પર ગુસ્સે થયા અને પૂછ્યું કે, શા માટે તેઓ આ સમયે મુંબઈના લોકોને મદદ કરવા આગળ આવ્યા નહીં.

માનહાનીના કેસમાં કોર્ટમાં પેશી માટે પહોંચ્યા હતા મુંબઈ

માનહાનીના કેસમાં કોર્ટમાં પેશી માટે પહોંચ્યા હતા મુંબઈ

વાસ્તવમાં, ભાજપ અને આરએસએસ પર પત્રકાર ગૌરી લંકેશની હત્યાના મામલે નિશાન સાધ્યા પછી ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે માનહાનીનો કેસ નોંધાવામાં આવ્યો હતો. આ બાબતે, તેઓ ગુરુવારે મુંબઇ કોર્ટમાં પેશ થયા હતા. કેસની સુનાવણી દરમિયાન, રાહુલએ પોતાને નિર્દોષ જણાવ્યું હતા. સુનાવણી દરમિયાન કોર્ટે રાહુલ ગાંધીને 15000 રૂપિયાની નિજી રકમ પર જામીન આપી હતી. ભૂતપૂર્વ સાંસદ એકનાથ ગાયકવાડે રાહુલ ગાંધીની જામીન લીધી હતી.

English summary
where were you when Mumbai was submerged: rahul gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X