Who is Aloo Mistry : કોણ છે આલુ મિસ્ત્રી? જાણો ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન સાથે શું છે સંબંધ?
Who is Aloo Mistry : રતન ટાટાના નિધન બાદ ટાટા ટ્રસ્ટના નવા ચેરમેનની વરણી કરાઈ છે. ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે નોએલ ટાટાની નિયુક્તિ કરાઈ છે.
નોએલ રતન ટાટાના સાવકા ભાઈ છે. નોએલ ટાટાની સાથે સાથે વધુ એક નામ ચર્ચામાં છે. આ નામ આલુ મિસ્ત્રીનું છે.

નોએલ ટાટા સાથે આલૂ મિસ્ત્રીનું નામ જોડાઈ રહ્યું છે. ઘણા ઓછા લોકો આ બંને વચ્ચેના સંબંધો વિશે જાણે છે.
કોણ છે આલુ મિસ્ત્રી?
આલુ મિસ્ત્રી એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ પરિવારમાંથી આવે છે અને ટાટા ગ્રુપના વર્તમાન ચેરમેન નોએલ ટાટા સાથે સંબંધિત છે.
આલુ મિસ્ત્રીની ઓળખ તેના પિતા પલોનજી મિસ્ત્રીના નામ સાથે જોડાયેલી છે, જે શાપૂરજી પલોનજી ગ્રુપના ચેરમેન હતા અને ભારતના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક હતા. આ ઉપરાંત આલુ મિસ્ત્રીના પતિ નોએલ ટાટા જૂથમાં મુખ્ય વ્યક્તિ છે અને તાજેતરમાં ટાટા ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે.
આલુ મિસ્ત્રીનો જન્મ એક સમૃદ્ધ પારસી પરિવારમાં થયો છે. તેના પિતા પલોનજી મિસ્ત્રી સાયલન્ટ ટાયકૂન તરીકે જાણીતા હતા. તેઓ મીડિયા સ્પોટલાઈટમાં આવ્યા વિના તેમનો વ્યવસાય ચલાવતા હતા.
પલોનજી મિસ્ત્રીની ફ્લેગશિપ કંપની શાપૂરજી પલોનજી ગ્રુપ બાંધકામ અને રિયલ એસ્ટેટમાં ફેલાયેલી છે. તેમની કંપનીએ મુંબઈમાં તાજમહેલ હોટેલ જેવી ઘણી આઇકોનિક ઇમારતો બનાવી છે.
આલૂ મિસ્ત્રીના પિતાની સંપત્તિ 2022માં આશરે 29 બિલિયન ડોલર હોવાનો અંદાજ હતો, જે તેમને ભારતના સૌથી ધનિક પુરુષોમાં સ્થાન આપે છે. આ સિવાય તેઓ ટાટા સન્સમાં 18.4% હિસ્સા સાથે સૌથી મોટા વ્યક્તિગત શેરહોલ્ડર પણ હતા, જે તેમના પરિવારના ટાટા જૂથ સાથેના ગાઢ સંબંધોને દર્શાવે છે.
નોએલ ટાટા અને આલૂ મિસ્ત્રીનો સંબંધ
આલૂ મિસ્ત્રીએ નોએલ ટાટા સાથે લગ્ન કર્યા છે, જે ટાટા ગ્રુપમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. નોએલ ટાટા તાજેતરમાં ટાટા ટ્રસ્ટના ચેરમેન બન્યા છે અને તે પહેલેથી જ ટ્રેન્ટ, વોલ્ટાસ અને ટાટા ઇન્ટરનેશનલ જેવી કંપનીઓના ચેરમેન છે.












Click it and Unblock the Notifications
