રાહુલ ગાંધીને સરકારી બંગલો ખાલી કરવાની નોટીસ મળતા રાજનીતિ તેજ, જાણો શું કહ્યું ખડગેએ?

Mallikarjun Kharge

રાહુલ ગાંધીને સાંસદ પદેથી ગેરલાયક ઠેરવ્યા બાદ હવે સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ મળતા રાજનીતિ તેજ થઈ છે. આ અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. અહીં ખડગેએ રાહુલને બંગલો ખાલી કરવો પડશે તો તેઓ ક્યાં રહી શકે તે જણાવ્યુ હતું. ખડગેએ તેમને પોતાના સરકારી બંગલામાં રહેવાની ઓફર પણ કરી છે. ખડગે મંગળવારે રાહુલ ગાંધી સાથે કર્ણાટકના પ્રવાસે છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધી દ્વારા બંગલો ખાલી કરવાની સંભાવનાઓ પર પોતાનો મત રજુ કર્યો હતો. રાહુલ ગાંધીને સરકારી નિયમો હેઠળ બંગલો ખાલી કરવા માટે આપવામાં આવેલી નોટિસને લઈને તેમણે બીજેપી પર આકરા પ્રહારો કર્યા છે. મોદી સરનેમ પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ગુનાહિત માનહાનિનો દોષી ઠેરવવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ છીનવી લેવામાં આવ્યું છે. આ માટે કોંગ્રેસ પહેલાથી જ સત્તાધારી ભાજપને જવાબદાર ઠેરવી રહી છે. હવે રાહુલને 22 એપ્રિલ સુધીમાં બંગલો ખાલી કરવાની નોટિસ મળી છે.

કર્ણાટકના બેલાગવીમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, તે તેમને નબળા પાડવાના તમામ પ્રયાસો કરશે પરંતુ જો તે બંગલો ખાલી કરશે તો તેમની માતા સાથે રહી શકે છે અથવા મારા ત્યાં આવી શકે છે. હું ખાલી કરી દઈશ. ખડગે રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ સાથે બેલગાવી યાત્રા પર છે.

અહીં તેમણે આગળ કહ્યું કે, હું ડરાવવા, ધમકાવવા અને અપમાનિત કરવાના સરકારના પ્રયાસોની નિંદા કરું છું. આ કોઈ રીત નથી. ક્યારેક આપણે ત્રણ-ચાર મહિના સુધી બંગલા વગર રહીએ છીએ. મને 6 મહિના પછી બંગલો મળ્યો. લોકો આ બધું બીજાને અપમાનિત કરવા માટે કરે છે.

અહીં તમને જણાવી દઈએ કે, લોકસભા સચિવાલયે મંગળવારે રાહુલ ગાંધીને દિલ્હીમાં 12, તુઘલક લેન, લ્યુટિયન્સ ઝોનમાં ફાળવેલો બંગલો ખાલી કરવા માટે નોટિસ પાઠવી હતી. તેની અવધિ મહત્તમ એક મહિના અથવા 22 એપ્રિલ સુધી છે. નોટિસ મુજબ ફાળવણીને 23 એપ્રિલ 2023 થી રદ ગણવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X