કોના છે રસગુલ્લા, હવે ત્રણ સમિતીઓ કરશે તપાસ

રસગુલ્લાની લડાઈ પર હવે રાજકારણ ગરમાયુ છે. જી હા, દુનિયાને રસગુલ્લાની રસીલી અને મીઠી ભેટ કોણે આપી. આ વાતને લઇને ઓડિશા અને પશ્ચિમ બંગાળની લડાઇ હજી પૂરી નથી થઇ, ત્યાં આ લડાઇએ નવું જ સ્વરૂપ ધારણ કરી લીધુ છે.

Rasgulla

રસગુલ્લા પર પોતાનો હક્ક સ્થાપિત કરવા માટે ઓડિશા સરકારે હવે ત્રણ સમિતીઓનું ગઠન કર્યું છે. આ સમિતીઓ રસગુલ્લાના વિવાદ પર કામ કરશે. વિજ્ઞાન-ટેક્નોલોજી અને ઉચ્ચ શિક્ષા મંત્રી પ્રદિપ પાણિગ્રહીએ કહ્યું છેકે સરકાર ત્રણ સમિતીઓનું ગઠન કરશે. આ સમિતીઓ રસગુલ્લા વિવાદને લઈને જે મામલો ચાલી રહ્યો છે. તે અંગે તપાસ કરશે.

રસગુલ્લાના ઇતિહાસને લઇને ગઠિત કરવામાં આવેલી આ ત્રણ કિમિટીઓમાંથી એક કિમિટી ઓડિશામાં રસગુલ્લાના ઉદભવ સાથે જોડાયેલા તથ્યો અને પુરાવા અંગે તપાસ કરશે, જ્યારે અન્ય કમિટી પશ્ચિમ બંગાળ દ્વારા રસગુલ્લા પર જે અધિકાર કરવામાં આવી રહ્યો છે, તેની તપાસ કરશે. જ્યારે ત્રીજી કમિટી ઓડિશાના દાવાઓને સ્થાપિત કરવા માટે દસ્તાવેજો ભેગા કરશે. મહત્વપૂર્ણ છેકે રસગુલ્લાના ઉદભવને લઈને પશ્ચિમ બંગાળ અને ઓડિશા વચ્ચે પાછલા કેટલાક દિવસથી વિવાદ ચાલી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X