આ સુંદર અભિનેત્રી સાથે બીજા લગ્ન અને બાળકને લઈ વિવાદમાં સપડાયા હતા કુમાર સ્વામી, આવી રીતે ખુલ્યો હતો રાઝ

કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ બાદ 104 બેઠક સાથે સૌથી સૌથી મોટા પક્ષ બનેલા ભાજપે યેદુરપ્પાને શપથ પણ લેવડાવી દીધા છે.

કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ બાદ 104 બેઠક સાથે સૌથી સૌથી મોટા પક્ષ બનેલા ભાજપે યેદુરપ્પાને શપથ પણ લેવડાવી દીધા છે. માત્ર 37 બેઠક મેળવનાર JDS અને 78 બેઠક જીતનાર કોંગ્રેસની સરકાર બનાવવાની કોશિશો હવાતિયા સાબિત થઈ છે. જેડીએસના કુમારસ્વામીને સીએમ બનાવવાની કોંગ્રેસે ઓફર કરી. કુમારસ્વામી એચડી દેવગૌડાના પુત્ર છે. રાજકીય નેતા તરીકે ચર્ચામાં રહેનાર કુમારસ્વામીની અંગત જિંદગી પણ રસપ્રદ રહી છે.

કન્નડ એક્ટ્રેસ રાધિકા સાથે કર્યા બીજા લગ્ન

કન્નડ એક્ટ્રેસ રાધિકા સાથે કર્યા બીજા લગ્ન

કેટલાક વર્ષ પહેલા જ્યારે કુમારસ્વામીએ દક્ષિણની અભિનેત્રી રાધિકા સાથે ચૂપચાપ લગ્ન કરી લીધા હોવાનું સામે આવ્યું, તો મોટા ભાગના લોકોને આ વાત માનવામાં ન આવી. પરંતુ તે સમયે કર્ણાટકનું રાજકારણ અને કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આ હોટ ટોપિક હતો. 2016માં એક્ટ્રેસ અને કોંગ્રેસની નેતા રામ્યાએ કન્નડ એક્ટ્રેસ રાધિકાએ કુમાર સ્વામી સાથે ખાનગીમાં લગ્ન કર્યા હોવાના અને એક બાળકી પણ હોવાનો ખુલાસો કર્યો હતો.

એક બાળકી સાથે વાઈરલ થયો હતો કુમારસ્વામી-રાધિકાનો ફોટો

એક બાળકી સાથે વાઈરલ થયો હતો કુમારસ્વામી-રાધિકાનો ફોટો

કુમારસ્વામી કર્ણાટક જિલ્લા પંચાયતની ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા હતા. આ જ દરમિયાન તેમણે નિવેદન આપ્યું હતું કે રામ્યાએ લંડનમાં ખાનગીમાં લગ્ન કરી લીધા છે. કુમારસ્વામીના આ નિવેદન બાદ રામ્યાએ કુમારસ્વામી અને રાધિકાના લગ્ન અને એક બાળકી વિશે ખુલાસો કર્યો હતો. રામ્યાએ નિવેદન આપ્યું હતુ કે પોતે રાધિકા સાથે ચાર ફિલ્મો કરી ચૂકી છે, અને એટલે જ તેને આ માહિતીની જાણ છે.

કુમારસ્વામીએ 1986માં અનીતા સાથે લગ્ન કર્યા હતા

કુમારસ્વામીએ 1986માં અનીતા સાથે લગ્ન કર્યા હતા

આ પહેલા 2013માં પણ કુમારસ્વામીના બીજા લગ્નને લઈ ચર્ચાઓ થઈ હતી. ત્યારે રાધિકા અને એક બાળકી સાથે કુમારસ્વામીના ફોટા વાઈરલ થયા હતા. દાવો થયો હતો કે બંનેના લગ્ન થઈ ચૂક્યા છે અને કુમારસ્વામી એક બાળકીના પિતા છે. ઉલ્લેખનીય છે કે કુમારસ્વામીએ 1986માં અનીતા સાથે લગ્ન કર્યા હતા. જેનાથી તેમને નિખિલ ગૌડા નામનો એક પુત્ર પણ છે.

કોણ છે રાધિકા ?

કોણ છે રાધિકા ?

રાધિકા કન્નડ અભિનેત્રી છે. રિપોર્ટ્સ મુજબ નવમા ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો .2002માં કન્નડ ફિલ્મ ‘નીલા મેઘા શામા'થી અભિનયની શરૂઆત કરી. 2003માં રાધિકા પાંચ ફિલ્મોમાં દેખાઈ હતી. જેમાં હેમંત હેગડેના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ઓહ લા લા અને હુડુગાગાગી પણ હતી. યોગરાજ ભટ્ટની ફિલ્મ મનીમાં પણ રાધિકાએ એક વેશ્યાની પુત્રીની ભૂમિકા કરી છે. રાધિકા તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં પણ 2014માં કામ કરી ચૂકી છે. જ્યાં તેની ફિલ્મ કોડી રામાકૃષ્ણા રીલીઝ થઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X