WHOના મહાનિર્દેશક ટેડ્રોસે કરી પીએમ મોદીની પ્રશંસા
ડબ્લ્યુએચઓના મહાનિર્દેશકે કોરોના મહામારીને રોકવા માટે ભારતના સહયોગની પ્રશંસા કરી છે.
નવી દિલ્લીઃ આખુ વિશ્વ કોરોના સામે જંગ લડી રહ્યુ છે. દરેકને બસ હવે કોરોના વેક્સીનની જ રાહ જોઈ રહ્યા છે. વળી, આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)ના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેસસ સાથે ટેલીફોન પર વાતચીત કરી, બંને લોકો વચ્ચે કોરોના મહામારી વિશે વિસ્તૃત ચર્ચા થઈ. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)એ મહામારી દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે જેની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે.

વળી, ડબ્લ્યુએચઓના મહાનિર્દેશકે પણ કોરોના મહામારીને રોકવા માટે ભારતના સહયોગની પ્રશંસા કરી છે. ડબ્લ્યુએચઓ તરફથી આ વિશે એક ટ્વિટ કરવામાં આવ્યુ છે જેમાં કહેવામાં આવ્યુ છે કે વૈશ્વિક આરોગ્ય મુદ્દાઓમાં ભારતની શરૂઆતથી જ મહત્વની ભૂમિકા રહી છે. કોરોના સામે લડવામાં ભારત સરકારની ઘરેલુ સ્વાસ્થ્ય પહેલ 'આયુષ્માન ભારત'એ પણ મહત્વની ભૂમિકા નિભાવી છે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા જારી નિવેદન મુજબ ડબ્લ્યુએચઓ પ્રમુખે ટીવી સામે અભિયાનની પ્રશંસા કરી છે અને કહ્યુ છે કે કોરોના સામે જંગ ભારત સારી રીતે લડી રહ્યુ છે. વળી, પીએમ મોદીએ ટેડ્રોસને એ પણ જણાવ્યુ કે 13 નવેમ્બરે આખુ ઈન્ડિયા 'આયુર્વેદ દિવસ' મનાવશે. વાતચીત બાદ વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રમુખે વિવિધ વાતો અને પ્રયાસો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા.
તમને જણાવી દઈએ કે બુધવારે આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના લેટેસ્ટ આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં 44,281 નવા કેસ આવ્યા બાદ કુલ પૉઝિટીવ કેસોની સંખ્યા 86,36,012 થઈ ગઈ છે. વળી, 512 દર્દીઓના મોત બાદ કુલ મૃતકોની સંખ્યા 1,27,571 થઈ ગઈ છે. 6,557ના ઘટાડા બાદ કુલ સક્રિય કેસ 4,94,657 રહી ગયા છે. 50,326 નવા ડિસ્ચાર્જ બાદ કુલ રિકવર કેસ 80,13,784 છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(ICMR)નુ કહેવુ છે કે 10 નવેમ્બર સુધી કોવિડ-19 માટે કુલ 12,07,69151 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
