નરેન્દ્ર મોદી બાદ બીજેપીના વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ? લેટેસ્ટ સર્વેમાં જાણો શું કહ્યું લોકોએ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે હવે બહુ ઓછો સમય છે. ઉમર અને કદાચ હવે પાર્ટી અંદરના વિરોધને કારણે તેમને જગ્યા છોડવી પડી શકે છે. અહીં સવાલ એ થાય કે હવે તેમનું સ્થાન કોણ લેશે?

હાલમાં જ સામે આવેલા ઈન્ડિયા ટુડે મૂડ ઑફ ધ નેશન સર્વેમાં આ મુદ્દે ચૌકાવનારા તથ્યો સામે આવ્યા છે. મોદી બાદ દેશની જનતાએ એવા નેતાને પસંદ કર્યા છે જેનું નામ તમને ચોક્કસ ચૌકાવશે.

Narendra Modi

ઈન્ડિયા ટુડે ગ્રુપના ફ્લેગશિપ સર્વે અનુસાર, 25%થી વધુ લોકોએ અમિત શાહને સમર્થન આપ્યું છે. મોદીના અનુગામી તરીકે અમિત શાહ લોકોની પહેલી પસંદ છે.

અમિત શાહ પછી 19 ટકા લોકોએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બીજા સ્થાને રાખ્યા છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મિનિસ્ટર નીતિન ગડકરી ત્રીજા ફેવરિટ નેતા છે, તેમને 13% વોટ મળ્યા છે.

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદી બાદ અમિત શાહ, યોગી આદિત્યનાથ અને નીતિન ગડકરી જેવા બીજેપીના અન્ય વરિષ્ઠ નેતાઓ કરતાં વધુ લોકોની પસંદગી છે.

છેલ્લા બે સર્વેમાં 28% અને 29% લોકોએ પીએમ મોદીના અનુગામી તરીકે ભાજપના નેતાઓમાં અમિત શાહને પસંદ કર્યા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણની તરફેણમાં લગભગ 5% વોટ મળ્યા છે. તેઓ ચોથા અને પાંચમા નંબરે છે.

ઈન્ડિયા ટુડે મૂડ ઑફ ધ નેશન સર્વે અનુસાર, દક્ષિણ ભારતના 31% થી વધુ ઉત્તરદાતાઓ માને છે કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે અમિત શાહ PM મોદીના સંભવિત અનુગામી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X